Home /News /lifestyle /અહીં માત્ર 30 રૂપિયામાં મળે છે ચટાકેદાર ભેળપૂરી, 40 વર્ષ જૂની છે દુકાન, ખાવા માટે લોકો કરે છે પડાપડી

અહીં માત્ર 30 રૂપિયામાં મળે છે ચટાકેદાર ભેળપૂરી, 40 વર્ષ જૂની છે દુકાન, ખાવા માટે લોકો કરે છે પડાપડી

પ્રતિકાત્મક તસવીર.

Muzaffarpur News: મુઝફ્ફરપુરમાં એક ભેળપુરીની દુકાન 40 વર્ષ જૂની છે. આ દુકાનમાં ભેળપુરી ખાવા માટે લોકોની લાઇનો લાગે છે. આ ભેળપુરી તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાની ઇચ્છા થશે. તો તમે પણ વાંચી લો વધુમાં..

  • News18 Gujarati
  • Last Updated :
  • Muzaffarpur, India
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગનાં લોકો બહારનું ખાવાના શોખીન હોય છે. બહારનું ખાધા પછી જાણે મોંનો ટેસ્ટ બદલાઇ જાય છે એવું લાગતુ હોય છે. સામાન્ય રીતે અનેક લોકો બહારની ફેમસ વાનગીઓને પહેલાં ખાવાનું પસંદ કરતા હોય છે. આ સાથે જ સ્ટ્રીટ ફૂડની મજા કંઇક અલગ જ હોય છે. સ્ટ્રીટ ફૂડમાં તમને અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે. આમ, આજે અમે વાત કરી રહ્યા છીએ મુઝફ્ફરપુરની..મુઝફ્ફપુરમાં એક દુકાન 40 વર્ષ જૂની છે જે ભેળપૂરી માટે ખૂબ ફેમસ છે. ખાસ કરીને ભેળપૂરી, બટાકા પૂરી, પૂરી ચાટ, રગડા ચાટ..જેવી અનેક વાનગીઓ ખાવાની મજા વઘારે હોય છે. તો જાણો તમે પણ દુકાન વિશે...

આ પણ વાંચો:માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો ટામેટાની ખાટી-મીઠી ચટણી

મુઝફ્ફરપુરની આ 40 વર્ષ જૂની દુકાન અનેક રીતે ફેમસ થયેલી છે. આમ, જ્યારે તમે અહીં ફરવા જાવો છો તો ખાસ કરીને ભેળપૂરીનો સ્વાદ અચુક માણજો. અહીંની ભેળપુરી તમે એક વાર ખાશો તો મોંમા સ્વાદ રહી જશે અને સાથે વારંવાર ખાવાની ઇચ્છા થશે.

મુઝફ્ફરપુરમાં આવેલી જય માતા દી ભેળપુરી દુકાન અનેક લોકો માટે ફેમસ બની ગઇ છે. આ શહેરના દેવી મંદિર રોડ પર સ્થિત આ 40 વર્ષ જૂની ભેળપુરીની દુકાન પર ભેળપુરી સિવાય બટાકા પુરી, સેવ પુરી અને ઢોકળા પણ મળે છે.

આ પણ વાંચો:ફટાફટ વજન ઉતારવું હોય તો રોજ પીઓ આ સૂપ

પિતાજીએ દુકાનની શરૂઆત કરી હતી

દુકાનના સંચાલક પંકજ આ વિશે જણાવે છે કે 40 વર્ષ પહેલા આ દુકાનની શરૂઆત એમના પિતાજીએ કરી હતી. લગભગ છેલ્લા 15 વર્ષથી આ દુકાનનું હેન્ડલિંગ પંકજભાઇ કરે છે. પંકજભાઇ પોતે આ દુકાનમાં ભેળપુરી બનાવે છે. જો કે આ બહુ મહત્વની વાત છે.

પંકજભાઇ આ વિશે જણાવે છે કે દુકાનમાં મળતી બધી વાનગીઓમાંથી ભેળપુરી અને બટાકાની પુરીની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. આ સાથે જ મીઠી ચટણી અનેક પ્રકારે બનાવવામાં આવે છે, પરંતુ એમની દુકાનમાં મીઠી ચટણી ખાસ કરીને ખજૂરમાંથી બનાવવામાં આવે છે. ખજૂરની ચટણીને કારણે ભેળપુરીનો સ્વાદ વધી જાય છે.


30 રૂપિયાની પ્લેટ, જે પણ ખાઓ


દુકાનદાર પંકજ આ વિશે જણાવે છે કે ખજૂરની ચટણીની સાથે આંબલી, કોથમીર અને લીલા મરચાની ચટણી પણ બનાવવામાં આવે છે. પંકજ વધુમાં જણાવે છે કે દિવસની લગભગ સો પ્લેટ ભેળપુરી અને બટાકાપુરીની સાથે-સાથે સેવ પુરી પણ વેંચી લે છે












First published:

Tags: Life style, Muzaffarpur, Recipes

विज्ञापन