રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટી 'સંભાર' બનાવવો છે? તો આ રહી રીત

News18 Gujarati
Updated: June 28, 2020, 2:47 PM IST
રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટી 'સંભાર' બનાવવો છે? તો આ રહી રીત
સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવાની એક સરળ રીત છે.

સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવાની એક સરળ રીત છે.

  • Share this:
કેટલીય રીતો વાપરીએ છીએ પરંતુ રેસ્ટોરન્ટ જેવો સંભાર તો બનતો જ નથી, શું તમારૂં પણ આવું જ માનવું થ છે? તો તમારા માટે અહીં સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવાની એક સરળ રીત છે.

સામગ્રી

તુવેરદાળ – 250 ગ્રામ

સરગવાની શિંગ – એક નંગ
ઝીણી સમારેલી ડુંગળી – 1 વાટકી
ઝીણું સમારેલું ટામેટું – 1 વાટકીલસણની પેસ્ટ- 1 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 1 ચમચી
ગોળ – જરૂર મુજબ
આમલીની પેસ્ટ અથવા લીંબુ- સ્વાદ અનુસાર
મીઠું – સ્વાદાનુસાર
મીઠો લીમડો, રાઈ – વઘાર માટે
તેલ – 3થી 4 ચમચી
ચમચી- 2 ચમચી
હળદર- 1 ચમચી
હીંગ- વઘાર માટે
સુકા લાલ મરચાં- 2 નંગ
સમારેલી કોથમીર

મસાલા માટેની સામગ્રી
ચણાની દાળ- 2 ચમચી
મેથી દાણા- 1 ચમચી
આખા ધાણા- 1 ચમચી
જીરું- 1 ચમચી

રીત

  • સૌ પહેલાં દાળ પાણીથી ધોઈ અને તેમાં સમારેલી સરગવાની શિંગ, મીઠું તેમજ હળદર ઉમેરી બાફી લેવી.

  • હવે મસાલા માટેની સામગ્રીને એક પેનમાં લઈ ધીમા તાપે શેકી અને તેનો પાવડર કરી લો.

  • હવે અન્ય એક પેનમાં તેલ ઉમેરી અને તેમાં રાઈ, લીમડો અને સુકા લાલ મરચાં અને હીંગનો વઘાર કરો.

  • આ સામગ્રીને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળો, થોડીવાર પછી તેમાં ટામેટા અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે હલાવો.

  • સાંતળેલા ડુંગળી-ટામેટામાં આમલીની પેસ્ટ, ગોળ, મરચું પાવડર, હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી 5 મિનિટ ધીમા તાપે સાંતળો.


આ પણ વાંચો - વાળ બહું ખરે છે કે ખોડો થયો છે? તો લગાવો આ હેર માસ્ક

આ પણ જુઓ - 


  • ત્યારપછી તેમાં બાફેલી દાળ અને સરગવાની શિંગ ઉમેરો અને 10 મિનિટ ઢાંકી અને ઉકાળો. દાળ ઉમેર્યા બાદ જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય છે.

  • 10 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

First published: June 28, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading