શિલ્પા શેટ્ટી પાસેથી શીખો 'સ્વસ્થ રહો અને મસ્ત રહો' ના મંત્ર અને જીતો ઘણા બધા ઇનામો, જાણો કેવી રીતે

શિલ્પા શેટ્ટી

આ અભિયાનમાં ભાગ લેવા માટે, તમારે JioNews એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા JioNews.com. વેબસાઇટ પર જવું પડશે.

 • Share this:
  શું ઘરેથી કામ કરવાને લીધે તમે શારીરિક પ્રવૃત્તિ વગર ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? જો જવાબ હા છે તો અમે તમારા માટે એક શ્રેષ્ઠ મોકો લાવ્યા છીએ. એક એવો મોકો જેમાં તમે ઘરે રહીને ફિટ રહેશો અને તમને ધમાકેદાર ઈનામ પણ મળશે.

  હા, જિયો ન્યુઝ અને પ્રખ્યાત અભિનેત્રી તથા ફિટનેસ એક્સપર્ટ શિલ્પા શેટ્ટી કુન્દ્રા મળીને લાવી રહ્યા છે 7 દિવસની ફિટનેસ ચેલેન્જ. આ કોન્ટેસ્ટમાં ભાગ લઈને તમે જીતી શકો છો શિલ્પા શેટ્ટી કુન્દ્રા પાસેથી ધમાકેદાર ઇનામ.

  અભિયાનમાં ભાગ લેવાની રીત
  આ અભિયાનમાં ભાગ લેવા માટે, તમારે JioNews એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા JioNews.com. વેબસાઇટ પર જવું પડશે.

  આના પછી તમારે યોગા, વ્યાયામ અને ધ્યાન પર શિલ્પા શેટ્ટી કુંદ્રાના વિડિયો જોવા પડશે.


  પછી વીડિયોને લગતા પ્રશ્નોના જવાબ જિયો ન્યુઝના ફેસબુક પેજ પર આપવા પડશે.

  તેમાં કોઈ શંકા નથી કે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પોતાની ફિટનેસથી સારામાં સારી અભિનેત્રીને કડક લડત આપી છે. તે ના ફક્ત પોતાને ફીટ રાખે છે પરંતુ લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત પણ કરે છે.

  આટલું જ નહીં, શિલ્પા શેટ્ટી કુંદ્રાની Simple Soulful નામની એક ફિટનેસ એપ પણ છે, જેમાં યોગ, કસરત, રોગપ્રતિકારક શક્તિ જેવા આરોગ્યના મુદ્દાઓની માહિતી મળી શકે છે. આ ઉપરાંત, તમે આ એપ્લિકેશનમાં ફિટનેસ વિડિયો જોઈને ઘરે પણ કસરત કરી શકો છો.
  Published by:Margi Pandya
  First published: