Home /News /lifestyle /

તમે બંધ નાક અથવા ગળામાં દુખાવાથી પીડાવ છો? આમ મળશે તાત્કાલિક રાહત

તમે બંધ નાક અથવા ગળામાં દુખાવાથી પીડાવ છો? આમ મળશે તાત્કાલિક રાહત

ચોમાસાના આગમન સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય છે

Nasal Congestion or Throat Pain: ચોમાસાના આગમનથી સખત ગરમીમાંથી ખૂબ જ જરૂરી રાહત મળી છે પણ તે ચોક્કસપણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે લઈને આવે છે. તે બધામાં સૌથી સામાન્ય શરદી અને ઉધરસ છે, બંધ નાક તરફ દોરી જાય છે

  મુંબઇ: ચોમાસાના આગમનથી સખત ગરમીમાંથી ખૂબ જ જરૂરી રાહત મળી છે પણ તે ચોક્કસપણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે લઈને આવે છે. તે બધામાં સૌથી સામાન્ય શરદી અને ઉધરસ છે, જે બંધ નાક (નોસલ કન્જેશન) તરફ દોરી જાય છે. જો કે આ ખૂબ જ સામાન્ય છે અને થોડા દિવસોમાં દૂર થઈ જાય છે, બંધ નાકથી તમે બેચેની (Nasal Congestion or Throat Pain)અને અકળામણ અનુભવી શકો છે, તેથી સાવચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે. આયુર્વેદિક ઉપચાર અપનાવવાથી વધુ સારું શું હોઈ શકે, જે ન ફક્ત બીમારીના લક્ષણોમાં મદદ જ કરે છે, પરંતુ દરેક ભારતીય ઘરોમાં સરળતાથી મળી રહે છે.

  આયુર્વેદિક પ્રેક્ટિશનર, ડૉ. દીક્ષા ભાવસારે કાઢાની રેસીપી શેર કરતાં જણાવ્યું કે તેનાથી તેમના પતિને ગળાના દુખાવા અને બંધ નાકની તકલીફમાં રાહત મળી. આ કાઢાની તસવીર મુકતા ડૉ. દીક્ષાએ કૅપ્શનમાં લખ્યું, “મારા પતિ માટે મેં આ કાઢો તૈયાર કર્યો. કારણ કે તેમને ગળામાં થોડો દુખાવો હતો અને નાક બંધ હતું. તેમને હજુ સુધી શરદી/વહેતું નાક કે ઉધરસ ન હતું . તેથી માત્ર તેને રોકવા માટે આ મિશ્રણ બનાવ્યું. તેણીએ જણાવ્યું કે "તે બહુ ઉપયોગી છે" અને તે ત્રણ સ્વરૂપોમાં લઇ શકાય છે.“

  તેમણે આ આયુર્વેદિક મિશ્રણની વિશેષતા જણાવતાં કહ્યું કે, "આ મિશ્રણ ઘણી રીતે ઉપયોગી છે. તેનો ઉપયોગ 3 રીતે કરી શકો છો: બાફ લેવા માટે, પીવા માટે અને કોગળા કરવા માટે."

  આ પણ વાંચો: શું જિમ કરતી વખતે પ્રોટીન પાવડર લેવો જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ

  તેને "જાદુઈ આયુર્વેદિક કાઢા” તરીકે ઓળખાવીને તેમણે "ગંભીર ઉધરસ/શરદી/શ્વાસની તકલીફ" માંથી ઝડપી રાહત મેળવવાની શક્ય એટલી રીતોની માહિતી આપી છે. તેણીએ ઉમેર્યું કે, “જો તમારામાંથી કોઈને અથવા તમારા પ્રિયજનને મુસાફરી, ઠંડા પીણા પીવા અથવા વધુ પડતી આઈસ્ક્રીમ ખાવાને કારણે શરદી/ઉધરસ/છીંક વગેરે લાગે છે, તો આ કાઢાને અજમાવો અને હું ખાતરી આપું છું- તે તમને નિરાશ નહીં કરે. "

  આ છે કાઢાની રેસીપી અને તેને બનાવવા માટે જરૂરી ચીજો 

  2 ગ્લાસ પાણી

  મુઠ્ઠીભર ફુદીનાના પાન

  1 ટેબલસ્પૂન અજમો

  ½ ચમચી મેથીના દાણા

  ½ ચમચી હળદર

  પદ્ધતિ

  - બે ગ્લાસ પાણીમાં બધી સામગ્રી ઉમેરો

  - તેને મધ્યમ તાપ પર લગભગ 7થી 10 મિનિટ સુધી ઉકાળો

  - એકવાર પાણી તેનો રંગ બદલી નાખે એટલે કે કાઢો તૈયાર છે. તેને ગરમાગરમ સર્વ કરો

  - ખાલી પેટે અથવા ભોજનના એક કલાક પછી આ મિશ્રણ પીવો

  - તમે બાફ(સ્ટીમ ઇન્હેલેશન) લઇ શકો છો

  - તદુપરાંત, તમે તેની સાથે દિવસમાં ત્રણ વખત કોગળા કરી શકો છો

  ઉપર શેર કરેલા મંતવ્યો વ્યક્તિગત છે અને તેને એકમાત્ર ઉપાય તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં. અમે ભારપૂર્વક સલાહ આપીએ છીએ કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કિસ્સામાં તબીબી સહાય લેવી.
  First published:

  Tags: Ayurved, Health Tips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन