Home /News /lifestyle /ચહેરા પર ખીલ થાય પછી ખાસ ધ્યાન રાખવું, નહીં પડે એક પણ ડાઘ અને ખાડા

ચહેરા પર ખીલ થાય પછી ખાસ ધ્યાન રાખવું, નહીં પડે એક પણ ડાઘ અને ખાડા

ખીલ થાય પછી ખાસ રાખો આ ધ્યાન

Pimples care tips: ચહેરા પર ખીલ થાય ત્યારે તમે આ બાબતોનું ધ્યાન રાખો છો તો તમારો ફેસ મસ્ત થાય છે અને ખીલ પછી એક પણ ડાઘ પડતો નથી. આ ટિપ્સ તમારા ચહેરાને સુંદર બનાવવાનું કામ કરે છે અને તમારી સ્માર્ટનેસ પણ વધારે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ સ્ટ્રેસફુલ લાઇફમાં અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ચહેરા પર ખીલ થવાને કારણે તમે મેક અપ પણ બરાબર કરી શકતા નથી અને મેક અપ કર્યા પછી ચહેરો ગંદો લાગે છે. આ માટે ખીલને દૂર કરવા જરૂરી છે. ઘણાં લોકોને બહુ મોટાં-મોટાં ખીલ ચહેરા પર થતા હોય છે. આ ખીલ તમારા ફેસની ચાડી ખાય છે. ઘણાં લોકો ફેસ પર થતા ખીલને દૂર કરવા માટે લેઝર જેવી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, તેમ છતાં થોડા સમય પછી પાછા ખીલ ચહેરા પર થવા લાગે છે. આ સાથે જ ઘણાં લોકોને ચહેરા પર ખીલ થયા પછી ડાધા અને ખાડા પડતા હોય છે.

    આ માટે જ્યારે ચહેરા પર ખીલ થાય ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે નાની-નાની વાતોનું ધ્યાન રાખો છો તો ખીલ પહેલા અને પછી થતી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત થઇ જાય છે. તો જાણો આ માટે તમારે ખાસ કરીને શું ધ્યાન રાખવાની જરૂર છે.

    આ પણ વાંચો: જાણો વાસી થૂંક આંખમાં આંજવાથી થતા ફાયદાઓ વિશે

    • ચહેરા પર જ્યારે પણ ખીલ થાય ત્યારે એને વારંવાર હાથ અડાડશો નહીં. હાથ અડાડવાથી એનું ઇન્ફેક્શ લાગે છે અને પછી બીજી જગ્યાએ ખીલ થવાના ચાન્સિસ વધી જાય છે.

    • જ્યારે પણ ખીલ થાય ત્યારે એને ફોડશો નહીં. ઘણાં લોકો ખીલમાં પરું થાય એટલે એને ફોડીને પરું બહાર કાઢી લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આમ કરવાથી ખીલ પછી ડાધા પડી જાય છે અને ઘણાં લોકોને ખાડા પણ પડતા હોય છે. આ માટે ખીલ જ્યારે પણ ફેસ પર થાય ત્યારે એની જાતે જ એની બેસી જવા દો. ખીલને અડશો નહીં.

    • જ્યારે ફેસ પર ખીલ થાય ત્યારે દિવસમાં બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ચહેરો ધોવાનું રાખો. ચહેરા પર બહુ ખીલ થાય છે તો ફેશ વોશ અને સાબુનો ઉપયોગ કરવાનું ટાળો.


    આ પણ વાંચો: આંગળીથી નહીં, આ નવી રીતથી હોંઠ પર લગાવો દૂધ

    • ઘણાં લોકોને ખીલ થાય ત્યારે બળતરા થતી હોય છે. જો તમને આવું થાય છે તો તમે હળવા હાથે બરફ ઘસીને રાહત મેળવી શકો છો, પરંતુ ખીલને ફોડશો નહીં.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Pimple Problem, Pimples, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन