Home /News /lifestyle /

રસોઈમાં હાજર આ મસાલા ટોનિકનું કરે છે કામ, સાફ કરે છે કિડની અને લીવરની ગંદકી

રસોઈમાં હાજર આ મસાલા ટોનિકનું કરે છે કામ, સાફ કરે છે કિડની અને લીવરની ગંદકી

રસોઈમાં હાજર આ મસાલા ટોનિકનું કરે છે કામ

આપણાં ભારતીય મસાલા સ્વાદની સાથે સાથે તેના ઔષધી ગુણોના લીધે પણ જાણીતા છે. આપણી સામાન્ય રસોઈમાં પણ એવા મસાલા હાજર હોય છે જે લીવર અને કિડની માટે ટોનિકનું કામ કરે છે.

  Kidney Liver Health: ખાવા પીવાની ખરાબ રીત અને અસ્તવ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાઈ જવું એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. પહેલાના સમયમાં હાઈ બીપી, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓને બહુ મોટી અને ગંભીર ગણવામાં આવતી હતી. પહેલા વૃદ્ધ કે મોટી ઉમરના લોકો આવી બીમારીઓથી પીડાતા હતા કે શિકાર થતાં હતા, પરંતુ હવે યુવાનો પણ તેનાથી બચી શકતા નથી. જો આપણાં પેટનું સ્વાસ્થય સારું ન હોય તો આવી બીમારીઓ થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. પેટ, કીડની અને લીવરમાં રહેલા મહત્વના અંગો એ રીતે ગંદકી જમા કરે છે કે તેઓ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. જો સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવે તો લીવર ફેલ્યોર અથવા કિડની ડેમેજ પણ થાય છે.

  લીવર અને કિડનીને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં પણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. તમે રસોડામાં હાજર મસાલા વડે પણ લીવર અને કિડનીમાં જમા થયેલી ગંદકીને સરળતાથી દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ મસાલાઓ વિશે જે લીવર અને કિડની માટે ટોનિકનું કામ કરે છે.

  આ પણ વાંચો: સાવધાન! આ 6 વસ્તુઓ ખાવાથી ખરવા લાગશે વાળ, આજે જ કરો કંટ્રોલ

  ત્રિફળા


  આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ત્રિફળા શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક છે. આ એક પ્રકારનો પાવડર છે, જે આમળા, બહેડા અને અન્ય ઔષધિઓને મિક્સ કરીને બનાવવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા પાવડર પાણી સાથે ગળવો. આ લીવરની કામગીરીમાં સુધારો કરશે. જો તમે ઈચ્છો તો બજારમાં મળતી ત્રિફળાની ગોળીઓ પણ ખાઈ શકો છો.

  હળદર


  ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનો ઉપયોગ માત્ર આજે જ નહીં પરંતુ જૂના સમયમાં પણ દવા તરીકે થતો હતો. હળદરના એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-સેપ્ટિક ગુણો આપણા લીવરના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ છે. તેમાં રહેલા તત્વો લીવર અને કીડનીમાં એકઠા થયેલા ટોક્સિન્સ કે ગંદકીને સરળતાથી દૂર કરવાનું કામ કરે છે. આ માટે હળદરનો ટુકડો લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને સવારે તેને પીવો. તે ડિટોક્સિફાઈંગ ડ્રિંક તરીકે કામ કરશે.

  આ પણ વાંચો: બપોરના જમવામાં સામેલ કરો આટલી વસ્તુઓ, ફટાફટ ઉતારવા માંડશે વજન

  કોથમીર


  કોથમીરથી, જે ખોરાકનો સ્વાદ વધારે છે, તમે લીવર અને કિડનીને સ્વસ્થ રાખી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તેને તેના પાંદડા અથવા બીજના રૂપમાં ખાઈ શકો છો. સવારે ખાલી પેટ કોથમીર ચાવવાથી માત્ર કિડની-લિવર જ નહીં પણ પેટ પણ સ્વસ્થ રહે છે. જો તમે ઈચ્છો તો તેનું ડિટોક્સ ડ્રિંક પણ બનાવી શકો છો. તેના માટે સૂકા ધાણાને રાત્રે પલાળી રાખો અને સવારે આ પાણી પીવો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन