Home /News /lifestyle /

ઓફિસ ડિબેટમાં પોતાના વિચારોને અસરકારક રીતે રજૂ કરો, આ રહી 4 ટીપ્સ

ઓફિસ ડિબેટમાં પોતાના વિચારોને અસરકારક રીતે રજૂ કરો, આ રહી 4 ટીપ્સ

ઓફિસ ડિબેટમાં પોતાના વિચારોને અસરકારક રીતે રજૂ કરો, આ રહી 4 ટીપ્સ

Success Tips and Tricks: એક રિસર્ચ પ્રમાણે, ઓફિસ ગૃપમાં અલગ અલગ વિચારો ધરાવતા લોકો હોય તો તે દરેક રીતે ઓફિસના કલ્ચર માટે ફાયદાકારક છે. જ્યારે બધા લોકો વિચારો અને તેમની વિશેષતા એકબીજા સાથે શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય ત્યારે તેનો સૌથી વધુ ફાયદો થાય છે.

વધુ જુઓ ...
  Success Tips and Tricks: દરેક ઓફિસમાં કામની ક્વોલિટી વધારવા માટે ગૃપ ડિબેટ થતી હોય છે, તેને કર્મચારીઓની ક્રિએટિવિટી અને પ્રોડક્ટીવિટી બંને માટે સારું માનવામાં આવે છે. એક રિસર્ચ પ્રમાણે, ઓફિસ ગૃપમાં અલગ અલગ વિચારો ધરાવતા લોકો હોય તો તે દરેક રીતે ઓફિસના કલ્ચર માટે ફાયદાકારક છે. જ્યારે બધા લોકો વિચારો અને તેમની વિશેષતા એકબીજા સાથે શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય ત્યારે તેનો સૌથી વધુ ફાયદો થાય છે. હંમેશા યાદ રાખો કે, અસરદાર વાતચીત માટે સારી ટેવો હોવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  દૈનિક ભાસ્કર અખબારે હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ (Harvard Business Review)ને ટાંકીને સારી આદતો વિકસાવવા મદદરૂપ થાય તેવી કેટલીક ટિપ્સ આપી છે.

  બધાની બરાબર ભાગીદારી હોવી જોઇએ


  ઓફિસમાં કોઈપણ ચર્ચા નિર્ધારિત લક્ષ્ય અને ઉત્સુકતાથી શરૂ થવી જોઈએ. ચર્ચા પહેલા અગાઉથી જણાવી દો કે દરેકને તેમની વાત સરખી રીતે કહેવાની તક આપવામાં આવશે. પોતાના ધ્યેયને ધ્યાનમાં રાખીને પોતાની વાત કહેનારને આવકારવામાં આવશે. જો મૂળ મુદ્દા સિવાયની કોઈ ચર્ચા અથવા વિચારને ચર્ચામાં લાવશે તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

  આ પણ વાંચો: Cholesterol in Eggs: શું ઈંડા ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે? જાણો શું કહે છે અભ્યાસના તારણો

  વાતનો મુદ્દો બદલાઈ ન જાય


  કોણ મોટેથી બોલે છે, કોણ વધારે વિચારે છે, કોણ ખોટું છે, કોણ સાચુ છે, વાત માત્ર આટલા સુધી સીમિત ન હોવી જોઈએ. પ્રોડક્ટીવિટી માટે ચર્ચા યોગ્ય દિશામાં આગળ વધે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  હકીકત અને અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવો પડશે. જો ચર્ચા ગેરમાર્ગે જઈ રહી છે અને કોઇ બીજા જ ટોપિક પર આવીને મૂંઝવણમાં પડી રહ્યા છીએ એવું લાગે તો ચર્ચા ફરીથી શરૂ કરી શકીએ છીએ. તેથી હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈ વિષયાંતર ન હોવું જોઈએ.

  પર્સનલ કમેન્ટ કરવાથી બચવું જોઈએ


  તમે એકસાથે કામ કરો, ત્યારે બધું એકસાથે થાય છે. માત્ર એકલાથી કશું જ થતું નથી. જેથી દરેકના ઇરાદા સારા છે તેમ માની લો અને લોકોના વખાણ કરતા અચકાવું નહીં. અલબત અનુમાન કરનાર અને નકારાત્મક પ્રશ્નો પૂછનારને ટાળો. શક્ય હોય તો તેમને પૂછો, તમને આ કેમ ગમ્યું? અથવા પૂછો કે શું વિચારીને તમે આ નિષ્કર્ષ પર આવ્યા ? એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે કોઈને પર્સનલ અટેક થઇ રહ્યો હોય તેવું લાગે એટલે વાત કપાઈ જાય છે.

  આ પણ વાંચો: Menstrual products: પીરિયડ્સ દરમિયાન વાપરો આ રીયુઝેબલ પ્રોડક્ટ્સ, પર્યાવરણને પણ નહીં કરે નુકસાન

  સારા વિચારોની પ્રશંસા કરો


  કોઇ પણ ચર્ચાને ક્રિએટીવ અને અને પ્રોડક્ટીવ બનાવવા માટે, તેમા ભાગ લેનારાઓને સહભાગીઓ માટે બૌદ્ધિક રીતે નમ્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મતલબ કે, કોઈની વાતને પર્સનલ રીતે ન લો,

  જો આપણે કોઈની સાથે અસહમત હોઈએ તો તેના મંતવ્યો સાંભળો અને તેનું સન્માન કરો. જો તમને લાગે કે તમે ત્યાં ખોટા હતા તો સ્વીકારી લો. ચર્ચા દરમિયાન કોઈ સારો વિચાર આવે તો તેની પ્રશંસા કરવામાં પીછેહટ ન કરવી જોઇએ
  First published:

  આગામી સમાચાર