Home /News /lifestyle /

લોહીના ગઠ્ઠા જામવાથી થઈ શકે છે લોન્ગ કોવિડ, જો થોડી થોડી વારે થાક લાગે તો કરાવી લો તપાસ

લોહીના ગઠ્ઠા જામવાથી થઈ શકે છે લોન્ગ કોવિડ, જો થોડી થોડી વારે થાક લાગે તો કરાવી લો તપાસ

પ્રતિકાત્મક તસવીર

આયર્લેન્ડ (Ireland)ના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો છે, કે શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાથી લોન્ગ કોવિડ (Long Covid)ની સમસ્યા થઈ શકે છે. વૈજ્ઞાનિકો જણાવે છે, કે થાક લાગવા પર અને શારીરિક ફિટનેસમાં ફેરફાર થાય તો દર્દીએ તપાસ કરાવવી જોઈએ કે, તેમના શરીરમાં લોહીના ગઠ્ઠા થયા છે કે નહીં.

વધુ જુઓ ...
આયર્લેન્ડ (Ireland)ના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો છે, કે શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાથી લોન્ગ કોવિડ (Long Covid)ની સમસ્યા થઈ શકે છે. વૈજ્ઞાનિકો જણાવે છે, કે થાક લાગવા પર અને શારીરિક ફિટનેસમાં ફેરફાર થાય તો દર્દીએ તપાસ કરાવવી જોઈએ કે, તેમના શરીરમાં લોહીના ગઠ્ઠા થયા છે કે નહીં. આયર્લેન્ડની RCSI યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સના સંશોધનકર્તાઓએ રિસર્ચ કર્યું છે. તેમણે જણાવ્યું કે, અમે લોન્ગ કોવિડથી પીડાતા 50 લોકો પર સ્ટડી કરી છે. શરીરમાં બ્લડ ક્લોટિંગ થયું છે કે નહીં, તે જાણવા માટે આ રિસર્ચ કરવામાં આવ્યું છે.

આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો સ્વસ્થ છે તેમની સરખામણીએ લોન્ગ કોવિડના દર્દીઓમાં લોહીના ગઠ્ઠા થવાની સમસ્યા જોવા મળી હતી. કોરોના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓમાં ક્લોટિંગ માર્કરમાં વધારો જોવા મળ્યો હતો. લોન્ગ કોવિડનો મેડિકલ ભાષામાં કોઈ ઉલ્લેખ નથી. સરળતાથી કહેવામાં આવે તો, કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કોરોનાના કોઈને કોઈ લક્ષણો જોવા મળવા. કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ અનેક મહિનાઓ સુધી આ સમસ્યાનો સામનો કરવો. લાંબા સમય સુધી આ પ્રકારની સમસ્યા થવી તે લોન્ગ કોવિડ છે.

દુનિયાના લાખો લોકો આ સમસ્યાનો સામનો કરવો

સંશોધનકર્તા હેલેન ફોગાટીએ જણાવ્યું કે, રિસર્ચ પરથી જાણવા મળ્યું છે, કે લોહીના ગઠ્ઠા જામવા તે લોન્ગ કોવિડનું એક લક્ષણ છે. આ દર્દીઓમાં સોજો આવવાના મામલા ઓછા થઈ રહ્યા છે, પરંતુ લોહીના ગઠ્ઠા થવાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સંશોધનકર્તા પ્રો. જેમ્સ ઓ ડોન્નલ અનુસાર લોન્ગ કોવિડ શા માટે થાય છે, તે કારણને સમજ્યા બાદ જ તેનો યોગ્ય ઈલાજ થઈ શકે છે. સમગ્ર વિશ્વમાં લાખો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

10 અંગો સાથે જોડાયેલ 200થી વધુ લક્ષણો જોવા મળે છે

યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનકર્તા જણાવે છે, કે લોન્ગ કોવિડના દર્દીઓમાં 10 અંગો સાથે જોડાયેલ 200થી અધિક લક્ષણો જોવા મળી શકે છે. રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ જે દર્દીઓમાં લોન્ગ કોવિડના લક્ષણો જોવા મળે છે, તેમના પર વૈજ્ઞાનિકોએ સ્ટડી કરી છે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે, કે લોન્ગ કોવિડના દર્દીઓમાં થાક, બેચેની અને સમજવા વિચારવાની ક્ષમતામાં ઘટાડો થવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. ઉપરાંત ઠંડી લાગવી, ખંજવાળ આવવી, મહિલાઓના માસિક ધર્મમાં ફેરફાર થવો, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન, હાર્ટ પેલ્પિટેશન, યૂરિન સ્ટોર કરતી બ્લેડરને કંટ્રોલ ના કરી શકવી. સ્મૃતિશક્તિ ઓછી થઈ જવી, આછુ આછુ દેખાવું, ડાયેરિયા, કાનમાં અવાજ સંભળાવો અને દાદર જેવા લક્ષણો જોવા મળ્યા છે.

આ પણ વાંચો: કસરત કરવામાં આળસ થાય છે? તો પથારીમાં સુતા સુતા આવી રીતે કરો કેલરી બર્ન

આ લક્ષણો ક્યાં સુધી જોવા મળશે, તેની ખૂબ જ ઓછી જાણકારી છે

યુનિવર્સિટી કોલેજ લંડનની ન્યૂરોસાયન્ટિસ્ટ એથેના અક્રમી જણાવે છે, કે આ પ્રકારના દર્દીઓમાં કેટલા પ્રકારના લક્ષણો જોવા મળશે, તેની ખૂબ જ ઓછી જાણકારી હોય છે. જેમ જેમ સમય જતો જાય છે, તેમ તેમ લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કેટલા ગંભીર હોય છે, તેની રોજબરોજની જિંદગી પર શું અસર પડે છે, તેના વિશે જાણકારી બાદમાં મળે છે. અત્યાર સુધી થયેલ રિસર્ચમાં જાણવા મળ્યું છે, કે લોન્ગ કોવિડના મામલામાં લક્ષણો 35 સપ્તાહ બાદ પણ જોવા મળે છે. આ સમસ્યા થવાનું જોખમ 91.8% સુધી રહે છે. રિસર્ચમાં શામેલ થયેલ 3,762 દર્દીઓમાંથી 3,608 (96%) દર્દીઓમાં આ પ્રકારના લક્ષણો 90 દિવસ બાદ પણ જોવા મળ્યા હતા. 65% દર્દીઓ એવા હતા, કે જેમનામાં 180 દિવસ સુધી આ લક્ષણો જવા મળ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन