કેલ્સિટોનિન રિસેપ્ટર, એક પ્રોટીન જે માતાઓને પોતાના બાળકોની સુરક્ષા માટે જોખમ ઉઠાવવા કરે છે પ્રેરિત

પ્રતિકાત્મક તસવીર

તમામ સ્તનધારિઓના મસ્તિષ્કમાં એક નાના અને મધ્ય ભાગમાં હાઇપોથૈલેમસ હોય છે, જે પ્રમુખ જીવન પ્રક્રિયાઓ સંભાળે છે અને અમુક હોર્મોન્સને નિયંત્રિત કરે છે. કુરોડાની ટીમે પોતાના અગાઉના સંશોધનમાં જણાવ્યું હતું કે, હાઇપોથૈલેમસના એક વિશેષ ભાગમાં પોષણ વ્યવહાર ઉત્પન્ન થાય છે

  • Share this:
આપણે ત્યાં કહેવત છે કે, માં તે માં બીજા બધા વગડાના વા. આ કહેવત થોડામાં જ આપણને ઘણું બધું કહી જાય છે. એક માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ અનન્ય હોય છે. પોતાના બાળકને દરેક મુશ્કેલીથી બચાવવા માતા કોઇ પણ હદ સુધી જઇ શકે છે. પોતે અસંખ્ય દુખો સહન કરી બાળકને હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કરશે. આ વાતો એટલી વ્યાપક રૂપે સ્વીકારવામાં આવે છે કે, પ્રાચીન લોક કથાઓથી માંડીને આજની આધુનિક સંસ્કૃતિમાં પણ તેની અનેક લોક કથાઓ પ્રચલિત છે. પોતાના બાળકને બચાવવા કોઇ પણ હદ સુધી જઇ શકવું તે માતાનો પ્રેમ દર્શાવે છે, જે સંપૂર્ણ નિસ્વાર્થ અને સાચો હોય છે. પરંતુ હાલમાં થયેલી એક શોધમાં આશ્ચર્યચકિત કરે તેવી વાત સામે આવી છે.

માતાઓમાં હોય છે એક ખાસ પ્રોટીન- પોતાના બાળક માટે કંઇ પણ કરી જવાની માતાની ભાવના પાછળ એક પ્રોટીન જવાબદાર હોવાનું સંશોધકોને જાણવા મળ્યું છે. આ પ્રોટીન જ માતાને પોતાના બાળકની સુરક્ષા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેવા પ્રેરે છે. જાપાનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ માદા ઉંદર અને કુંવારી ઉંદર પર એક પ્રયોગ કર્યો હતો. જેમાં તેમણે જાણ્યું કે માતાઓનો જોખમ લેવાનો વ્યવહાર તેના અગ્રમસ્તિષ્કના એક નાના એવા ભાગના કારણે હોય છે. જેમાં કેલ્સિટોનિન રિસેપ્ટર નામક એક પ્રોટીન હોય છે. આ વ્યવહારનો અભ્યાસ કરવાથી વૈજ્ઞાનિકોને મનુષ્યોમાં પણ આ પ્રકારના વ્યવહારને સમજવા માટે મદદ મળી શકે છે.

સંશોધનનું નેતૃત્વ કરનાર કુમી કુરોડાએ એક નિવેદનમાં કહ્યું કે, સંશોધકો માટે આગામી પગલું ગેર-મનુષ્ય પ્રાઇમેટ્સમાં આ વિશેષ પ્રોટીનની ભૂમિકાનું સંશોધન કરવાનું હશે. જે મનુષ્યમાં થનાર અસર સમાન હોવી જોઇએ. પ્રાઇમેટર્સએ મનુષ્યો સહિત સામાજિક સ્તનધારિઓની 200 પ્રજાતિઓનો એક સમૂહ છે.

સ્તનધારિઓના મસ્તિષ્કમાં હોય છે હાઇપોથૈલેમસ- તમામ સ્તનધારિઓના મસ્તિષ્કમાં એક નાના અને મધ્ય ભાગમાં હાઇપોથૈલેમસ હોય છે, જે પ્રમુખ જીવન પ્રક્રિયાઓ સંભાળે છે અને અમુક હોર્મોન્સને નિયંત્રિત કરે છે. કુરોડાની ટીમે પોતાના અગાઉના સંશોધનમાં જણાવ્યું હતું કે, હાઇપોથૈલેમસના એક વિશેષ ભાગમાં પોષણ વ્યવહાર ઉત્પન્ન થાય છે. જોકે, મસ્તિષ્કના આ વિશેષ ભાગમાં ઘણા અલગ-અલગ પ્રકારના ન્યૂરોન્સ હોય છે. માતાપિતાના વ્યવહારમાં ક્યા પ્રકારના ન્યૂરોન્સનું યોગદાન છે તે જાણવા માટે સંશોધકોએ બાળકને એક પ્લેટફોર્મ પર ખતરામાં મૂકી દીધા. જેમાં વર્જીન ઉંદરો સંકોચાઇ રહ્યા હતા અને બાળક સુરક્ષિત હોવાથી તેને પરત લાવવા પ્રયાસો ન કર્યા. જ્યારે માદા ઉંદરે ખતરાની પરવાહ કર્યા વગર બાળકને તરત જ સુરક્ષિત પરત લાવી.

સંશોધકોએ આ પ્રયોગ બાદ જાણ્યું કે માતાઓમાં કુંવારી મહિલાઓની સાપેક્ષમાં આ પ્રોટીનથી પ્રભાવિત ન્યૂરોન્સની માત્રા ઘણી વધુ હોય છે. વર્જિન ઉંદરોમાં અમુક ન્યુરોન્સ સાઇલેન્ટ હતા, તેમણે બાળકને જન્મ આપ્યા બાદ પણ માતાપિતા જેવો વ્યવહાર દેખાડ્યો ન હતો.
First published: