ફિટ રહવું અને વજન ઘટાડવો આ બંને વસ્તુ કરવી ખુબ જ અઘરી હોય છે. ફિટ રહેવા માટે તમારે તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો પડે છે. જેમાં જંક ફુડ પર બેન લગાવવો પડે છે. આ સાથે જ હેલ્ધી ડાઈટ અને નિયમિત રૂપથી એક્સરસાઈઝ પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે.
જો તમે ફિટ રહેવા માગતા હોય અને બિમારીઓથી બચવા માંગતા હોય તો તમે તમારા ડાઈટમાં નમક, ખાંડ અને તેલને ફટાફટ ઓછુ કરી દો. આવુ કરવાથી તમારી લાઈફસ્ટાઈસ સાથે જોડાયેલી ઘણી બધી બિમારીઓથી તમને છુટકારો મળશે. જો જમવામાં આ ત્રણ વસ્તુ ઓછી કરવામા આવે તો વજન ઘટાડવો, હાઈ બ્લડ પ્રેશર, ડાયબિટીસ અને હ્રદય સાથએ જોડાયેલી બિમારીઓ રોકી શકાય છે.
શું તમે આ વાત જાણો છો?
કે આપણે દિવસમાં 5 ગ્રામથી વધારે નમક ન ખાવું જોઈએ.
2 નાની ચમચીથી વધારે ખાંડ ન ખાવી જોઈએ.
તેલ પણ દિવસ દરમિયાન માત્ર 2 ચમચા જ લેવું જોઈએ.
પરંતુ આપણે ભારતીયો સ્વાસ્થય પર ધ્યાન આપવાના બદલે સ્વાદિષ્ટ ખોરાક પર ધ્યાન આપીએ છીએ.
રસોઈને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેલનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. જેથી તે નુકસાન પહોંચાડે છે. આજના સમયમાં અંદાજીત 7 કરોડ લોકો ડાયબિટીસની સમસ્યા સાથે જોડાયેલા છે. જે લાઈફસ્ટાઈ સારી ન હોવાના કારણે બને છે.
બદલાતી લાઈફસ્ટાઈસ, ડાયટિંગ પર ધ્યાન ન આપવું અને એક્સરસાઈઝ ન કરવી વગેરે જેવા અનેક કારણોને લઈને સમસ્યાઓ ઉભી થાય છે. જેથી તમે જમવામાં નમક, તેલ અને ખાંડ ઓછી કરો તો વજન ઓછો કરવો, હાઈ બ્લડ પ્રેશર, ડાયબિટીસ અને હ્રદય સાથએ જોડાયેલી બિમારીઓ રોકી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર