Home /News /lifestyle /પ્રેગનન્સી પછી કયા અઠવાડિયામાં સ્ટ્રેચ માર્ક્સ શરીર પર પડવાના થાય છે શરૂ, આ ઉપાયોથી કરો દૂર
પ્રેગનન્સી પછી કયા અઠવાડિયામાં સ્ટ્રેચ માર્ક્સ શરીર પર પડવાના થાય છે શરૂ, આ ઉપાયોથી કરો દૂર
આ રીતે સ્ટ્રેચ માર્ક્સમાંથી મેળવો રાહત
stretch marks remove tips: પ્રેગનન્સી પછી મોટાભાગના મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સ પડતા હોય છે. આ એક એવી સમસ્યા છે જે દરેક મહિલાઓને ગમતી હોતી નથી. જો કે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાતો નથી, પરંતુ આને ઓછુ કરી શકાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સી પછી મહિલાઓના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ પડતા હોય છે. આ સ્ટ્રેચ માર્ક્સને કારણે અનેક મહિલાઓ શરમ અનુભવતી હોય છે. મહિલાઓને આ ટાઇપના સ્ટ્રેચ માર્ક્સ જરા પણ પસંદ હોતા નથી. જો કે પ્રેગનન્સીનો સમય ગાળો એવો છે જેમાં વજન વધે છે અને પછી જ્યારે વજન ઉતરવા લાગે ત્યારે સ્ટ્રેચ માર્ક્સ દેખાવા લાગે છે. આ સ્ટ્રેચ માર્ક્સમાંથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ અનેક ઘણાં ઉપાયો કરતી હોય છે. તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે મહિલાઓને સ્ટેચ માર્ક 13માં અઠવાડિયાથી લઇને 21માં અઠવાડિયાની વચ્ચે આ સમસ્યા થવા લાગે છે.
જો કે આ એક એવી સમસ્યા છે જેને તમે ઓછા કરી શકો છો. પરંતુ જો તમે એવું વિચારો છો કે મારા શરીર પર એક પણ સ્ટ્રેચ માર્ક્સના પડે તો પોસિબલ નથી. તો જાણો તમે પણ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટેના આ સરળ ઉપાયો.
આ સરળ ઉપાયો પર કરી લો નજર
તમે સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરવા ઇચ્છો તો સૌથી પહેલા તમારું વજન ઉતારો.
આ સાથે જ તમે સૌથી વધારે પાણી પીવો. પાણી વધારે પીવાથી આ સમસ્યામાં થોડો ફેર પડે છે.
સ્ટેચ માર્ક્સ પર તમે સરસિયાના તેલથી પણ માલિશ કરી શકો છો. આ તેલ તમારે થોડુ હુંફાળુ કરીને લગાવવું. ઠડું તેલ જોઇએ એ પ્રમાણમાં અસર કરતું નથી.
એવો આહાર લો જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય.
ખાસ કરીને સવારના તડકામાં બેસવાનું રાખો.
સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે નારિયેળ તેલ લગાવો. આ માટે તમે નારિયેળ તેલથી મસાજ કરી શકો છો. આ માટે તમે નારિયેળ તેલ એક વાટકીમાં લો અને પછી આ તેલથી સ્ટ્રેચ માર્ક્સ પર મસાજ કરો અને આખી રાત આ તેલ એમ જ રહેવા દો. ત્યારબાદ સવારમાં સ્નાન કરી લો.