સંજીવનીના ગૌરવ સમાન કહાનીઓ

બેશકપણે, ખૂબ જ વ્યાપક રીતે ફેલાતી ખોટી માહિતી અને અવિશ્વાસના માહોલ વચ્ચે સાચો માર્ગ અનુસરવાનું કામ કોઇપણ વ્યક્તિ માટે હિંમતભર્યું પગલું કહી શકાય. અમૃતસર જિલ્લાના બલ્લારહવાલ ગામની જ વાત કરો

બેશકપણે, ખૂબ જ વ્યાપક રીતે ફેલાતી ખોટી માહિતી અને અવિશ્વાસના માહોલ વચ્ચે સાચો માર્ગ અનુસરવાનું કામ કોઇપણ વ્યક્તિ માટે હિંમતભર્યું પગલું કહી શકાય. અમૃતસર જિલ્લાના બલ્લારહવાલ ગામની જ વાત કરો

 • Share this:
  કહેવાય છે કે, ઘોર અંધારી રાતમાં તારા સૌથી વધુ ચમકે છે. કોવિડ-19ના સંક્રમણના વારાફરતી ચરણ આવવાના કારણે દેશના અર્થતંત્ર અને લોકોની ભાવનાઓ પર તેની ઘેરી અસર પડી છે, જોકે, આપણામાં રહેલા કરૂણાભાવ અને ભરોસાની વ્યાપક લાગણીને આગળ લાવવામાં તેણે મદદ પણ કરી છે. Federal Bank Ltd ની CSR પ્રવૃત્તિના ભાગરૂપે શરૂ કરવામાં આવેલા ભારતના સૌથી મોટા રસીકરણ અંગે જાગૃતિના અભિયાન Network18 સંજીવની - અ શોટ ઓફ લાઇફ, જેણે સફળતાપૂર્વક આરોગ્ય અને ઇમ્યુનિટી માટે રાષ્ટ્રીય ચળવળ ચલાવી છે અને તેનાથી સામાન્ય ભારતીયોને તેમના સમુદાયોને સાજા કરવાની તેમની ઝંખનામાં વધુ આગળ અને ઉપર જવા માટે સશક્ત બનાવ્યા છે તેમાં આ બાબત ખૂબ જ યથાર્થરૂપે અંકિત કરેલી છે.

  પડકારો સામે ઉદય
  ઉદાહરણ તરીકે, નાસિકના અશફાક શેખની વાત જ લઇ લો. મહારાષ્ટ્રના સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી એક જિલ્લામાં આવેલા આ ગામમાં સંજીવની અભિયાન પહોંચ્યું ત્યાં સુધીમાં અશફાકે પહેલાંથી જ '108 હેલ્પલાઇન આસિસ્ટન્સ'નું ઉપનામ મેળવી લીધું હતું. બીજા ચરણમાં જ્યારે મહામારી તેના સર્વોચ્ચ સ્તરે હતી તેવા સંજોગોમાં 300 દર્દીઓને બેડ શોધવામાં મદદ કરીને હંમેશા લોકોને મદદરૂપ થવાની તેમની ઇચ્છાશક્તિના કારણે આ ઉપનામ તેમના માટે ખૂબ જ યોગ્ય પણ છે. સંજીવનની ઓન-ગ્રાઉન્ડ ટીમની મદદથી, તેઓ હવે આ સમુદાયને વધુ સલામત રાખવા માટે લોકોને ઇમ્યુનાઇઝેશન વિશે માહિતગાર કરીને તેમજ રસીકરણ માટે તેમની નોંધણી કરાવીને વધુ સક્રીય પગલાં લઇ રહ્યાં છે.

  બેશકપણે, ખૂબ જ વ્યાપક રીતે ફેલાતી ખોટી માહિતી અને અવિશ્વાસના માહોલ વચ્ચે સાચો માર્ગ અનુસરવાનું કામ કોઇપણ વ્યક્તિ માટે હિંમતભર્યું પગલું કહી શકાય. અમૃતસર જિલ્લાના બલ્લારહવાલ ગામની જ વાત કરો જ્યાં જસ્કારન સામાજિક કલંક અને સમાજમાંથી પડતા મૂકવાની ચિંતા છોડીને બહાર આવ્યા અને પોતે તેમજ તેમની માતાએ રસી લીધી. સંજીવનીની ઓન-ગ્રાઉન્ડ ટીમની ઉપસ્થિતિના કારણે આરોગ્ય અને ઇમ્યુનિટી સંબંધિત તેમની દલીલોનું વધારે વજન પડ્યું અને એક સમયે રસી અંગે શંકા ધરાવતા તેમના પડોશીઓને પણ રસીકરણ કરાવવા માટે માનવવાનું તેમના માટે વધુ સરળ બની ગયું.

  આપણે જરૂર છે તેવો મદદનો હાથ
  દેશના વધુ સજ્જ હિસ્સાઓમાં આવા સશક્ત નિર્ણયો લેવાનું કદાચ સામાન્ય હોઇ શકે છે. પરંતુ એ લોકોના વિશે શું જેઓ આપણા હેલ્થકૅર સેટઅપના હાંસિયામાં ધકેલાઇને ભૂલાઇ ગયા છે? ગ્રામીણ દક્ષિણ કન્નડામાં રહેતા મનોહર અને તેના પરિવારની કહાની ખાસ કરીને તેમણે કટોકટીના સમયમાં કરેલા સંઘર્ષ પર પ્રકાશ પાડે છે. તેમના વૃદ્ધ માતા-પિતાને રસી અપનાવવાની તેમની યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન અને આસપાસમાં આરોગ્ય સુવિધાોના અભાવના કારણે પૂરી ના થઇ શકી. તેઓ જાણે બચવા માટેની રસીકરણની જાળીમાંથી લપસીને પડી રહ્યાં હોય તેવી સ્થિતિ લાગતી હતી તેવા સંજોગોમાં જ, તેમના બચાવ માટે સંજીવની અભિયાન આવ્યું, તેમના પરિવારને રસી અંગે માહિતી આપી અને તેમની રસીકરણની એપોઇન્ટમેન્ટ્સ માટે મુસાફરીની વ્યવસ્થા પણ કરી આપી.

  કંઇક આવો જ કિસ્સો ગુંતુરના કવુરુ ગામના રહેવાસી રામદુનો છે. સંજીવનીની ગાડી તેમના સમુદાય સુધી પહોંચી ત્યારે, તેઓ કોવિડ-19 વિશે બહુ જ ઓછી જાણકારી ધરાવતા હતા. વાન પરથી બતાવવામાં આવેલા માહિતીસભર વીડિયોના કારણે તેણી કોવિડ-19 માટે યોગ્ય આચરણ અને રસીકરણના મહત્વ વિશે જાણી શક્યા. પૂરતી જાગૃતિ ધરાવતા લોકો કેટલીક વખત, પોતાની જાતે જ આરોગ્ય અને સુખાકારીના એમ્બેસેડર બની જતા હોય છે. આવું જ કંઇક ઇન્દોરના સાંવેર ગામના પ્રતિભા ભદૌરિયાના કિસ્સામાં થયું છે.ASHA NGO સાથે સંકળાયેલા એક્ટિવિસ્ટ પ્રતિભાએ કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને રસીકરણ સંબંધિત ભ્રમણાઓ દૂર કરવા માટે અથાક કામ કર્યું છે. સંજીવની અભિયાને સમુદાયને સુરક્ષિત રાખવા માટેના તેમના પ્રયાસોને વધારે વેગ આપ્યો છે.

  આ બધી જ કહાનીએ એક એવો વિજય બતાવે છે જે કોઇ દિશામાં કરેલા પ્રયાસની તાકાત બતાવીને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ બનાવે છે. તમામ Network18 TVઅને ડિજિટલ ચેનલો પર સ્પેશિયલ ફીચર્સ તરીકે આ કહાનીઓના પ્રસારણ દ્વારા તમે પણ જીવનમાં આવતી સંજીવનીના સાક્ષી બની શકો છો. અમારી સાથે જોડાયેલા રહેવાનું યાદ રાખો અને આરોગ્ય તેમજ સુખાકારી માટેના ભારતના સંઘર્ષમાં મદદનો હાથ લંબાવો.
  Published by:Margi Pandya
  First published: