Home /News /lifestyle /

સવારે સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન D ની સાથે સાથે આરોગ્યને થશે આ 5 લાભ

સવારે સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન D ની સાથે સાથે આરોગ્યને થશે આ 5 લાભ

સવારે સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન D ની સાથે સાથે આરોગ્યને થશે આ 5 લાભ

Benefits of Sunlight: સૂર્યના પ્રકાશને (Sunlight)  કારણે શરીરમાં અન્ય લાભકારી કેમિકલ્સ બને છે. સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન ડીની સાથે સાથે નાઈટ્રીક ઓક્સાઈડ મળે છે. જ્યારે ત્વચા સૂરજના UVA કિરણના સંપર્કમાં આવે છે, ત્યારે આ પ્રકારે બને છે. બ્લડ ફ્લોમાં વૃદ્ધિ કરવા અને બ્લડ પ્રેશર ઓછુ કરવામાં નાઈટ્રીક ઓક્સાઈડ લાભદાયી છે, જેના કારણે હ્રદય સ્વસ્થ રહે છે.

વધુ જુઓ ...
  સ્કિન કેન્સર અથવા ટેનિંગ (Skin Tanning) થઈ જશે તેવા ડરને કારણે અનેક મહિલાઓ તડકાથી બચીને રહે છે. આ પ્રકારનો ડર ઓછો કરવા માટે અને કોઈ નકારાત્મક પરિણામ વગર સૂર્યના પ્રકાશથી સૌથી વધુ આરોગ્યપ્રદ લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે અહીં અમે તમને વિગતવાર જાણકારી આપી રહ્યા છીએ. અન્ય લોકોની સરખામણીએ મહિલાઓમાં વિટામીન ડી (Vitamin D)  હોવું ખૂબ જ જરૂરી છે. આંતરડામાં કેલ્શિયમ બનાવવા અને અવશોષિત કરવા તથા હાડકાં સુધી પહોંચાડવા માટે

  વિટામીન ડી ખૂબ જ જરૂરી


  સૂર્યના પ્રકાશને (Sunlight)  કારણે શરીરમાં અન્ય લાભકારી કેમિકલ્સ બને છે. સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન ડીની સાથે સાથે નાઈટ્રીક ઓક્સાઈડ મળે છે. જ્યારે ત્વચા સૂરજના UVA કિરણના સંપર્કમાં આવે છે, ત્યારે આ પ્રકારે બને છે.
  બ્લડ ફ્લોમાં વૃદ્ધિ કરવા અને બ્લડ પ્રેશર ઓછુ કરવામાં નાઈટ્રીક ઓક્સાઈડ લાભદાયી છે, જેના કારણે હ્રદય સ્વસ્થ રહે છે.

  આ પણ વાંચો: પાણીમાં દૂધ મેળવીને સ્નાન કરવાથી ચમકી ઉઠશે ત્વચા, અન્ય ફાયદા જાણવા વાંચો અહી

  ઉપરાંત નાઈટ્રીક ઓક્સાઈડ રોગ પ્રતિકારક શક્તિ, સેલુલર ફંક્શન, ન્યૂરો ટ્રાન્સમિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં એન્ટી બેક્ટેરિયલ અને કેન્સર વિરોધી તત્વો હોય છે.

  સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિનનું પણ ઉત્પાદન થાય છે. જેનાથી મૂડ સારો રહે છે, શરીર રિલેક્સ રહે છે, દુખાવા સામે રાહત મળે છે અને ઈમ્યૂન સિસ્ટમ સારી બને છે. સૂર્ય પ્રકાશ લેવાથી રાત્રે મેલાટોનિન સ્તરમાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત સર્કેડિયન લય નિર્દેશિત કરવામાં મદદ કરે છે, ઊંઘ સારી આવે છે અને શરીર સ્ફુર્તિલુ રહે છે.

  સવારે સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન ડીની સાથે સાથે શરીરને અન્ય કેવા પ્રકારના લાભ પ્રદાન થાય છે, તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. આયુર્વેદિક ડોકટર દીક્ષા ભાવસારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે જાણકારી શેર કરી છે.

  એક્સપર્ટની સલાહ


  યુર્વેદિક ડોકટર દીક્ષા ભાવસારે ઈન્સ્ટાગ્રામ પર આ અંગે જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, સવારે (તરત જ સૂર્યોદય બાદ) અને સવારે 8 વાગ્યા પહેલા તથા સાંજે (સૂર્યાસ્ત સમયે) 25થી 30 મિનિટનો સમય સૂર્ય પ્રકાશ લેવાથી તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ પ્રદાન થાય છે. સૂર્ય પ્રકાશથી વિટામીન ડીની સાથે સાથે શરીરને અન્ય લાભ પ્રદાન થાય છે. વિટામીન ડીથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને એનર્જીમાં વૃદ્ધિ થાય છે, જેનાથી આરોગ્ય પર સારી અસર થાય છે.

  સૂર્ય પ્રકાશ લેવાના ફાયદા


  નાઈટ્રીક ઓક્સાઈડમાં વૃદ્ધિ થાય છે, જે એક વેસોડિલેટર છે. જે બ્લડ ફ્લોમાં અને ઓક્સિજનમાં સુધારો કરે છે. શ્વસન દર ઓછો કરે છે અને બ્લડ સુગર લેવલને ઓછું કરે છે.

  લાલ દેખાતું સ્પેક્ટ્રમ હંમેશા દિવસ દરમિયાન હાજર રહે છે, જે માઈટોકોન્ડ્રિયા ફંક્શનને ટચ કરે છે. જે ઊર્જાની સાથે સાથે શરીરને અન્ય લાભ પ્રદાન કરે છે.પ્રાકૃતિક પ્રકાશથી ન્યૂરોટ્રાન્સમિટર સેરોટોનિન, મેલાટોનિન અને ડોપામાઈન બનાવે છે. જે ચિંતા અને તણાવ ઓછો કરે છે, ઉપરાંત તે માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

  વાદળી પ્રકાશ વ્યક્તિને ઉત્તેજિત કરે છે અને જાગૃત અવસ્થામાં રાખે છે. સૂર્ય પ્રકાશ હોર્મોન ઉત્પાદન ક્ષમતાઓને કારણે સીઝનલ ભાવનાત્મક વિકાર અને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

  સૂર્ય પ્રકાશથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને દૈનિક સર્કેડિયન લયને પણ ઠીક કરે છે. દિવસે સૂર્ય પ્રકાશથી મેલાટોનિન (ઊંઘ માટેનું હોર્મોન) ઉત્પન્ન થાય છે, 2 કલાક માટે બ્લ્યૂ પ્રકાશ રહેતો નથી, જેનાથી મેલાટોનિનનું ઉત્સર્જન થાય છે. (આ કારણોસર સૂર્યાસ્ત બાદ ચશ્મા પહેરવા જરૂરી છે.)

  હું તડકામાં તપવા માટે સલાહ નથી આપી રહી. સૂર્ય પ્રકાશમાં લાંબો સમય અને ખોટા સમયે બેસવાથી તે ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. તમારી દિનચર્યામાં ફેરફાર કરો. સૂર્ય પ્રકાશ લેતા સમયે સાવચેત રહેવું, ડાયરેક્ટ સૂર્ય પ્રકાશ ન લેવો જોઈએ. જીમમાં જઈને કસરત કરવા સિવાય બહાર જઈને કસરત કરો.

  આ પણ વાંચો: છાતીમાં થાય છે ગેસ? અપનાવો આ 5 સરળ ઉપાય, મળશે રાહત

  બહાર વોક માટે નીકળો


  સૂર્ય પ્રકાશ વિટામીન ડીની સરખામણીએ તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. આ કારણોસર માત્ર તેવું ના વિચારવું જોઈએ કે, સૂર્ય પ્રકાશ લેવાથી માત્ર વિટામીન ડી મળે છે. વિટામીન ડી લેવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन