Home /News /lifestyle /Spectacle Marks: ચશ્મા પહેરવાથી નાક પર પડી ગયું છે નિશાન, તો આ ટિપ્સનો કરો ઉપયોગ

Spectacle Marks: ચશ્મા પહેરવાથી નાક પર પડી ગયું છે નિશાન, તો આ ટિપ્સનો કરો ઉપયોગ

સતત ચશ્મા (Power glasses)પહેરવાથી ઘણી વખત નાકની પાસે કાળા ડાઘા (Spectacle Marks) પડી જાય છે.

જ્યારે પણ આંખોની રોશની ઓછી થાય ત્યારે પાવર ચશ્મા પહેરવા પડે છે. આવી સ્થિતિમાં, સતત ચશ્મા (Power glasses)પહેરવાથી ઘણી વખત નાકની પાસે કાળા ડાઘા (Spectacle Marks) પડી જાય છે, જે સારા દેખાતા નથી.

Spectacle Marks Home Remedies: આ ભાગદોડ ભરેલી જીંદગીમાં દરેક વ્યક્તિ જે રીતે કામમાં વ્યસ્ત છે તેની સૌથી ખરાબ અસર આંખો (Eyes) પર પડી રહી છે. આ દિવસોમાં આંખો સમય પહેલા નબળી (Weak eyes) પડી રહી છે, જ્યારે કેટલાક લોકોની આંખો શરૂઆતથી જ નબળી પડી જાય છે, જેના કારણે તેમને દૂરની અથવા નજીકની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ આંખોની રોશની ઓછી થાય ત્યારે પાવર ચશ્મા પહેરવા પડે છે. આવી સ્થિતિમાં, સતત ચશ્મા (Power glasses)પહેરવાથી ઘણી વખત નાકની પાસે કાળા ડાઘા (Spectacle Marks) પડી જાય છે, જે સારા દેખાતા નથી.

જે લોકો સતત ચશ્મા પહેરે છે, તેમના નાક પર ફ્રેમના દબાણને કારણે, એક નિશાન બને છે, જેના કારણે ત્યાંની ત્વચા કાળી થવા લાગે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે નાક પરના આ ડાર્ક પેચને તમે તમારા ઘરે જ દૂર કરી શકો છો. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે તમારે કોઈપણ લોશન અથવા ક્રીમ લગાવવાનું ટાળવું જોઈએ, નહીંતર ત્વચા કાળી થઈ શકે છે. આવો જાણીએ આ નિશાનને દૂર કરવાના ઘરેલુ ઉપાયો કરવાથી થશે ફાયદો.

આ પણ વાંચો: શિયાળામાં હિમાચલ પ્રદેશ ફરવાનો પ્લાન છે? તો આ ઓફબીટ સ્થળોએ મળશે કુદરતી સૌદર્યનો આનંદ

એલોવેરા જેલનો ઉપયોગ કરો

જે જગ્યાએ નિશાન હોય ત્યાં આંગળીઓ પર એલોવેરા જેલ લઈને હળવા હાથે મસાજ કરો. લગભગ 10 મિનિટ સુધી આ કર્યા પછી, તેને થોડીવાર સુકાવા દો.

કાકડીનો રસ ચશ્માના નિશાન દૂર કરશે

કાકડીના ઉપયોગથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. કાકડી ચહેરા વગેરે માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેનાથી ચહેરાની ગંદકી પણ સાફ થાય છે. કાકડીના રસને ચશ્માના કારણે થતા ડાઘ પર છોડી દો. આ સાથે કાકડીના ટુકડાથી નિશાનની જગ્યા પર હળવા હાથે માલિશ કરો. આટલું જ નહીં, તમે 1 ચમચી કાકડીના રસમાં એક-એક ચમચી બટેટા અને ટામેટાંનો રસ મિક્સ કરો, ત્યાર બાદ આ આખું મિશ્રણ હળવા હાથે ડાઘ પર લગાવો. થોડીવાર સૂકવા દો પછી પાણીથી ચહેરો સાફ કરો. તમામ ડાઘ, નિશાન, ટેનિંગની સમસ્યા, કરચલીઓ વગેરે ઘટવા લાગશે.

આ પણ વાંચો: Superfoods: 30 વર્ષની ઉંમર પછી ડાયટમાં ઉમેરો આ 7 સુપર ફુડ, થશે મોટો ફાયદો

બદામની પેસ્ટથી ચહેરો ચમકશે

બદામનો ઉપયોગ ત્વચાના ઉત્પાદનોમાં વ્યાપકપણે થાય છે કારણ કે તેમાં વિટામિન E હોય છે. તમને જણાવી દઈએ કે વિટામિન E ત્વચાને પોષણ આપે છે. આવી સ્થિતિમાં તમારે 2-3 બદામને પણ પાણીમાં પલાળી લેવી જોઈએ, ત્યારબાદ બીજા દિવસે પીસીને પેસ્ટ બનાવીને ગુલાબજળ, લીંબુનો રસ, મધ મેળવીને નાક અને આખા ચહેરા પર લગાવો. લગભગ અડધો કલાક લગાવ્યા બાદ તેને ધોઈ લો. તમે ડાઘ પર બદામના તેલની માલિશ પણ કરી શકો છો.
First published:

Tags: Eye Care, Lifestyle, લાઇફ સ્ટાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો