​Sustainable Gastronomy Day: જાણો થીમ, ઇતિહાસ અને મહત્ત્વ

​Sustainable Gastronomy Day: જાણો થીમ, ઇતિહાસ અને મહત્ત્વ
પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2016માં 21મી ડિસેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ A/RES/71/246ના ઠરાવને સ્વીકાર્યા પછી 18મી જૂનને સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

  • Share this:
નવી દિલ્હી: સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી દિવસ (​Sustainable Gastronomy Day) વિશ્વમાં 18મી જૂને ઉજવાય છે. વિકાસમાં સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમીની ભૂમિક તરફ વિશ્વનું ધ્યાન દોરવા માટે આ દિવસ મહત્ત્વનો બની જાય છે. આ દિવસનો વધુ એક મહત્વપૂર્ણ ઉદેશ્ય ગેસ્ટ્રોનોમીને વિશ્વની પ્રકૃતિ અને સંસ્કૃતિની વિવિધતાઓ સંબંધિત સાંસ્કૃતિક અભિવ્યક્તિના રૂપમાં સ્વીકાર કરવાનો પણ છે. ફૂડ અને સંસ્કૃતિ (Food and culture)નું અધ્યયન એટલે ગેસ્ટ્રોનોમી. જેમાં પોષણ સંબંધિત તથ્ય, ફૂડ સાયન્સ અને ખાવાનું બનાવવાનીની ટેક્નિક (Technique of making food) સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

વર્ષ 2016માં 21મી ડિસેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ A/RES/71/246ના ઠરાવને સ્વીકાર્યા પછી 18મી જૂનને સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો: ગુજરાત ભાજપનું વધુ એક ડિજિટલ સ્ટેપ: ખાસ એપ સાથે હાઈટેક ટેબ્લેટ તૈયાર કરાયા, એક ક્લિકમાં મળશે તમામ માહિતી

આ દિવસની ઉજવણી વિશ્વમાં યોગ્ય રીતે થાય તેની ખાતરી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA), ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) અને યુનાઇટેડ નેશન્સસ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અને કલ્ચર ઓર્ગેનાઇઝેશન (UNESCO) કરે છે. તેઓ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સંસ્થાઓ, સભ્ય દેશો અને યુએન બોડી સાથે મળી કામ કરે છે. ખોરાકની સુરક્ષા, કૃષિ વિકાસ, સસ્ટેનેબલ ફૂડ પ્રોડક્શન, પોષણ અને જૈવવિવિધતાના સંરક્ષણને સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી પ્રોત્સાહન આપતું હોવાથી તે સસ્ટેનેબલ વિકાસ સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: વલસાડી આફૂસને જી.આઈ. ટેગ મળે તે માટે ખેડૂતોનું અભિયાન, રત્નાગીરી અને દેવગઢના ખેડૂત પાસે ટેગ હોવાથી વલસાડના ખેડૂતોને મોટું નુકસાન

સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપતી ઘણી વસ્તુઓ પૈકી સ્થાનિક સ્તરે ઉત્પાદિત થયેલા ખોરાકની ખપતનો સમાવેશ થાય છે. આ રીતે ખેડૂતોને રાહત મળી શકે છે. સસ્ટેનેબલ કલનેરી રિસીપ પણ લાંબા સમય સુધી લાઈવ રહે તેવી સંભાવના છે. ખોરાકનો બગાડ ઓછો થાય તે પણ તેનું પાસું છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રોસેસ્ડ અને પેક કરેલા ખોરાકનો ઉપયોગ ટાળો અને આરોગ્યપ્રદ આહાર લો.

ખાસ કરીને અત્યારના કોરોના કાળમાં સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી જેવી વસ્તુ કોઈ વરદાન જેવી છે. તે વ્યવસાય અને આરોગ્ય બંનેની દ્રષ્ટિએ મદદ કરે છે. સામાન્ય સંજોગોમાં તો સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપતી ઘણી ઇવેન્ટ્સ ખોરાક અને પર્યાવરણવાદીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. પણ કોરોના મહામારીના કારણે તમામ ઇવેન્ટ ઓનલાઈન થઈ રહી છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ