ભારતમાં ઘણા લોકો પોતાની રિલેશનશીપની વાતોને ખાનગી રાખતા હોય છે, ખાસ કરીને તેમના માતા-પિતાથી. તો અહીંયા દેશી માતાનો કૂલ અંદાજ જોવા મળ્યો છે, જ્યારે માતાએ કહ્યું કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે જવું જોઈએ, અને ના હોય તો બોયફ્રેન્ડ બનાવી લેવો જોઈએ.
ટ્વીટર યુઝરે તેની કૂલ માતા સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જ્યારે પુત્રીએ તેની માતાને કહ્યું તેને સ્ટ્રીટ ફૂડ ‘આલુ ટોકરી’ ખાવું છે, તો માતાએ કહ્યું તેને થોડું કામ હોવાથી તે નહીં આવી શકે, તો તારે બોયફ્રેન્ડ સાથે જવું જોઈએ.
દેશી બાળકો માટે આ બહુ મોટી વાત છે, જે પોતાના માતા પિતાથી તેમની રિલેશનશીપની વાતો છુપાવી રહ્યા છે. એક માતા પોતાની પુત્રીને કહ્યું પહેલા બોયફ્રેન્ડ બનાવે અને પછી આલુ ટોકરી ખા.
આ પણ વાંચો, સસ્તું Gold ખરીદવાની ઉત્તમ તક, આજે ફરી ઘટી કિંમત, ચેક કરો 10 ગ્રામનો ભાવ
ભાવિકા નામની એક ટ્વીટર યુઝરે આ પોસ્ટ પાર કમેન્ટ કરી કે, તેને નથી લાગતું આ ટ્વિટ કરનાર માતા છે. કારણ કે આવી વાતમાં તેની માં તેને મારશે.
તો ઘણા લોકો માતાના આ પ્રકારના જવાબથી ઈમ્પ્રેસ થયા છે અને તેને કૂલ મોમ કહી રહ્યા છે. જ્યારે રોશેસ સારાભાઈએ કમેન્ટ કરી છે કે એક જ વ્યક્તિ બે ફોન દ્વારા આ વાત કરી રહી છે.
ઘણા લોકો આ પોસ્ટથી અલગ પ્રકારના મીમ બનાવી રહ્યા છે. કે પહેલા બોયફ્રેન્ડ બનાવો અને પછી આલુ ટીકરી જેને ગૃહમંત્રી અમિત શાહની લાઈન સાથે સરખાવવામાં આવ્યું છે કે ‘આપ ક્રોનોલોજી સમજીયે’.
તથા અન્ય એક યુઝર દ્વારા એવી કમેન્ટ કરવામાં આવી છે કે, “દિલ સે બુરા લગતા હે ભાઈ”.
આ પણ વાંચો, Google દ્વારા પ્રતિબંધિત ખરાબ શબ્દોની સંપૂર્ણ સૂચિ વાંચીને દંગ રહી જશો!
ટ્વીટર પર આ પોસ્ટને અનેક લાઈક મળી છે અને કમેન્ટ પણ કરવામાં આવી છે.