#કામની વાતઃ બાળક લાવવા માટે શું ખાવું જોઈએ?

લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે ? 

લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે ? 

 • Share this:
  સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

  #કામની વાત EPISODE 30: શું તમે પણ જોડીયા/ ટવીન્સ્ બાળકો થાય તેવી ઈચ્છા ધરાવો છો?

  લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે ? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  સમસ્યા- મારી ઉંમર 34 વર્ષની છે. મારો સવાલ એ છે કે લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે અને રોજીંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે? મારે બાળક નથી તો યોગ્ય જવાબ આપવા વિનંતી છે.

  ઉકેલ- બાળક ના હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બન્ને પણ જવાબદાર હોઇ શકે છે. બાળક થવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં પરંતુ તેની હલન-ચલન શક્તિ પણ જોવી જરૂરી છે. અને તેમા રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. ચિત્રકામ કરવામાટે કપડું સાફ હોવું જરૂરી છે. તેજ રીતે શુક્રાણુ વધારવાની દવા કરાવતા પહેલા રોગનું મૂળ દુર કરવું આવશ્યક છે. લસણ અથવા ડુંગળી
  ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતિય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામીન ‘સી’વાળો ખોરાક કઠોળ અને ઓછી ફેટવાળું દુધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બિડી, શરાબ અને માંસાહાર (ઇંડાસહિત)નો ત્યાગ કરવો જોઇએ. પરંતુ માત્ર એકલો આહાર ક્યારેય પણ મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. અને સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

  ચહેરા પરથી પીમ્પલ થઈ જશે રાતોરાત ગાયબ, ક્યારેય પાછા નહીં આવે!

  #કામની વાતઃ ગર્ભાવસ્થામાં ક્યાં સુધી સહવાસ મણાય?

  #કામની વાતઃ ઘણાં પ્રયત્નો પછી પણ બાળક ન રહે તો તેને નંપુસક્તા કહેવાય કે નબળાઇ?

  #કામની વાત: હસ્તમૈથુનથી ઇન્દ્રિય નાની થઇ ગઇ છે

  #કામની વાતઃ નસબંધીના ઓપરેશન પછી ક્યારે સંભોગ કરી શકાય?
  Published by:Bansari Shah
  First published: