સૂર્ય ગ્રહણ 2020 (Solar Eclipse 2020/ Surya Grahan Date): વર્ષ 2020નું પહેલું સૂર્ય ગ્રહણ 21 જૂનના દિવસે થશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે. ગ્રહણમાં સૂર્યનો લગભગ 94 ટકા હિસ્સો ચંદ્રથી ઢંકાઈ જશે એટલે કે ગ્રહણ લાગશે. પૂર્ણ સૂર્ય ગ્રહણ હોવાના કારણે દિવસમાં અંધારું છવાઈ જશે. અ વખતે સૂર્ય ગ્રહણ કોરોના કાળ (Covid 19 Lockdown)માં થઈ રહ્યું છે.
સૂર્ય ગ્રહણનો સમય
ભારતીય સમય મુજબ, સૂર્ય ગ્રહણ 21 જૂને સવારે 9:15થી શરૂ થશે અને સાંજે 3:04 મિનિટ સુધી ચાલશે. પૂર્ણ ગ્રહણ બપોરે 12:10 વાગ્યે જોઈ શકાશે.
ભારતના કયા ભાગમાં જોવા મળશે સૂર્ય ગ્રહણ?
21 જૂને થનારા આ વાર્ષિક સૂર્ય ગ્રહણને આફ્રિકાના અનેક હિસ્સાઓમાં જોઈ શકાશે. આફ્રિકામાં તે સેન્ટ્રલ રિપબ્લિક, કાંગો અને ઇથોપિયામાં જોઈ શકાશે. આ ઉપરાંત આ સૂર્ય ગ્રહણ પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં, ઉત્તર ભારત અને ચીનમાં જોઈ શકાશે.
આ પણ વાંચો, સોનૂ સૂદ પાસે મદદ માંગનારા ટ્વિટ અચાનક થઈ રહ્યા છે ડિલીટ! જાણો શું છે કારણ
સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?
સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થાય છે. આ સમય અવધિમાં ચંદ્ર સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતાં રોકે છે અને ચંદ્રની પૃથ્વી પર જે છાયા પડે છે તેને જ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો, ચીનની ધમકીઃ ભારત અમારું કંઈ બગાડી નહીં શકે, 7 હજાર કરોડ રૂપિયાનો છે વેપાર
Published by:Mrunal Bhojak
First published:June 08, 2020, 12:05 pm