Home /News /lifestyle /પાલક અને પનીર એક સાથે કેમ ના ખાવુ જોઇએ? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ
પાલક અને પનીર એક સાથે કેમ ના ખાવુ જોઇએ? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ
પાલક અને પનીર સાથે ના ખાઓ
Spinach and Paneer: પાલક હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ પનીરમાં પણ અનેક ગુણો એવા રહેલા છે સ્કિન અને હેલ્થ માટે બેસ્ટ છે. પરંતુ મોટાભાગના લોકો પાલક અને પનીર એક સાથે ખાતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાલક પનીરનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી ગયુ છે. શિયાળાની સિઝનમાં સામાન્ય રીતે પાલક પનીર લોકો વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. પાલક પનીરનું શાક ખાવાની પણ બહુ મજા આવે છે. હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઘરે પાલક પનીરનું શાક સરળતાથી મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો પાલક પનીર એક સાથે ખાવુ જોઇએ નહીં? તમને જણાવી દઇએ કે પાલકની ન્યૂટ્રિશન વેલ્યુ ઓછી થઇ જાય છે. પાલકમાં પ્રચુર માત્રામાં આયરન હોવાની સાથે ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ્સ પણ હોય છે. હાલમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ન્યુટ્રિશનિસ્ટ નમામિ અગ્રવાલે એક વિડીયો શેર કર્યો છે જેમાં એમને પાલક અને પનીર એક સાથે નહીં ખાવાની સલાહ આપી છે.
ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા ન્ટુટ્રિશનિસ્ટ નમામિ અગ્રવાલ જણાવે છે કે હેલ્ધી ઇટિંગનો મતલબ એ નથી કે તમે સારા સમય પર સારું ફુડ ખાઓ. આ સાથે જ તેઓ વધુમાં જણાવે છે કે કેટલાક ફુડનું એક સાથે સેવન કરવામાં આવે તો એમાં કોમ્બિનેશન એવા હોય છે જે એકબીજામાં પોષક તત્વોને એબ્સોર્પ્શન થતા રોકે છે. એવું જ એક કોમ્બિનેશન કેલ્શિયમ અને આયરનનું હોય છે.
ઉલ્લેખનીય છે કે પનીરમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે જ્યારે પાલક આયરનથી ભરપૂર હોય છે. નમામિ અગ્રવાલ આ વિશે વધુમાં જણાવે છે કે આ બન્ને વસ્તુ એક સાથે ખાવામાં આવે તો પનીરમાં રહેલું કેલ્શિયમ પાલકમાં રહેલા આયરનના અવશોષણને રોકે છે. આમ, જો તમે પાલકમાં રહેલા ભરપૂર ન્યુટ્રિશનને મેળવવા ઇચ્છો છો તો પાલક બટાકા તેમજ પાલક કોર્નનું સેવન સાથે કરો.
આમ, જો તમે પણ પાલક પનીરનું શાક ઘરે બનાવો છો તો તમે હવેથી બનાવતા નહીં. તમે પાલક બટાકાનું શાક ઘરે બનાવો છો તો હેલ્થને અનેક રીતે ફાયદો થાય છે. આ સાથે જ તમે એકલા પાલકનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો. આ માટે જો તમે પાલક અને પનીર અલગ-અલગ ખાઓ છો તો બન્નેમાં રહેલા પોષક તત્વો તમને મળી રહે છે અને સાથે હેલ્થને પણ ફાયદો થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર