કેનબરા : ચાની જેમ કોફી પણ કરોડો લોકો પીવે છે. કોફી જીવનશૈલી સાથે જોડાયેલી છે. જેથી તેના પર અવારનવાર અભ્યાસ થાય છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા એક સંશોધન થયું હતું. જેમાં સામે આવ્યું હતું કે, રોજના 6 કપથી વધુ કોફી પીવામાં આવે તો તેની સીધી અસર મગજ પર પડે છે. વધુ પડતી કોફી પીનાર લોકોની યાદશક્તિ ઘટવા (ડીમેંશિયા)નો ખતરો 58 ટકા જેટલો હોય છે. આ સાથે સ્ટ્રોક આવવાની દહેશત પણ રહે છે.
કોફીન મગજ પર કરે છે અસર
કોફીમાં કેફીન નામનું તત્વ મળી આવે છે. જે મગજની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. પરિણામે વ્યક્તિ રિલેક્સ અનુભવે છે. પરંતુ કેફીનનું પ્રમાણ વધી જાય તો તે મગજ પર ખરાબ અસર પાડે છે. જેમાં વ્યક્તિને ઊંઘ ન આવવાની તકલીફ ઊભી થાય છે.
કોફીન કારણે આંખોને નુકસાન થતું હોવાનું તારણ પણ રિસર્ચમાં મળ્યું છે. ન્યુયોર્કના સિનાઇની આઈકન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધક દ્વારા કરવામાં આવેલું આ રિસર્ચ ઓપથેમોલોજી જર્નલમાં પ્રકાશિત થયું હતું. જેમાં જણાવાયું હતું કે, કેફિનનો વધુ પડતો ઉપયોગ ગ્લુકોમાનું જોખમ વધારે છે. રિસર્ચ મુજબ ખાનપાનની આદત અને જેનેટિકના કારણે ગ્લુકોમા થઈ શકે છે. પરિવારમાં કોઈને ગ્લુકોમા હોય તો તેવા લોકોએ કેફિનનો ઉપયોગ ઓછો કરી નાખવો જોઈએ.
" isDesktop="true" id="1118611" >
લોહીમાં શર્કરાનું લેવલ વધે છે
ચા કોફીના સેવનથી લોહીમાં શર્કરા (blood sugar) વધવાનો ખતરો રહે છે. જે આંખમાં ધૂંધળું દેખાવા પાછળ જવાબદાર હોય શકે છે. ગ્લુકોમા થવા સાથે કેફીનને સીધો સબંધ નથી. પરંતુ ગ્લુકોમા થવાનો ખતરો વધી જાય તેવી સ્થિતિ તે આંખમાં ઉભી કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર