Home /News /lifestyle /લક્ષણો દેખાતા પહેલાં કોરોનાની ઓળખ કરશે સ્માર્ટવોચ, સ્ટડીમાં કરાયો દાવો

લક્ષણો દેખાતા પહેલાં કોરોનાની ઓળખ કરશે સ્માર્ટવોચ, સ્ટડીમાં કરાયો દાવો

વૈજ્ઞાનિકોનો દાવો છે કે એપ્લિકેશને પરીક્ષણ પહેલા 80 ટકા વપરાશકર્તાઓમાં કોરોના સંક્રમણ શોધી કાઢ્યું છે (પ્રતિકાત્મક તસવીર -Canva.com))

Smartwatch will detect corona: અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University)ના વૈજ્ઞાનિકોએ કોરોના (corona)ને શોધવા માટે એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવી છે, જે તમને સ્માર્ટવોચ અથવા ફિટનેસ ટ્રેકર્સના ડેટા સાથે સમયસર કોરોના થયાની જાણ કરશે

વધુ જુઓ ...
Smartwatch will detect corona: આજની જીવનશૈલીમાં, જેઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ સતર્ક છે તેઓ સ્માર્ટવોચ (Smartwatch) અથવા ફિટનેસ ટ્રેકર્સ (Fitness Tracker)નો ઉપયોગ કરતા જ હશે. આ ગેજેટ્સ તમને જણાવે છે કે તમે અત્યાર સુધી કેટલા પગલાં ચાલ્યા છો, તમે કેટલો સમય સૂતા હતા, અથવા સવારની કસરત દરમિયાન તમારા હૃદયના ધબકારા શું હતા.

પરંતુ શું તમે જાણો છો કે હવે, આ માહિતીના આધારે, તમે એ પણ જાણી શકો છો કે લક્ષણ દેખાતા પહેલાં જ તમે કોરોનાથી સંક્રમિત છો કે નહીં? હા, તે શક્ય છે. તમે ફક્ત તમારી સ્માર્ટવોચમાંથી આ બધી માહિતી જાણી શકો છો. યુ.એસ.ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પાસે અકાળે કોરોનાને શોધવા માટે મોબાઇલ એપ માયપીએચડી (app myPhD) ડિઝાઇન કરવામાં આવી છે, જે તમને સ્માર્ટવોચ અથવા ફિટનેસ ટ્રેકરના ડેટા સાથે સમયસર કોરોના
થયાની જણકારી આપશે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે એપ્લિકેશને પરીક્ષણ પહેલા 80 ટકા વપરાશકર્તાઓમાં કોરોના સંક્રમણ શોધી કાઢ્યું છે. આ અભ્યાસના તારણો મેડિકલ જર્નલ નેચર મેડિસિન (Nature Medicine)માં પ્રકાશિત થયેલ છે.

આ પણ વાંચો: Realme Watch T1: Realmeની લેટેસ્ટ સ્માર્ટવોચ, 35 મિનિટમાં થશે 90% ચાર્જ, જાણો ફીચર અને કિંમત

કેવી રીતે થયો અભ્યાસ
સંશોધકોએ આ અભ્યાસ માટે 18થી 80 વર્ષની વયના 3300 વયસ્કોના એન્ડ્રોઇડ અથવા એપલ ડિવાઈઝ (Android or Apple device)માં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી. એપ્લિકેશન પુખ્ત વયના લોકો દ્વારા પહેલેથી પહેરવામાં આવેલી સ્માર્ટ વોચ(wearables device) અથવા ફિટનેસ ટ્રેકરમાંથી ડેટા એકત્રિત કરે છે અને તેને સુરક્ષિત ક્લાઉડ સર્વર (cloud server)માં મોકલે છે. હવે સંશોધનો આ ક્લાઉડ સર્વર પર ડેટાનું વિશ્લેષણ કરી શકે છે.

આ પણ વાંચો: Omicron Virus | ત્રીજી લહેરનો ડર? | Special Report

આ એપ્લિકેશનનો ઉપયોગ ફિટબિટ (Fitbit), એપલ વોચ (Apple Watch), ગાર્મિન ડિવાઇસ (Garmin Devices) અને અન્ય ગેજેટ્સમાં કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ સહભાગીઓના પગલાં, હૃદયના ધબકારા અને ઊંઘની પેટર્નની સંખ્યામાં ફેરફાર જોવા માટે અલ્ગોરિધમ (Algorithm)નો ઉપયોગ કર્યો હતો. અપેક્ષાથી વિવિધ ફેરફારો શોધી કાઢતી વખતે અલ્ગોરિધમ ચેતવણીઓ મોકલે છે.

હાર્ટ રેટ ડેટા
આ અભ્યાસમાં હૃદયના ધબકારામાં થયેલા ફેરફારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે કે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ (Immune System) અને હાર્ટ બીટ કેવી રીતે જોડાયેલા છે. કોરોનાથી સંક્રમિત વપરાશકર્તાના હૃદયના ધબકારામાં ફેરફાર ઓછો દેખાય છે, જ્યારે કોરોના નેગેટિવ વપરાશકર્તાઓ તેમના હૃદયના ધબકારામાં ફેરફાર જુએ છે. હૃદયની ગતિમાં વધુ પરિવર્તનશીલતા સૂચવે છે કે વપરાશકર્તાની નવર્સ સિસ્ટમ એકદમ સક્રિય છે. તે તણાવનો અનુભવ કરવામાં વધુ અસરકારક હોઈ શકે છે.

આ પણ વાંચો: Corona Vaccine: સુરતનાં 7 વર્ષનાં હ્રીધાન પટેલે ઇઝરાયેલ જઇ લીધી પહેલી કોરોના વેક્સિન

ત્રણ દિવસ પહેલા ચેતવણી
આ અભ્યાસ દરમિયાન નવેમ્બર 2020થી જુલાઈ 2021 સુધી દરરોજ 2155થી વધુ વપરાશકર્તાઓને રિયલ ટાઇમ ચેતવણીઓ મળી હતી. તેમજ 2117 સહભાગીઓએ ઓછામાં ઓછો એક સર્વે પૂર્ણ કર્યો હતો. તેમાંથી સંક્રમિત ચેતવણી મેળવનારા 278 લોકોમાંથી 84 લોકોએ ફિટબિટ અથવા એપલ વોચ પહેરી હતી. તેમાંથી 60 લોકોને સંક્રમણની સંભાવના સૂચવતા ચેતવણીઓ મળી હતી. આ સ્માર્ટવોચ મારફતે આ લોકોમાં લક્ષણો વિકસિત થયાના ૩ દિવસ પહેલા એક અસામાન્ય રીડિંગ શોધી કાઢવામાં આવ્યું હતું.
First published:

Tags: Ccoronavirus, Healthy lifestyle, Lifestyle, Smartwatch