નવી દિલ્હી. એક સ્ટડી અનુસાર કોરોના મહામારી (Coronavirus)ને કારણે માત્ર શારીરિક સ્વાસ્થ્ય (Physical Health) કે અર્થવ્યવસ્થા (Economy) પર જ અસર નથી થઈ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર પણ અસર થઈ છે. જેના કારણે આપઘાતના દરમાં વધારો થયો છે. વેલ્સમાં સ્વાનસી યુનિવર્સિટી (Swansea University), કાર્ડિફ યુનિવર્સિટી (Cardiff University) અને વેલ્સ NHSના સંશોધનકર્તાઓની ટીમના નેતૃત્વ હેઠળ આ અભ્યાસ કરવામાં આવ્યો છે. સ્ટડી અનુસાર કોવિડના કારણે તણાવ સર્જાતા આપઘાતના વધુ વિચાર આવે છે. આ અભ્યાસમાં 12,000 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વોલન્ટીઅર્સને UKના પહેલા લોકડાઉન (Lockdown) વિશે અનુભવ શેર કરવાનું કહ્યું હતું. જર્નલ અરકાઈવ્સ ઓફ સ્યુસાઈડ રિસર્ચ (Archives of Suicide Research)માં તેના પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં સોશ્યલ આઈસોલેશન, ઘરેલુ દુર્વ્યવહાર, સંબંધની સમસ્યાઓ અને નાણાંકીય સમસ્યાઓ સાથે આપઘાતના વિચારો જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
જોકે, આ સમસ્યાનો સામનો કરતા દરેક વ્યક્તિને આપઘાતના વિચાર આવતા હોય તે જરૂરી નથી. ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં આશાઓ ધરાવતા લોકો પર આવા દબાણની ઓછી અસર થાય છે.
સ્વાનસી યુનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું કે, “આ સ્ટડીની મદદથી જાણી શકાય છે કે કેવા પ્રકારના તણાવને કારણે લોકોને આપઘાતના વિચાર આવે છે. લોકડાઉનમાંથી બહાર આવવાને કારણે આ પ્રકારના આપઘાતના વિચારોમાં ઘટાડો આવી થઇ છે, પરંતુ કેટલાક લોકોને સતત આ પ્રકારના વિચારો આવે છે.”
કાર્ફિડ યુનિવર્સિટીના પ્રોફેસર રૉબર્ટ સ્નોડેને જણાવ્યું કે, “આ પ્રકારના તણાવથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું છે. આ કઠિન સમયમાં લોકોમાં ભવિષ્ય માટેની એક નવી આશા લાવવાની જરૂર છે, જેથી તેઓ આ સમયમાંથી પસાર થઈ શકે.”
રિસર્ચરો અનુસાર ભવિષ્ય માટેની એક નવી આશાથી લોકોમાં આ પ્રકારના તણાવ અને વિચારોને દૂર કરી શકાય છે.
સ્વાનસી યુનિવર્સિટીના જેમ્સ નોલ્સે જણાવ્યું કે, “આ સંકટ માટેના લોકોના રિસ્પોન્સીસ ડિપ્રેશનના સરળ માર્ગને અનુસરતા નથી. આ સંકટમાં લોકોની પરિસ્થિતિ યોગ્ય થઈ છે કે નહીં, કે પછી આ પરિસ્થિતિમાં શું લોકો વધુ ઈમ્યુન થઈ રહ્યા છે કે કેમ, તે વિશે કંઈ પણ કહી શકાય નહીં. આ પરિસ્થિતિમાં લોકોને યોગ્ય રિસ્પોન્સ આપીને પીડિત લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મદદ કરી શકીએ છીએ.”
" isDesktop="true" id="1101274" >
તમને અથવા અન્ય કોઈને મદદની જરૂરિયાત હોય તો આ હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આસરા (મુંબઈ) 022-27546669, સ્નેહા (ચેન્નઈ) 044-24640050, સુમૈત્રી (દિલ્હી) 011-23389090, કૂજ (ગોવા) 0832- 2252525, જીવન (જમશેદપુર) 065-76453841, પ્રતિક્ષા (કોચી) 048-42448830, મૈત્રી (કોચી) 0484-2540530, રોશની (હૈદરાબાદ) 040-66202000, લાઈફલાઈન (કોલકાતા) 033-64643267.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર