નાના-મોટા સૌ કોઈને દાઢે વળગે તેવા, સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'

આજે ખાવ ગરમા ગરમ સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'

આજે ખાવ ગરમા ગરમ સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'

  • Share this:
    ટામેટાં ડુંગળી ના પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી છે. આજે ખાવ ગરમા ગરમ સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'.. ચાલો જાણી લો કેવી રીતે બનાવશો?

    સ્ટફિંગ બનાવવા માટે સામગ્રી :
    2 ડુંગળી
    2 ટામેંટા
    2 ચમચી આદું-મરચાંની પેસ્ટ
    1 ચમચી લસણ પેસ્ટ
    2 ચમચી ચણાનો લોટ
    1 ચમચી જીરૂ
    મીઠું
    ગરમ મસાલો
    હળદર
    લાલ મરચું
    2 ચમચી ધાણા જીરૂ
    1 ચમચી હિંગ
    1 ચમચી જીરૂ
    તેલ
    કોથમીર

    કણક માટેની સામગ્રી :
    1 કપ ઘઉંનો લોટ
    2 કપ મેંદો
    મીઠું
    3 ચમચી તેલ
    પાણી

    બનાવવાની રીત:

    સ્ટફિંગ બનાવવા માટે: સૌ પ્રથમ એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હીંગ, આદુ-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી સાંતળી લો. પછી તેમાં ક્રશ કરેલા ડુંગળી, ટામેટાં, હળદર, ધાણાજીરું, લાલ મરચું, શેકેલું જીરૂં, ગરમ મસાલો, મીઠું, કોથમીર નાખીને મિક્સ કરી 2 મિનિટ સાંતળો. પછી તેમાં ચણાનો લોટ મિક્સ કરી પાણીનો ભાગ બળી જાય એટલે ગેસ બંધ કરી થોડું ઠંડું કરી લો.

    પરોઠા બનાવવા માટે: એક બાઉલમાં મેંદાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, તેલ અને પાણી નાંખી ને રોટલી જેવો લોટ બાંધી 10 મિનિટ ઢાંકીને રાખો. પછી લૂઆ કરી રોટલી વણી અંદર બનાવેલું સ્ટફિંગ ભરી ચારે બાજુથી વાળીને ચોરસ શેપ આપીને અટામણથી શોડું વણી તવા પર તેલ લગાવી બંને બાજુથી પરોઠાને શેકી લો. ગોલ્ડન બ્રાઉન એટલે સર્વિંગ પ્લેટમાં પરોઠાને દહીં અને અથાણા સાથે ગરમા ગરમ સર્વ કરો.

    આ પણ વાંચો - ગાર્લિક બ્રેડને પણ સ્વાદમાં ટક્કર આપે તેવાં લસણિયા 'ગાર્લિક પરાઠા'
    Published by:Bansari Shah
    First published: