Sunscreen Side Effects: સનસ્ક્રીન (Sunscreen)નો ઉપયોગ આપણે સ્કિન (Skin)ને યુવી કિરણો (UV Rays)ની ખતરનાક અસરોથી બચાવવા માટે કરીએ છીએ. પણ તેનો વધુ પડતો ઉપયોગ ત્વચા માટે હાનિકારક પણ બની શકે છે.
Sunscreen Side Effects: સનસ્ક્રીન (Sunscreen)નો ઉપયોગ આપણે સ્કિન (Skin)ને યુવી કિરણો (UV Rays)ની ખતરનાક અસરોથી બચાવવા અને કેન્સર જેવા રોગો દૂર કરવા માટે કરીએ છીએ. સનસ્ક્રીનનો ઉપયોગ આપણી સ્કિનને સનબર્ન (Sun Burn) અને રિંકલ (wrinkles)થી બચાવવા માટે પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સનસ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ ત્વચા માટે હાનિકારક પણ બની શકે છે? મેયોક્લિનિકના જણાવ્યા મુજબ, તે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે, પરંતુ સનસ્ક્રીનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક રસાયણો સ્કિની એલર્જી, બળતરા, સોજો, લાલાશ, પોર બ્લોકેજ વગેરેનું કારણ બની જાય છે.
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ના રિસર્ચ મુજબ, સનસ્ક્રીન બ્લડ લેવલ પર ખરાબ અસર કરી શકે છે.
સનસ્ક્રીનનું ત્વચા પર નુકસાન (Sunscreen Side Effects on Skin)
1. એલર્જી
સનસ્ક્રીનમાં કેટલાક એવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે ત્વચા પર બળતરા, સોજો, ફોલ્લીઓ અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. આટલું જ નહીં, કેટલીક વાર ફોલ્લીઓ, સોજો અથવા રેશીઝ મટાડવામાં ઘણો સમય લાગી જાય છે અને આવી સ્થિતિમાં એલર્જી અથવા ઇન્ફેકશન થઈ શકે છે.
2. ખીલ
સનસ્ક્રીનથી ખીલની સમસ્યા વધી શકે છે. વાસ્તવમાં સનસ્ક્રીનના ઉપયોગથી ઘણી વખત તેલ ગ્રંથીઓ જરૂરિયાત કરતા વધુ સક્રિય થઈ જાય છે અને તેના કારણે પિમ્પલ્સ એક્નેની સમસ્યા શરૂ થાય છે. આ આડઅસરથી છુટકારો મેળવવા માટે તમારે નોન-ઓઈલી સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.
3. આંખોમાં બળતરા
આંખોમાં સનસ્ક્રીન લાગી જાય તો દુખાવો અને બળતરા થઈ શકે છે. આટલું જ નહીં ક્યારેક સંવેદનશીલતા વધી જાય છે અને આંખોમાં લાલાશ પણ આવી જાય છે. જો તમે સનસ્ક્રીન લગાવો છો, તો તેને દૂર કરતી વખતે પાણીથી આંખોને વધુ સારી રીતે સાફ કરો.