વર્જિનિટી પરત મેળવવા માટે મહિલાઓ કરાવી રહી છે ખતરનાક સર્જરી, પ્રતિબંધની માંગણી

News18 Gujarati
Updated: February 3, 2020, 8:44 PM IST
વર્જિનિટી પરત મેળવવા માટે મહિલાઓ કરાવી રહી છે ખતરનાક સર્જરી, પ્રતિબંધની માંગણી
પ્રતિકાત્મક તસવીર

આ સર્જરીની વધી રહેલી સંખ્યાના કારણે લોકો બ્રિટેનના માર્ગો પર ઉતરી આવ્યા અને પ્રતિબંધની માંગણી કરી છે.

  • Share this:
લંડન : વર્જિનિટીનું દબાણ વિશ્વભરની મહિલાઓમાં જોવા મળી રહ્યું છે. મહિલાઓ તેમની વર્જિનિટીને સુધારવા માટે સર્જરી તરફ આગળ વધી રહી છે. બ્રિટન, અમેરિકા સહિતના ઘણા દેશોમાં મહિલાઓની મોટી સંખ્યામાં વર્જિનિટીની સર્જરી કરવામાં આવી રહી છે.

આ સર્જરીના વધતા જતા કેસોને જોતા બ્રિટનના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. બ્રિટનના રસ્તાઓ પર વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે વર્જિનિટી રિપેર સર્જરી પાછળની મહિલાઓ પર નૈતિક દબાણ છે. લગ્ન પછી સ્ત્રીઓને સામાજિક બહિષ્કારનો ડર બતાવવામાં આવે છે જે તેમને આ સર્જરી કરાવવા દબાણ કરે છે. આ દબાણ પશ્ચિમી દેશોની તુલનામાં મુસ્લિમ દેશોની મહિલાઓ પર વધારે છે.

બાળકો માતાપિતાથી ડરથી છૂપાઈને રહે છે

બીબીસીના એક અહેવાલ મુજબ, મહિલાની વર્જિનિટી વિશેની માહિતી મળ્યા પછી પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હોય તેવા કિસ્સા મુસ્લિમ દેશોમાં ખૂબ જ બન્યા છે. મિડલ ઇસ્ટર્ન વિમેન સોસાયટીની સંસ્થાના સ્થાપક હલાલેહ તાહેરી કહે છે કે લંડનમાં મોરોક્કોની વિદ્યાર્થિનીઓ તેમના માતાપિતાના ડરને લીધે છુપાઇ જીવી રહી છે.

મોરોક્કોના 40 વર્ષીય સહાયક પ્રોફેસરે પણ બીબીસીને જણાવ્યું કે 20 વર્ષની ઉંમરે આ સર્જરી કરાવવા માટે તેના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો :  ગુલાબના ફૂલની સુગંધ લેવાના અનેક ફાયદા છે, રિસર્ચમાં બહાર આવી મોટી વાતતહેરીના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં, યુકેની 26 વર્ષીય વિદ્યાર્થિનીએ એક છોકરા સાથે સંબંધ બાંધ્યો હતો. જ્યારે વિદ્યાર્થિના પિતાને આ સંબંધની જાણ થઈ ત્યારે તેણે પુત્રીને મોરોક્કો પરત બોલાવી. આ પછી વિદ્યાર્થિનીનો વર્જિનિટી ટેસ્ટ કરાયો હતો. વર્જિનિટી ટેસ્ટ સકારાત્મક આવ્યા બાદ વિદ્યાર્થિનીને તેના પિતા દ્વારા ધમકી મળવા લાગી અને તે બ્રિટન આવી. વિદ્યાર્થિનીનું કહેવું છે કે વર્જિનિટી ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પિતાએ તેની હત્યા કરવા માટે અમુક વ્યક્તિઓને મોકલી હતી.

મોરોક્કોના 40 વર્ષીય સહાયક પ્રોફેસરે પણ બીબીસીને જણાવ્યું કે 20 વર્ષની ઉંમરે આ સર્જરી કરાવવા માટે તેના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું, જો મારી પુત્રી સાથે આવું થાય તો હું તેની પર આ સર્જરી કરાવવા માટે ક્યારેય દબાણ નહીં કરું.

બીબીસીના અહેવાલ અનુસાર મહિલાની વર્જિનિટી વિશેની માહિતી મળ્યા પછી પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હોય તેવા કિસ્સા મુસ્લિમ દેશોમાં ખૂબ જ બન્યા છે.


આ પણ વાંચો :   એસીડિટી, ખાટા ઓડકારથી છૂટકારો આપશે આ સરળ ઉપાયો

એક સર્જરીના 3 હજાર ડૉલર

ધ સન્ડે ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, યુકેમાં લગભગ 22 દવાખાનાઓ વર્જિનિટી રિપેર સર્જરીનો દાવો કરે છે. આ દવાખાનાઓમાં એક સર્જરી માટે 3,000 ડૉલર જેટલી ફીસ વસૂલવામાં આવે છે.
First published: February 3, 2020, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading