Home /News /lifestyle /

તમારું હાસ્ય જણાવી શકે છે તમારી સાંસ્કૃતિક ઓળખ - સ્ટડી

તમારું હાસ્ય જણાવી શકે છે તમારી સાંસ્કૃતિક ઓળખ - સ્ટડી

પ્રતિકાત્મક તસવીર

Laughter and cultural identity: યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમ (University of Amsterdam)ના સંશોધકોએ આંતરરાષ્ટ્રીય સાથીદારો સાથેના નવા અભ્યાસમાં અહેવાલ આપ્યો છે કે આપણું હાસ્ય આપણને અન્ય લોકોથી અલગ કરે છે. આ અભ્યાસના તારણો ફિલોસોફિકલ ટ્રાન્ઝેક્શન્સ બી (Philosophical Transactions B)’ જર્નલમાં પ્રકાશિત થયા છે.

વધુ જુઓ ...
Laughter can tell the cultural Identity: શું તમે કોઈ વ્યક્તિના હાસ્યની કલ્પના કરી શકો છો જે સાંસ્કૃતિક ઓળખ કરી શકે છે? હા, તે શક્ય છે. યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમ (University of Amsterdam)ના સંશોધકોએ આંતરરાષ્ટ્રીય સાથીદારો સાથેના નવા અભ્યાસમાં અહેવાલ આપ્યો છે કે આપણું હાસ્ય આપણને અન્ય લોકોથી અલગ કરે છે. આ અભ્યાસના તારણો ફિલોસોફિકલ ટ્રાન્ઝેક્શન્સ બી (Philosophical Transactions B)’ જર્નલમાં પ્રકાશિત થયા છે.

આ અભ્યાસમાં ડચ અને જાપાની લોકો સામેલ હતા. તેમાં જાણવા મળ્યું કે પ્રેક્ષકો હાસ્ય સાંભળીને જ તે વ્યક્તિ તેની પોતાની સંસ્કૃતિની છે કે અન્ય જૂથની છે તે શોધી કાઢશે. સ્વયંભૂ (spontaneous) એટલે આપોઆપ હાસ્ય ને બંને જૂથો દ્વારા સૌથી હકારાત્મક માનવામાં આવતું હતું. હાસ્ય એ એક મજબૂત પ્રતીકાત્મક અભિવ્યક્તિ (symbolic expression) છે, જે સહયોગ અને સામાજિક બંધનોને મજબૂત બનાવવા માટે માનવામાં આવે છે. પરંતુ સ્વયંભૂ હાસ્ય (spontaneous laughter) અને સ્વૈચ્છિક હાસ્ય (voluntary laughter) વચ્ચે તફાવત છે.

સ્વયંભૂ હાસ્ય એ સંપૂર્ણપણે અનિયંત્રિત પ્રતિક્રિયા છે. જાણે કે સુખ આપનાર કોઈ મજાક સાંભળીને આવે છે. આ હાસ્યમાં ધ્વનિક લક્ષણો (acoustic characteristics) પણ શામેલ છે. જ્યારે સ્વૈચ્છિક હાસ્ય ને કોઈ હેતુ માટે અવાજની અભિવ્યક્તિ માટે મોડ્યુલેટ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Samsung: સેમસંગ તેના સૌથી લોકપ્રીય ફોનનું ઉત્પાદન બંધ કરે તેવી શક્યતા, જાણો વિગત

આ નવીનતમ સંશોધનો બતાવે છે કે સ્વયંભૂ હાસ્ય કરતાં સ્વૈચ્છિક હાસ્ય દ્વારા વધુ સરળતાથી ઓળખ કરી શકીએ છીએ. સ્વૈચ્છિક હાસ્યમાં વધુ અવાજનું નિયંત્રણ હોય છે, જે હસનાર વ્યક્તિ વિશે વધુ માહિતી જાહેર કરતું નથી. જ્યારે ભાવનાત્મક અભિવ્યક્તિનું હાસ્ય વ્યવસ્થિત રીતે સાંસ્કૃતિક જૂથોમાં બદલાય છે. આ તફાવતના આધારે, શ્રોતા લાગણીઓને વધુ સચોટ રીતે સમજે છે અને અન્ય જૂથોમાંથી તેના સાંસ્કૃતિક જૂથની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજે છે.

કેવી રીતે થયો અભ્યાસ?
અભ્યાસ દરમિયાન, સંશોધકોએ એ પણ તપાસ કરી હતી કે હાસ્ય ફક્ત કોઈને વ્યક્તિગત રીતે ઓળખી શકે છે કે જૂથો સાથે પણ ઓળખ થઈ શકે છે. આ અભ્યાસમાં ડચ અને જાપાની લોકોની સહજ, સ્વયંભૂ હાસ્ય અને સ્વૈચ્છિક હાસ્ય ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Sarkari Naukri: ECILમાં ટેકનિકલ ઓફિસર સહિતની પોસ્ટની ભરતી, 23,000 રૂ. સુધી મળશે શરૂઆતનો પગાર

તેમાં 273 ડચ લોકો અને 131 જાપાની લોકોએ બિન-સંદર્ભિત હાસ્ય (non-referential laughter)ની ક્લિપ્સ સાંભળી હતી. આના આધારે જાણ્યું કે,
-તેમણે જે હાસ્ય સાંભળ્યું હતું તે તેના પોતાના સાંસ્કૃતિક જૂથના લોકોનું છે કે અન્ય જૂથના લોકોનું?
- હાસ્ય સ્વયંભૂ હતું કે સ્વૈચ્છિક?
- સકારાત્મકતાના આધારે હાસ્યની દરેક ક્લિપને પણ રેટિંગ આપ્યું?

નિષ્કર્ષ શું છે?
ડેટાનું વિશ્લેષણ કરવા પર, સંશોધકોએ શોધી કાઢ્યું કે શ્રોતાએ તેના જૂથના સભ્યોના સ્વયંભૂ અને સ્વૈચ્છિક હાસ્ય બંનેને ઓળખ્યા, સહજ અથવા આપોઆપ આવતા હાસ્યને વધુ સકારાત્મક રેટિંગ આપ્યું, અને બીજા જૂથના લોકોની સરખામણીમાં પણ એ જ વાત રહી.

આ પણ વાંચો: આ ભારતીય બોલર્સે ડેબ્યૂ ટેસ્ટમાં જ લીધી પાંચ વિકેટ, અક્ષર પટેલના નામે પણ છે રેકોર્ડ

તેમણે સમજાવ્યું કે અમારા સંશોધનના તારણો દર્શાવે છે કે સહેજ પણ હસતા સાંભળીને લોકોએ સચોટ રીતે ઓળખી કાઢ્યું કે તેઓ તેમના પોતાના સાંસ્કૃતિક જૂથના છે કે અન્ય જૂથના છે. આ તારણો એ વાતનો સંકેત છે કે હાસ્ય એ એક સમૃદ્ધ અવાજચિહ્ન છે, જેનાથી અન્ય વ્યક્તિઓ વિશે વ્યાપક અનુમાન લગાવી શકાય છે
Published by:Riya Upadhay
First published:

Tags: Culture, Know about, Lifestyle, New Research

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन