ગુસ્સો આવ્યો હોય કે આળસ ચડી હોય, ખરાબ મૂડને ફ્રેશ બનાવી નાખશે આ ચોકલેટ ટી

મૂડ ખરાબ હોય, ગુસ્સો કે પછી આળસ ચડી હોય ત્યારે આ ગરમા ગરમ "ચોકલેટ ટી"ની ચૂસ્કી માણી, શીખી લો કેવી રીતે બનાવશો આ ખાસ ચા...

મૂડ ખરાબ હોય, ગુસ્સો કે પછી આળસ ચડી હોય ત્યારે આ ગરમા ગરમ "ચોકલેટ ટી"ની ચૂસ્કી માણી, શીખી લો કેવી રીતે બનાવશો આ ખાસ ચા...

 • Share this:


  "ચા " ના રસિયાઓને કોઈ પણ જગ્યાએ કેમ ન ઉભા હોય, ચા માટેકોઈ ના ન જ પાડી શકે. અને એમાં પણ આપણો મૂડ ખરાબ હોય, ગુસ્સો આવતો હોય કે પછી આળસ ચડી હોય ત્યારે શું કરવું? તો ચાલો આજની આ નવી ચોકલેટ ટીની રેસીપિ શીખવા તી જાવ તૈયાર..  આ ગરમા ગરમ "ચોકલેટ ટી"ની ચૂસ્કી માણી આ તકલીફો અને સ્ટ્રેસને ઝટપટ દૂર કરી શકાય છે.

  ચોકલેટ ટી બનાવવા માટેની સામગ્રી :-

  1 કપ દૂધ
  1/2 ચમચી ચા
  1 ઈલાયચી
  1/2 ચમચી ખાંડ
  1 નાની ડેરી મિલ્ક ચોકલેટ
  ચોકલેટ સોસ 1 સ્પૂન

  ચોકલેટ ટી બનાવવા માટેની રીત :- સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઈ તેમાં ચા, ખાંડ અને ઈલાયચી ઉમેરી બરોબર ઉકાળો. આ ચા માં 2-3 ઉભરા આવી જાય અને સરખી રીતે ઉકળી જાય એટલે તેમાં ડેરી મિલ્ક ચોકલેટ ઉમેરો. આ ચોકલેટ ઓગળી જાય એટલે તેને ચા ના કપમાં કાઢી તેમાં ચોકલેટ સોસ મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો. મૂડ ખરાબ હોય, ગુસ્સો આવતો હોય કે પછી આળસ ચડી હોય ત્યારે આ ગરમા ગરમ "ચોકલેટ ટી"ની ચૂસ્કી માણી આ તકલીફો અને સ્ટ્રેસને ઝટપટ દૂર કરી શકાય છે. અને આ ચોકલેટ ટી બનાવવા માટેની દરેક સામગ્રી તમને દરેક સુપર માર્કેટમાંથી આસાનીથી મળી જશે.

  આ પણ વાંચો: ઓફિસમાં સહકર્મીઓ સાથે ભોજન કરો, થશે મોટો ફાયદો

  આ પણ વાંચો:  ઘર પાસે જ પીપળાનું ઝાડ હોવાના 10 ફાયદા, આટલા રોગોમાં ગુણકારી

  Published by:Bansari Shah
  First published: