પાપડના ડબ્બામાંથી પાપડ શેકી, આ રીતે બનાવો ટેસ્ટી 'પાપડના સ્ટફ પરોઠા'

 • Share this:
  કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે પાપડના ડબ્બામાં થી પાપડ તો મળી જ રહેશે. તો શેકીલો થોડા પાપડ, અને તે શેકેલા પાપડમાંથી જ બનાવી લો આ ટેસ્ટી 'પાપડના સ્ટફ પરોઠા'

  પાપડના સ્ટફ પરોઠા બનાવવા માટેની સામગ્રી :

  7  પાપડ
  2 કપ ઘઉંનો લોટ
  1 કેપ્સીકમ
  1 ડુંગળી
  1 ટામેટું
  2 લીલાં મરચાં
  ચપટી આમચુર પાવડ
  લાલ મરચું
  તેલ
  મીઠું
  પ્રોસેસ ચીઝ

  વાળથી લઈ પગના નખ સુધી, આ રીતે લાભકારી છે ફ્કત 1 વાટકી દહીં

  પાપડના સ્ટફ પરોઠા બનાવવાની રીત :- સૌ પ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, તેલ અને થોડું પાણી નાખી સોફ્ટ કણક બાંધી રાખો. ત્યારબાદ પાપડને શેકીને તેનો ભુકો કરી લો. પછી આ પાપડને એક બાઉલમાં લઈ તેમાં લાલ મરચું, મીઠું, તેલ નાખી મિક્સ કરો. બીજા બાઉલમાં બધી શાકભાજી, લીલાં મરચાં, આમચુર પાવડર, મીઠું નાખી હલાવી તેમાં પાપડનું બનાવેલું મિશ્રણ ઉમેરો.
  હવે કણકના લુઆ કરી જાડી પુરી જેવું વણી વચ્ચે પાપડનું બનાવેલું સ્ટફિંગ ભરી તેને સીલ કરી પરોઠું વણી લો. આ પરોઠાને તેલથી બંને બાજુએ શેકી લો. પરોઠું સરસ શેકાઈ જાય એટલે ઉપરથી પ્રોસેસ ચીઝ ખમણી ખાટાં અથાણા કે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો, તો તૈયાર છે ગરમા ગરમ પાપડના સ્ટફ પરોઠા. આ પરોઠાને ગરમા ગરમ ખાશો તો વધુ મજા આવશે.

  વૉટર પાર્ક અને સ્વિમિંગ પૂલના પાણીમાં લોકો કરે છે આવું શરમજનક કામ

  COOKING TIPS: 365 દિવસ રસોઈમાં થતી ગડબડ દૂર કરશે આ 15 ટીપ્સ
  Published by:Bansari Shah
  First published: