મોટાભાગના આપઘાતના (Suicide) કેસમાં સમયસર મદદ મળવી તે ખૂબ જ મોટી વાત છે. આપઘાતને ચોક્કસરૂપે રોકી શકાય છે. કોરોનાની (Second Wave of COVID) બીજી લહેરમાં મોટી સંખ્યામાં મૃત્યુના કેસ વધવાની શક્યતા છે. જો તમને લાગી રહ્યું છે કે ઘણા દિવસોથી તમે ખૂબ જ નિરાશા જેવું અનુભવી રહ્યા છો, તો તમારે કોઈ પ્રોફેશનલની મદદ લેવાની જરૂર છે. તણાવ, ચિંતા, આપઘાતના પ્રયાસ કરવા આ દરેક બાબતોમાં તમારા માનસિક સ્વાસ્થ્ય (Mental Health) માટે પ્રોફેશનલની મદદ લેવાની જરૂર છે.
ન્યૂઝ 18એ અનેક મનોચિકિત્સકોનો સંપર્ક કર્યો છે, જેથી જે લોકો આપઘાતના પ્રયાસ કરે છે તેમના માનસિક સ્વાસ્થ્ય વિશેના સવાલના જવાબ મેળવી શકાય. આ પરિસ્થિતિમાં આપણે બધા એકસાથે છીએ. અહીં કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે કે જે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોની સાથે રહેતા વ્યક્તિ પૂછે છે.
તમે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છો, તે કેવી રીતે જાણવું?
સવારે ઊઠવાનું મન ન થવું, સતત એવા વિચાર આવવા કે ઊઠવાથી અથવા જે કામ કરો છો, તેનું કોઈ મૂલ્ય નથી. સતત એવા વિચાર કરવા કે તમને કોઈ ફરક પડતો નથી. લાંબા સમય સુધી નિરાશાનો ભોગ થવું, ચિંતા કરવી આ તમામ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ યોગ્ય નથી તે દર્શાવે છે. જો તમને આવા કોઈપણ પ્રકારના લક્ષણ જોવા મળે છે તો તાત્કાલિક મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.
આપઘાતની પ્રવૃત્તિ હંમેશા ઉચ્ચ ડિગ્રીમાં જોવા મળતી નથી, પરંતુ તેના સંકેત તમે જોઈ શકો છો. આપઘાતની પ્રવૃત્તિનું સામાન્ય લક્ષણ છે કે વ્યક્તિ તેના કેરેક્ટર કરતા તદ્દન અલગ વ્યવહાર કરે છે. હસમુખી અને હંમેશા ખુશ રહેતી વ્યક્તિ લાંબા સમય સુધી ઉદાસ રહેવા લાગે છે, તેની નિયમિત આદતો જેમ કે, જમવાની, સૂવાની આદતો બદલાવા લાગે છે, લોકો સાથે વાત ઓછી કરે છે, વધુ પડતો ચિડાઈ જાય છે, તેનું કોઈપણ બાબતમાં ધ્યાન નથી રહેતુ. આ તમામ આપઘાતની પ્રવૃત્તિના લક્ષણ હોઈ શકે છે.
આપઘાતની પ્રવૃત્તિવાળા વ્યક્તિની મદદ કેવી રીતે કરવી?
આપઘાતની પ્રવૃત્તિવાળા વ્યક્તિની મદદ કરવા માટે સૌથી પહેલા માનસિક સ્વાસ્થ્યના પ્રોફેશનલની મદદ લેવી જરૂરી છે. તમે માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તે વ્યક્તિની પરિસ્થિતિ જણાવી શકો છો. તમે સરકારી જનરલ સ્વાસ્થ્ય હેલ્પલાઈન નંબર 104 પર કોલ કરી શકો છો, જેમાં ઈમરજન્સી પરિસ્થિતિ જણાય તો ટ્રેઈન્ડ પ્રોફેશનલને ફોન ટ્રાન્સફર કરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્યથી પીડાતા વ્યક્તિને શાંત કરો અને તેની સાથે વાત કરો. તમે તે વ્યક્તિને ખાત્રી અપાવો કે તે કોઈપણ પરિસ્થિતિમાં એકલો નથી, તમે તેની સાથે છો અને સાથે મળીને સમસ્યાનું નિવારણ લાવશો. જ્યાં સુધી તમારી પાસે કોઈ મદદ ન પહોંચે ત્યાં સુધી તે વ્યક્તિને સાંત્વના આપો.
વ્યક્તિની વાત સાંભળીને તેની આપઘાત પ્રવૃત્તિ વિશેની જાણ કેવી રીતે મેળવી શકાય?
“કાશ હું મરી ગયો હોત”, “જો હું મરી જઈશ તો મારા પરિવારની તમામ સમસ્યાનું સમાધાન આવી જશે”. આ તમામ વાક્યો તમને ડ્રામેટીક લાગી શકે છે અને જ્યારે કોઈ વ્યક્તિ આપઘાતની પ્રવૃત્તિનો વિચાર કરે છે, ત્યારે તેને આ પ્રકારના વિચાર આવે છે. આ તમામ વાક્યો આપઘાત કરવાના સંકેત આપે છે. આ તમામ વાક્યો સિવાય જ્યારે કોઈ વ્યક્તિ ચિંતાથી ઘેરાય છે, તણાવનો સામનો કરે છે અથવા કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હોય અને તેનો ઈલાજ કરાવવામાં ન આવે તો તે આપઘાત કરવાનું કારણ બની શકે છે.
શું આ વાત સાચી છે કે જે લોકો સતત મરવાની વાત કરે છે, તેઓ ખોટુ બોલે છે?
આ વાત ખોટી છે. મનોચિકિત્સક કહે છે કે આ એક માત્ર માન્યતા છે કે જે લોકો સતત મરવાની વાત કરે છે તેઓ ખોટું બોલે છે. જે લોકો વારંવાર મરવાની વાત કરે છે તેઓ લાંબા સમય સુધી આ વિચારને તેમની અંદર વધુ ને વધુ પ્રોત્સાહન આપે છે. આ પ્રકારના કોઈપણ સંકેતને અવગણવા ન જોઈએ. દવાની સાથે સાથે કાઉન્સેલિંગ પણ કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે છે.
અમે માનસિક સ્વાસ્થ્યની પીડા, આપઘાતના વિચાર, ચિંતા અને તણાવ માટે સમગ્ર ભારતના હેલ્પલાઈન નંબરની એક યાદી તૈયાર કરી છે. આ તમામ હેલ્પલાઈન નંબરનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તમે માનસિક સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા માટે સંપર્ક કરી શકો છો.
NIMHANS
ધ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સ, (NIMHANS) બેંગ્લુરુ, જે મહામારી અથવા કોઈપણ પ્રકારના ડરને કારણે તણાવ, ચિંતા કે ઈમોશનલ ડિસકમ્ફર્ટની સમસ્યા સર્જાઈ હોય તો માનસિક સ્વાસ્થ્યની ફ્રીમાં સેવા પ્રદાન કરે છે. આ હેલ્પલાઈન 24/7 સેવા આપે છે, જેમાં ટ્રેઈન્ડ પ્રોફેશનલ્સ, મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક કોઈપણ સમયે કોલ પર ઉપલબ્ધ રહે છે. તમે 080-46110007 કોલ કરી શકો છો અથવા nimhans.ac.in/pssmhs-helpline વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
iCALL
Icall પર પ્રશિક્ષિત વોલન્ટીયર્સ ઈંગ્લિશ અને હિન્દીમાં વાત કરે છે. તમે સોમવારથી શનિવાર દરમ્યાન સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તેમનો સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવા માટે 9152987821 પર કોલ કરો અથવા http://icallhelpline.org/ આ વેબસાઈટની મુલાકાત લો.
સુમૈત્રી તણાવગ્રસ્ત અને જે લોકો આપઘાતની પ્રવૃત્તિ કરે છે, તે લોકો માટેનું એક ક્રાઈસિસ ઈન્ટરવેન્શન સેન્ટર છે. સુમૈત્રીમાં ટ્રેઈન્ડ વોલન્ટીયર્સ દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી ટેલિફોનિક કાઉન્સેલિંગ કરે છે. તમે 011-23389090 / 9315767849 આ નંબર પર તેમનો સંપર્ક કરી શકો છો અથવા sumaitri.net વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
" isDesktop="true" id="1096686" >
સ્નેહા
આ સંસ્થા જે લોકો તણાવનો સામનો કરે છે અથવા આપઘાતની પ્રવૃત્તિ કરે છે તેમને ઈમોશનલ સપોર્ટ આપવાનું કામ કરે છે. આ સંસ્થા દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રેના 10 વાગ્યા સુધી સેવા આપે છે. આ સેન્ટર મેઈલના માધ્યમથી પણ સપોર્ટ કરે છે. તમે 044-24640050, 044-2464006 પર કોલ કરી શકો છો અથવા snehaindia.org/new વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
ફોર્ટિસ સ્ટ્રેસ હેલ્પલાઈન
આ હેલ્પલાઈન ફોર્ટિસ ગૃપ ઓફ હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવે છે, જે 24 કલાક અને 15 ભાષામાં ઉપલબ્ધ છે. આ હેલ્પલાઈન ટેલિફોનિક કન્સલટેશન પ્રોવાઈડ કરે છે, બીમારીની શરૂઆતમાં મદદ કરે છે, અને જરૂર લાગવા પર યોગ્ય સારવાર માટે માર્ગદર્શન આપે છે. તમે આ હેલ્પલાઈન માટે +91 8376804102 પર કોલ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર