Home /News /lifestyle /

જે કામ સદીનાં 'મહાનાયક' ન કરી શક્યા, તે એક ગામડાંનાં શિક્ષકે કરી બતાવ્યું

જે કામ સદીનાં 'મહાનાયક' ન કરી શક્યા, તે એક ગામડાંનાં શિક્ષકે કરી બતાવ્યું

જે જમીન અમિતાભ બચ્ચને કોલેજ માટે લીધી હતી તે દસ વર્ષ વીત્યા બાદ પણ આજે તે જમીન તેમની તેમ પડી છે

જે જમીન અમિતાભ બચ્ચને કોલેજ માટે લીધી હતી તે દસ વર્ષ વીત્યા બાદ પણ આજે તે જમીન તેમની તેમ પડી છે

  (રિપોર્ટ: અનિરુદ્ધ શુક્લા)

  ઉત્તર પ્રદેશનો બારાબંકી જિલ્લો હાલમાં ફરી ચર્ચામાં છે. ફરી એક વખત તેનું કારણ બન્યા છે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન. આજથી આશરે 10 વર્ષ પહેલાં 2008માં આ ગામમાં સદીનાં મહાનાયક પહોચ્યા હતાં અને ગામવાળા પાસેથી એક વચન લીધુ હતું. તે સમયે તો જાણે ગ્રામીણોનાં સપનાને પાંખો આવી ગઇ હોય તેમ તે ઉંચી ઉડાન ભરવા લાગ્યા. પણ તેમને ક્યાં ખબર હતી કે તેમનાં સપના રિઅલ લાઇફમાં ન ફેરવાઇને ફક્ત રીલ લાઇફનાં જ રહી જશે.

  ખરેખરમાં, બારાબંકી જિલ્લાનાં દોલતપુર ગામમાં આશરે દસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચન તેમની પત્ની જયા બચ્ચન, દીકરા અભિષેક અને વહુ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ગયા હતાં. બિગ બીએ દૌલતપુર ગામમાં આશરે દસ વિઘા જમિન લીધી અને એક ડિગ્રી કોલજનો પાયો નાખ્યો હતો. કોલેજનું નામ તેમણે વહુનાં નામ પર ઐશ્વર્યા રાય બચ્ચન કન્યા મહાવિદ્યાલય રાખ્યુ હતું. પણ જે જમીન અમિતાભ બચ્ચને કોલેજ માટે લીધી હતી તે દસ વર્ષ વીત્યા બાદ પણ આજે તે જમીન તેમની તેમ પડી છે.

  રિપોર્ટ મૂજબ દૌલતપુર ગામનાં લોકોએ પોતે એક ડિગ્રી કોલેજ બનાવવાનો નિર્ણય લીધો અને તેમણે આ માટે ફંડ જમા કરવાનું શરૂ કરી દીધુ છે. કહેવાય છે કેક, ગ્રામીણો દ્વારા બનાવવામાં આવેલી આ કોલેજનું નિર્માણ મોટેભાગે પૂર્ણ થઇ ગયુ છે. ગામનાં લોકોની મહેનત રંગ લાવી અને હવે આવનારા જૂલાઇ મહિનાથી કોલેજ શરૂ થઇ જશે. રસપ્રદ વાત એ છે કે, ગામવાળાએ આ કોલેજને અમિતાભ બચ્ચનનાં પ્લોટથી ખુબજ નજીક બનાવી છે.

  કોલેજ નિર્માણનો સંપૂર્ણ શ્રેય ગામમાં જ રહેતા સત્યવાન શુક્લા નામનાં એક શિક્ષકને જાય છે. જેણે કોલેજ માટે લોકોનાં સહયોગથી જમીનની વ્યવસ્થા કરી અને ડોનેશન લઇને તેનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું. સત્યવાન શુક્લાએ આ કોલેજનું નામ દૌલતપુર ડિગ્રી કોલેજ રાખ્યુ છે. અને ડો. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી ફૈઝાબાદથી તેને માન્યતા પણ મળી ગઇ છે. જૂલાઇ મહિનાથી અહીં BA અને BSEનું ભણતર શરૂ થવા જઇ રહી છે.

  ન્યૂઝ18ની ટીમે જ્યારે ગામ લોકો સાથે વાત કરી તો તેણે કહ્યું કે, દસ વર્ષ પહેલાં જ્યારે અમિતાભ બચ્ચન તેમનાં પરિવારની સાથે અહીં આવ્યા હતાં તો ગામવાળાને હતું કે હવે તેમનું ગામ VVIP બનવા જઇ રહ્યું છે. ગામમાં દરેક વ્યક્તિ ખુશ હતો. તેમને લાગ્યુ કે હવે તેમનાં બાળકો ઐશ્વર્યા રાય બચ્ચનનાં નામ પર બનેલી કોલેજમાં ભણશે.પણ તેમને ક્યાં ખબર હતી કે આ તો માત્ર સપનું છે જે સત્ય નહીં બને.  તો, અમે ગામનાં તે બાળકો સાથે વાત કરી જે તેમનાં ભણતરથી ભવિષ્ય સુધારવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે, હાલમાં અમારે વધુ ભણતર માટે ઘણાં દૂર જવું પડતુ હતું. પણ હવે અમે ખુબ ખુશ છીએ. કારણ કે અમારે ભણવા માટે દૂર નહીં જવું પડે.

  જોકે, દૌલતપુર ગામનાં પ્રધાન અને અમિતાભ બચ્ચન સેવા સંસ્થાનનાં સચિવ અમિત સિંહનું કહેવું છે કે, અમિતાભ બચ્ચને નિષ્ઠા ફાઉંડેશનને કોલેજ બનાવવાં આપી હતી. જેની અધ્યક્ષ જયા બચ્ચન છે. જ્યારે નિષ્ઠા ફાઉન્ડેશને કોલેજને ન બનાવી તો જયા બચ્ચને તેને બનાવવાની જવાબદારી અમિતાભ બચ્ચનની સેવા સંસ્થાને સૌંપી હતી.

  અમિત સિંહે કહ્યું કે, બિગ બીને લાગ્યુ હતું કે આ ગામનાં લોકો તેમને સહકાર નથી આપી રહ્યાં, શરૂઆતમાં ગામનાં લોકોઅમિતાભ બચ્ચનનો વિરોધ કરી રહ્યાં હતાં અને કોર્ટકેસમાં ફસાયા હતાં. જોકે અમિત સિંહને આજે પણ વિશ્વાસ છે કે અમિતાભ અહીં કોલેજ બનાવશે અને જે વાયદો તેમણે દૌલતપુરની જનતાથી કર્યો છે તેને પૂર્ણ કરશે.

  ઉલ્લેખનીય છે કે, મહાનાયક અમિતાભ બચ્ચને તેમનાં ખાસ મિત્ર અમર સિંહનાં જન્મદિવસ પર દૌલતપુરમાં ઐશ્વર્યા રાય બચ્ચન કન્યા મહાવિદ્યાલય બનાવવાની જાહેરાત કરી હતી. પણ આજે 10 વર્ષ બાદ પણ અહી ન તો કોઇ કોલેજ બનાવી છે ન તો બનાવવાનાં કોઇ અણસાર નજર આવે છે. ગામવાળા ગુસ્સેભરાઇને ધીમા અવાજે બચ્ચન પરિવાર પર વાયદો ન પાળવાનો આરોપ લગાવે છે. તે સવાલ કરે છે કે જો અમિતાભ બચ્ચનને આ કોલેજ બનાવવી ન હતી તો તેણે તેમને ખોટા સપનાં કેમ બતાવ્યા.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Amitabh Bacchan, Barabanki, ગામડા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन