રનિંગ કર્યા પછી 2 મિનિટ આ રીતે ચાલવાથી મળે બમણો ફાયદો

આ રીતે રનિંગ કરવાથી મળશે બમણો ફાયદો

વેબસાઈટ ઓનલીમાય હેલ્થ અનુસાર, જો તમે પહેલી વખત દોડવાનું શરૂ કરી રહ્યા હોવ, તો શરૂઆતમાં એટલે કે પહેલા જ અઠવાડિયામાં લગભગ 4 મિનિટ સુધી બ્રિસ્ક વૉક (લાંબા પગલાં લઈને ચાલવું) કરો.

 • Share this:
  કહેવાય છે ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણાં લોકો સવારે વહેલા ઉઠીને રનિંગ લગાવવા કે દોડવા માટે જાય છે. તેનાથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે બ્રિસ્ક વૉક શું છે? અને આ બ્રિસ્ક વૉક કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ? આવો જાણીએ વિસ્તારથી... આ રીતે રનિંગ કરવાથી તે તમને બમણો ફાયદો પણ આપશે...

  વેબસાઈટ ઓનલીમાય હેલ્થ અનુસાર, જો તમે પહેલી વખત દોડવાનું શરૂ કરી રહ્યા હોવ, તો શરૂઆતમાં એટલે કે પહેલા જ અઠવાડિયામાં લગભગ 4 મિનિટ સુધી બ્રિસ્ક વૉક (લાંબા પગલાં લઈને ચાલવું) કરો. તે બાદ 1 થી 2 મિનિટ સુધી આરામથી ચાલો. તે બાદ આ પ્રક્રિયા ફરીથી કરતા રહો.

  રનિંગ શરૂ કર્યાના બીજા અઠવાડિયામાં તમે શરૂઆતની 1 મિનિટ ધીમી ગતિએ દોડો તે બાદ ઓછામાં ઓછી 3 મિનિટ સુધી ઝડપથી બ્રિસ્ક વૉક કરો. આ પ્રક્રિયા ઓછામાં ઓછી 20 મિનિટ સુધી 5 વખત રિપીટ કરો.

  રનિંગ શરૂ કર્યાના ત્રીજા અઠવાડિયામાં તમે શરૂઆતની 1 મિનિટ ધીમી ગતિએ દોડો અને ઓછામાં ઓછી 2 મિનિટ સુધી બ્રિસ્ક વૉક કરો. કુલ 21 મિનિટ સુધીના સમયમાં આ પ્રક્રિયાને 7 વખત રિપીટ કરો.

  રનિંગ દરમિયાનના ચોથા અઠવાડિયામાં તમે 1 મિનિટ બ્રિસ્ક વૉક કરો અને તે બાદ 1 મિનિટ રનિંગ કરો. આ પ્રક્રિયા ઓછામાં ઓછી 10 વખત રિપીટ કરો.

  પાંચમાં અઠવાડિયામાં શરૂઆતના 2 મિનિટ સુધી રનિંગ કરો. અને પછી એક મિનિટ સુધી બ્રિસ્ક વૉક કરો. કુલ 21 મિનિટ સુધી આ પ્રક્રિયાને 7 વખત કરવાનો પ્રયત્ન કરો.

  છઠ્ઠા અઠવાડિયે શરૂઆતની 3 મિનિટ રનિંગ કરો. તે પછી 1 મિનિટ બ્રિસ્ક વૉક કરો. તેને ઓછામાં ઓછું 5 વખત કરો.

  સાતમાં અઠવાડિયે શરીઆતની 4 મિનિટ સુધી રનિંગ કરો. તે પછી 1 મિનિટ બ્રિસ્ક વૉક કરો. તેને ઓછામાં ઓછું 4 વખત કરો.

  પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

  સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

  બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
  Published by:Bansari Shah
  First published: