કુંભણ ગામના પ્રખ્યાત તીખાં-તમતમતા "કુંભણીયા ભજીયા" બનાવવાની રીત

News18 Gujarati
Updated: June 18, 2019, 4:53 PM IST
કુંભણ ગામના પ્રખ્યાત તીખાં-તમતમતા
News18 Gujarati
Updated: June 18, 2019, 4:53 PM IST
આ ભજીયા કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેથી જ આ ભજીયા 'કુંભણીયા ભજીયા' તરીકે પ્રખ્યાત થયા છે.

કુંભણીયા ભજીયા બનાવવાની સામગ્રી:

500 ગ્રામ ચણાનો ઝીણો લોટ

500 ગ્રામ લીલાં મરચાં (સ્વાદ મુજબ તીખાં)
250 ગ્રામ કોથમીર
250 ગ્રામ લીલું લસણ
Loading...

100 ગ્રામ આદું
1 લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર

કુંભણીયા ભજીયા બનાવવાની રીત:
સૌ પ્રથમ એક મોટો બાઉલ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડુંક કઠણ ખીરૂં તૈયાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો. ધ્યાનમાં રાખો કે આ ભજીયાં બનાવવા માટે તેની ટેક્નિક જ સૌથી મહત્વની છે. તેથી તૈયાર કરેલા ખીરાંને હાથમાં મૂટ્ઠી ભરી આંગળીઓને હથેળીમાં ફેરવતા જઈ ગરમ તેલમાં ઝીણાં પણ બુંદી કરતા સહેજ મોટા ડપકાં મૂકતાં જાવ. આ ભજીયાંનો સામાન્ય રીતે કોઈ જ આકાર નક્કી નથી હોતો. પરંતુ ચોક્કસ ધ્યાનમાં રાખો કે ભજીયાની સાઈઝમાં કોઈ મોટો ફેરફાર ન પડે. નહિંતર વધુ નાની સાઈઝના ભજીયા કડક અને વધુ મોટી સાઈઝના ભજીયા અંદરથી કાચા જ રહેશે. તળાઈ જાય એટલે ગરમાગરમ ભજીયાને મરચાં કે કઢી સાથે સર્વ કરો. આ ભજીયા કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેથી જ આ ભજીયા 'કુંભણીયા ભજીયા' તરીકે પ્રખ્યાત થયા છે.

મિનિટોમાં સુધરી જશે બગડેલો મૂડ, ખાવ આ 3 ચીજો
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...