રસોઈ બનાવતી વખતે કરો આ કામ, કિચનને ટીપટોપ બનાવી રાખવાના સરળ ઉપાયો

News18 Gujarati
Updated: October 24, 2019, 4:22 PM IST
રસોઈ બનાવતી વખતે કરો આ કામ, કિચનને ટીપટોપ બનાવી રાખવાના સરળ ઉપાયો
રસોઈ બનાવી લીધા પછી તરત જ પ્લેટફોર્મ અને જમીન પર એક ચોખ્ખા કપડાંથી પોતું લગાવો. જેથી ત્યાં માંખી - મચ્છરોનો ઉપદ્રવ ન થાય.

રસોઈ બનાવી લીધા પછી તરત જ પ્લેટફોર્મ અને જમીન પર એક ચોખ્ખા કપડાંથી પોતું લગાવો. જેથી ત્યાં માંખી - મચ્છરોનો ઉપદ્રવ ન થાય.

  • Share this:
ચાલો જાણી લો કિચનને ટીપટોપ બનાવી રાખવાના સરળ ઉપાયો:

શાક સમારવા માટેની છરીનો ઉપયોગ કર્યા બાદ તેને તરત જ ધોઈને ખાનામાં મૂકી દેવા જોઈએ. કારણ કે તેને ધોઈને ખૂલ્લામાં મૂકી દેવાથી જો ત્યાં વાંદો, મકોડા કે કીડી ફરતી હશે તો તમે બીમાર પડી શકો છો.

રસોઇ બનાવતા પહેલાં અને રસોઈ બની ગયા પછી તરત જ ચૂલાને સાફ કરવાની આદત પાડો. ચૂલાને સાપ કરવા માટે એક અલગ સ્વચ્છ કપડું રાખવું જરૂરી છે.

રસોઇ કરતી વખતે થોડી ઘણી ચીજો તેમજ ખાદ્ય પદાર્થો રસોડામાં નીચે જમીન પર કે પ્લેટફોર્મ પર પડતું પહેતું હોય છે. જેનાથી લાદી ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી પગના તળિયે ચોંટે છે. જેથી રસોઈ બનાવી લીધા પછી તરત જ પ્લેટફોર્મ અને જમીન પર એક ચોખ્ખા કપડાંથી પોતું લગાવો. જેથી ત્યાં માંખી - મચ્છરોનો ઉપદ્રવ ન થાય.

પરિવારના દરેક સભ્યને જમી લીધા બાદ ખાધેલી થાળી કે પ્લેટને સિન્કમાં મૂકવાની આદત પાડવી. એટલું જ નહીં સિન્કમાં રાખેલા વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢી લેવો જરૂરી છે. જેથી સિન્કની પાઇપમાં કચરો ભરાઇ ન જાય.

એંઠા વાસણોને મૂકવા માટે સિન્કની બાજુમાં એક ટેબલ રાખી શકાય અથવા તો એક મોટા ટબમાં એંઠા વાસણો રાખવા. જેથી સિન્કમાં એંઠવાડ જમા ન થાય. એંઠા વાસણો લાંબા સમય સુધી એમ જ પડ્યા રહેવાના હોય તો તેમાં પાણી નાખીને અથવા તો સાદા પાણીથી એક વખત વીછળીને રાખવા.રસોઇ બનાવતી વખતે ખાદ્ય પદાર્થો ઢોળાયા હોય તો તરત જ સાફ કરવા. ખાતી વખતે જમીન પર કે ડાઇનિંગ ટેબલ પર ઢોળાયું હોય તો તરત જ સાપ કરી નાખવું.

બ્રેડ પર બટર કે માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તેને પણ તરત જ ધોઈને જ મૂકવા. નહીંતર બટરની ચીકાશના કારણે આજુ બાજુના રજકણો તે બટર નાઇફ પર તરત જ ચોંટી જશે, જે તમારા માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે.

ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ ચીજ નથી ગમતી ગરોળીને

દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો

ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ
First published: October 24, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading