સ્પર્મ કાઉન્ટને ગંભીર રીતે પ્રભાવિત કરે છે તણાવઃ સ્ટડી

News18 Gujarati
Updated: March 26, 2020, 3:15 PM IST
સ્પર્મ કાઉન્ટને ગંભીર રીતે પ્રભાવિત કરે છે તણાવઃ સ્ટડી
પિતા તણાવમાં હોય તો તેની અસર ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના મસ્તિષ્કના વિકાસને પ્રભાવિત કરી શકે છે

પિતા તણાવમાં હોય તો તેની અસર ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના મસ્તિષ્કના વિકાસને પ્રભાવિત કરી શકે છે

  • Share this:
મુંબઈઃ એક અધ્યયન મુજબ, લાંબા સમય સુધી ભય અને ચિંતાથી એક વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડવાની સાથોસાથ તે વ્યક્તિના શુક્રાણુ ઉપર પણ ખરાબ અસર કરી શકે છે. નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ, જૈવિક તંત્રની રૂપરેખાથી જાણી શકાય છે કે જો પિતા તણાવથી પરેશાન છે તો તેની અસર ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના મસ્તિષ્કના વિકાસને પ્રભાવિત કરી શકે છે.

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ કહ્યું કે, પૈતૃક તણાવનો પ્રભાવ બ્રાહ્યા કોશિકીય ફેરફારો દ્વારા તેમના સંતાનોમાં સ્થળાંતરિત થઈ શકે છે.

એક્સ્ટ્રાસેલ્યૂલર વેસિકલ્સ નાના કણ હોય છે જે પ્રોટીન, લિપિડ અને ન્યૂક્લિક એસિડને કોશિકાઓની વચ્ચે લઈ જાય છે. રીસર્ચરોનું કહેવું છે કે આ વેસિકલ્સ રિપ્રોડક્ટિવ ટ્રેક્ટમાં મોટી માત્રામાં હોય છે અને શુક્રાણુના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ પણ વાંચો, Lock Downમાં જૂનો દિવસો પાછા આવશે, રામાયણ અને મહાભારતની થશે વાપસી!

અધ્યયનના લેખક ટ્રસી બેલે જણાવ્યું કે, આટલા બધા કારણ છે કે તણાવને ઓછી કરવા વિશેષ રૂપે હવે ફાયદારૂપ છે જ્યારે આપણા તણાવનું સ્તર લાંબા સમય સુધી વધી જાય છે અને આગામી થોડા મહિના સુધી આવું રહેશે.

બેલે PTI સાથેની વાતચીતમાં કહ્યું કે, તણાવને ઠીકથી મેનેજ કરવાથી માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત અન્ય તણાવ સંબંધી બીમારીઓમાં સુધાર આવી શકે છે પરતું રિપ્રોડક્ટિવ સિસ્ટમ (પ્રજનન પ્રણાલી) પર સંભવિત પ્રભાવને ઓછા કરવામાં મદદ મળી શકે છે. આવું કરવાથી જન્મ લેનારા બાળકો ઉપર પણ નકારાત્મક પ્રભાવ નહીં પડે.આ પણ વાંચો, કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ
First published: March 26, 2020, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading