Home /News /lifestyle /1 વાસી રોટલી શરીરમાં કરે છે ઔષધિ જેવું કામ, જાણો ક્યારે અને કેવી રીતે ખાશો
1 વાસી રોટલી શરીરમાં કરે છે ઔષધિ જેવું કામ, જાણો ક્યારે અને કેવી રીતે ખાશો
વાસી રોટલી ફાયદાકારક છે.
Benefits of stale chapati: વાસી રોટલી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. વાસી રોટલીનું સેવન તમે આ રીતે કરો છો તો અનેક ગંભીર બીમારીઓમાંથી તમને રાહત મળે છે. વાસી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે. તો જાણો આ વિશે વધુમાં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારત એક એવો દેશ છે જ્યાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પ્રકારની પ્રાચીન પદ્ધતિઓ પ્રચલિત છે. લાઇફ સ્ટાઇલથી લઇને ડાયટ સુધી અનેક પ્રકારના બદલાવ આમાં સામેલ હોય છે. એમાંથી એક છે સવારમાં ખાલી પેટે વાસી રોટલી ખાવી. વાસી રોટલી ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ઘણાં લોકો વાસી રોટલીને ફેંકી દેતા હોય છે. આમ, જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. સવારમાં ખાલી પેટે તમે વાસી રોટલી ખાઓ છો તો શરીરમાં એક ઔષધિ જેવું કામ કરી શકે છએ. પહેલાં તો આ તમારું મેટાબોલિઝમ અને સુગર લેવલને કંટ્રોલ કરે છે. તો જાણો તમે પણ વાસી રોટલી ખાવાના આ ફાયદાઓ.
ડાયાબિટીસના દર્દીઓ વાસી રોટલી ખાય છે તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. વાસી રોટલી શરીર માટે હેલ્ધી સાબિત થાય છે. વાસી રોટલી સુગર બેલેન્સ કરે છે અને સાથે દિવસભર થતી સુગર સ્પાઇકને બચાવવામાં મદદ કરે છે. આ માટે તમે ઠંડુ દૂધ લો અને એમાં એક વાસી રોટલી પલાળી રાખો. 10 મિનિટ રહીને આનું સેવન કરો.
સવારમાં ખાલી પેટે વાસી રોટલીનું સેવન કરવાથી બોડી ટેમ્પરેચરને બેલેન્સ રાખવામાં અને બીપી કંટ્રોલ કરવામાં મદદરૂપ બને છે. જો કે હાઇ બીપી કે લો બીપી..આ બન્ને પ્રકારે ફાયદાકારક છે. આ તમારા બ્લડ વેસેલ્સને રિલેક્સ કરે છે અને બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
વાસી રોટલીમાં વજન ઘટાડવાની તાકાત રહેલી છે. વાસી રોટલી પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે તમે સવારમાં ખાઓ છો તો મેટાબોલિઝમ વઘારી દે છે. આ સાથે જ સવારમાં વાસી રોટલી ખાવાથી દિવસભર ક્રેવિંગ નહીં થાય જેના કારણે તમે બીજી બધી વસ્તુઓ ખાવાથી બચશો. વાસી રોટલી વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. આમ, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો રોજ વાસી રોટલીનું સેવન કરો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર