Home /News /lifestyle /કામ સાથે કસરત શરીરને રાખે ચુસ્ત, એટલું કરશો તો હળવાફુલ રહેશો!

કામ સાથે કસરત શરીરને રાખે ચુસ્ત, એટલું કરશો તો હળવાફુલ રહેશો!

પ્રતિકાત્મક તસવીર

ઓફિસે બેઠાડુ કામ રહેતું હોય તો દરરોજ ઓછામાં ઓછી 24 મિનિટની કસરત કરવી જોઈએ

  કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. મોટાભાગે બેઠાડુ કામ રહેતું હોય છે, આવી સ્થિતિમાં શરીર પ્રવૃત્તિમય રહે તે જરૂરી છે. જોકે, આ બાબત માત્ર વર્ક ફ્રોમ હોમ સાથે જ સંકળાયેલી નથી. ઓફિસે પણ બેઠાડુ કામ રહેતું હોય તો દરરોજ ઓછામાં ઓછી 24 મિનિટની કસરત કરવી જોઈએ. 8 કલાકમાં દર કલાકે 3 મિનિટની કસરત જરૂરી છે. આ કસરત ફિટનેસ અને આરોગ્ય માટે ફાયદાકારક નીવડશે.

  દરરોજ 24 મિનિટની કસરત સાથે 10 મિનિટનું વૉકિંગ કરવું જોઈએ. આવી રીતે દિવસની 34 મિનિટ લેખે 5 દિવસની કુલ 170 મિનિટ કસરત થાય. વિશ્વ આરોગ્ય આરોગ્ય સંસ્થાના મત મુજબ સ્વાસ્થ્ય માટે સપ્તાહની 150 મિનિટની કસરત શરીર માટે લાભદાયી છે.

  દર કલાકે કે ઉઠવા બેસવાનું રાખો

  એક જગ્યાએ લાંબા સમય સુધી સળંગ બેસી રહેવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. માટે દર કલાકે એક વખત ઉભું થવું, બેસવું જોઈએ. જોકે, આ કસરતની પદ્ધતિ અલગ છે. બેસતી વખતે સીટ ઉપર સંપૂર્ણ બેસવાનું નથી. માત્ર ટચ થઈ તેવી રીતે બે પગના જોરે રહેવાનું છે. આવી રીતે તબક્કાવાર ઉભા થાવ. આ કસરત 3 મિનિટ કરો.

  આ પણ વાંચો - 9 એપ્રિલથી IPL 2021 શરૂ થશે, 30 મે ના રોજ ફાઇનલ રમાશે- રિપોર્ટ

  હાથ હલાવી સ્નાયુ હળવા કરો

  સતત ટાઈપિંગ કરવાના કારણે હાથ જકડાઈ જતા હોય છે. માટે હાથની હલનચલન જરૂરી છે. ઘણી વખત સ્નાયુનો દુઃખાવો પણ થઈ શકે છે. માનસિક અસર પણ થાય છે. હાથની કસરતો કરવા માટે, એક સમયે એક હાથ તરફ ધ્યાન કેન્દ્રિત કરો. સ્થિર કરવા માટે તમે તમારા ડેસ્ક પર હાથની કોણી આરામ કરો. મુઠ્ઠી વળી બનાવો અને પછી તમારો હાથ ખોલો અને તમારી આંગળીઓને શક્ય તેટલી ખોલો પંજો પહોળો કરો. આ કસરતનું પાંચ વખત પુનરાવર્તન કરો.

  પગને પણ હલાવો

  હાથની જેમ પગને પણ હળવા કરવા જરૂરી છે. થોડી મિનિટોની કસરત પગને આરામ આપે છે. પગની ઘૂંટીને આરામ મળશે. શૂઝ અને મોજા કાઢી રિલેક્સ કરો. એક પગ ઉપર બીજો પગ વાળો, ઉપરના પગ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પગના અંગૂઠાને ઉપર અને નીચે ફેરવો. પછી તમારા પગને પાછળની આંગળીઓ તરફ લઈ જવા માટે પ્રયાસ કરો. આ રીતે 10 વાર પુનરાવર્તન કરો. પછી ધીમે ધીમે તમારા પગની ઘૂંટીને એક દિશામાં 10 વાર ગોળ ગોળ ફેરવો. આવી જ રીતે વિરુદ્ધ દિશામાં ફેરવો. અંતે ઉભા તમારા પગને બહારની બાજુએ વળી તમારા વજનને સમાન રીતે રાખો, અંદર તરફ વજન લઈ જાવ. ત્યારબાદ તમારા પગને અંદરની તરફ ખસેડો જ્યારે બહારની ધારને ઉપાડવાનો પ્રયાસ કરો. આવું 10 વખત કરો.

  ડાન્સ સ્ટેપ પણ એક પ્રકારની કસરત

  બપોરે જમ્યા બાદ માનસિક અને શારીરિક ઉર્જા ઓછી થઈ જાય છે. માટે ચા કે કોફીના ઘૂંટડા ભરવાની જગ્યાએ તમને ગમતાં સંગીત ઉપર ડાન્સ સ્ટેપ લો. એકંદરે નૃત્ય કરો. મોટાભાગના ગીત 4 મિનિટ જેટલા હોય છે. જેથી ગીત ઉપર ડાન્સ 4 મિનિટ જેટલી કસરત સમાન થશે.

  વર્ક ફ્રોમ હોમ અને ઝૂમ જેવા અનેક નવા પાસા કોરોના વાયરસે બતાવ્યા છે. હવે મોટાભાગની મિટિંગ ઝૂમના માધ્યમથી થાય છે. આવી સ્થિતિમાં ઉભા ઉભા મિટિંગ પણ શરીરને મોકળાશ આપે છે. ઉભા ઉભા મિટિંગમાં હાજરીની સાથે પગને ઉપર નીચે કરતા જાવ. વર્ક દરિમયાન શરીર ઉપર માનસિક તાણનો અનુભવ પણ થાય છે. માટે કામ વચ્ચે કયારેક હળવા એટલે કે રિલેક્સ થઈ જાવ. ઊંડા શ્વાસ લો.
  " isDesktop="true" id="1077665" >

  ચાલવાનું ભૂલશો નહીં

  ચાલવાથી શરીરને અગણિત ફાયદા થાય છે. દરરોજ 10 મિનિટ ચાલવાથી ફેટ ઘટે છે. હૃદય તંદુરસ્ત બને છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Gujarati news, Latest gujarati news, Latest News, Latest today news

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन