Home /News /lifestyle /

મેકઅપ કરતી વખતે હેન્ડ સેનિટાઇઝર થઇ શકે છે મદદરૂપ, સરળ બનશે આ કામો

મેકઅપ કરતી વખતે હેન્ડ સેનિટાઇઝર થઇ શકે છે મદદરૂપ, સરળ બનશે આ કામો

હેન્ડ સેનિટાઇઝરની મદદથી તમારા ઘણા કામ સરળતાથી થઇ શકે છે

Different Use Hand Sanitizer: કોરોના સંક્રમણથી બચવા માટે આપણે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ છે. હેન્ડ સેનિટાઇઝરની મદદથી તમારા ઘણા કામ સરળતાથી થઇ શકે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.

    મુંબઇ: કોરોના સંક્રમણથી બચવા માટે આપણે હેન્ડ સેનિટાઇઝર (hand sanitizer)નો ઉપયોગ કરીએ છે. જે આપણને કોઇપણ પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. કોરોના બાદ મોટાભાગના લોકો પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર કેરી કરતા હોય છે. શું તમે જાણો છો કે હેન્ડ સેનિટાઇઝરની મદદથી તમારા ઘણા કામ સરળતાથી થઇ શકે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. હેન્ડ સેનિટાઇઝરની મદદથી તમે ચશ્મા સાફ કરી શકો છો અને જરૂર પડે તો મેકઅપ (makeup) પણ સરખું કરવામાં તેનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે તમે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કયા-કયા કામોમાં કરી શકો છો.

    સાફ કરો મેકઅપ બ્રશ

    ગંદા મેકઅપ બ્રશ (makeup brush)નો ઉપયોગ કરવાથી સ્કિન પર અમુક સંક્રમણ અથવા પિંપલ્સ થઇ શકે છે. આવી સ્થિતિમાં જો તમારું મેકઅપ બ્રશ ગંદુ થઇ ગયું છે અને તમે તે બ્રેશને સાબુ વડે સાફ કરી શકતા નથી તો હેન્ડ સેનિટાઇઝરનોન ઉપયોગ કરી શકો છો.

    મોબાઇલની સફાઇ

    મોબાઇલને ભીના કપડા કે પાણીથી સાફ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં જો તમારા મોબાઇલ ફોનની સ્ક્રીન ગંદી થઇ ગઇ છે અને તેમને જોવામાં મુશ્કેલી થઇ રહી છે તો તમે તરત હેન્ડ સેનિટાઇઝર વડે તેને વાઇપ કરી શકો છો.

    આ પણ વાંચો: એક્સરસાઇઝ કરવાથી મોટાપાની સમસ્યા દૂર થશે? શું કહે છે ફિટનેસ એક્સપર્ટ

    લિપસ્ટિકના નિશાન દૂર કરો

    જો તમારા ડ્રેસ પર લિપસ્ટિક(lipstick)ના નિશાન પડી ગયા છે તો તમે તેની પર તરત જ હેન્ડ સેનિટાઇઝર સ્પ્રે કરો અને તેને સાફ કરી શકો છો. તેનાથી નિશાન ખૂબ જ હળવા થઇ જશે.

    સ્ટીકર દૂર કરો

    નવા વાસણ અથવા નવી વસ્તુ પર જો સ્ટીકર લાગેલા હોય તો તેને દૂર કરવા માટે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકો છો. આની માટે તમે સ્ટીકર પર થોડું સેનિટાઇઝર લગાવો અને સ્ટીકરને ઘસવાથી તે દૂર થઇ શકે છે.

    મિરર સાફ કરવા માટે

    સેનિટાઇઝરની મદદથી તમે કાચની બારી અને દરવાજાને સાફ કરી શકો છો. ઉપરાંત તમે મિરરની સફાઇ પણ આના દ્વારા કરી શકો છો.

    પર્મેનેન્ટ માર્કર કે નિશાન

    જો વ્હાઇટ બોર્ડ અથવા કોઇ વસ્તુ પર પર્મેનેન્ટ માર્કરના નિશાન પડી ગયા છે તો તમે સેનિટાઇઝરનો ઉપયોગ કરીને માર્કરના નિશાન સાફ કરી શકો છો.

    (Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujarati News18 આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાંતોનો સંપર્ક કરો.)
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Beauty Tips, Hand sanitizer, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन