Home /News /lifestyle /Swami Vivekananda Jayanti: જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલી અજાણી વાતો, બની શકે છે સફળતાનો મંત્ર

Swami Vivekananda Jayanti: જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલી અજાણી વાતો, બની શકે છે સફળતાનો મંત્ર

સ્વામી વિવેકાનંદ જયંતિ 2023

Swami Vivekananda Jayanti 2023: સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી એટલે કે આ દિવસે થયો હતો. ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલી આવી ઘણી રસપ્રદ વાતો છે, જે દરેક માટે સફળતાનો મંત્ર બની શકે છે.

    આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું. સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સન્યાસ લઇ લીધો હતો. ત્યાર બાદ ગુરુ રામકૃષ્ણ પરમહંશના શિષ્ય બન્યા બાદ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઇ. 39 વર્ષની અલ્પઆયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલી એવી ઘણી રોચક વસ્તુઓ છે, જે બધા માટે સફળતાનો મંત્ર બની શકે છે.

    રાષ્ટ્રીય યુવા દિવસનો ઇતિહાસ

    દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ભારતમાં 'રાષ્ટ્રીય યુવા દિવસ' ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે તેની શરૂઆત વર્ષ 1985 થી કરવામાં આવી હતી.

    શૈક્ષણિક પ્રદર્શન

    બહુ-પ્રતિભાશાળી સ્વામીજીનું શૈક્ષણિક પ્રદર્શન સરેરાશ હતું. તેમણે યુનિવર્સિટી એન્ટ્રસ લેવલ પર 47 ટકા, એફએમાં 46 ટકા અને બીએમાં 56 ટકા માર્ક્સ મેળવ્યા હતા.

    આ પણ વાંચો:  Chanakya Niti : આ લોકો પર ક્યારેય ન કરવો આંધળો વિશ્વાસ, પળભરમાં જઇ શકે છે જીવ!

    ચા પ્રેમી

    વિવેકાનંદ ચાના શોખીન હતા. એ દિવસોમાં જ્યારે હિંદુ પંડિતો ચાના વિરોધમાં હતા ત્યારે તેઓએ તેમના મઠમાં ચાની છૂટ આપી હતી. એકવાર બેલુર મઠમાં ટેક્સ વધી ગયો. કારણ આપવામાં આવ્યું હતું કે તે ખાનગી ગાર્ડન હાઉસ છે. બાદમાં બ્રિટિશ મેજિસ્ટ્રેટની તપાસ બાદ ટેક્સ દૂર કરવામાં આવ્યો હતો.

    વિવિધ ક્ષેત્રોમાં હતો પ્રભાવ

    વિવેકાનંદ પર વિવિધ ક્ષેત્રોમાંથી દૈવીય પ્રભાવ હતો. તેઓ 1880માં બ્રહ્મ સમાજના સ્થાપક અને રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોરને મળ્યા હતા. જ્યારે તેમણે ટાગોરને પૂછ્યું કે શું તેમણે ભગવાનને જોયા છે, ત્યારે દેવેન્દ્રનાથ ટાગોરે જવાબ આપ્યો, મારા બાળક, તમારી પાસે યોગીની આંખો છે.

    આ પણ વાંચો: યોગીઓના કાન કપાય જાય તો આપવામાં આવે છે જીવિત સમાધિ! જાણો સતનામ ધર્મની અનોખી પરંપરા



    રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના જીવન પર ઊંડી છાપ છોડી હતી

    ભગવાનને લગતા પ્રશ્નોમાં નરેન્દ્રનાથની કોઈ મદદ કરી શક્યું નહીં. 1881માં જ્યારે તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે તેમણે રામકૃષ્ણને એ જ પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં રામકૃષ્ણએ કહ્યું, "હા, મેં જોયા છે, હું ભગવાનને એટલી જ સ્પષ્ટ રીતે જોઈ શકું છું જેટલા તમને." ફરક એટલો જ છે કે હું તેમને તમારા કરતાં વધુ ઊંડાણથી અનુભવી શકું છું. રામકૃષ્ણ પરમહંસ જીના આ જવાબે વિવેકાનંદના જીવન પર ઊંડી છાપ છોડી હતી.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Swami Vivekananad Life, Swami vivekanand Quotes, Swami Vivekananda

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन