કોરોના સામેના જંગમાં સુરક્ષા કવચનું કામ કરશે આ ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’

કોરોના સામેના જંગમાં સુરક્ષા કવચનું કામ કરશે આ ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’
B.Tech.ના સ્ટુડન્ટે કોવિડ-19થી બચવા માટે તૈયાર કરેલું ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’ આવી રીતે કરે છે કામ

B.Tech.ના સ્ટુડન્ટે કોવિડ-19થી બચવા માટે તૈયાર કરેલું ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’ આવી રીતે કરે છે કામ

 • Share this:
  પ્રશાંત કુમાર, એટાઃ સમગ્ર દેશ કોરોના વાયરસ (Coronavirus)ના ખાત્માની લડાઈમાં લાગેલો છે. સમાજના તમામ વર્ગના લોકો પોત-પોતાની રીતે આ જંગમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આ કડીમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે એટા (Etah) જિલ્લાના છર્રાના રહેવાસી બીટેક સ્ટુડન્ટે સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ (Social Distancing Alarm) તૈયાર કર્યું છે. બે વ્યક્તિઓની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતાં આ એલાર્મ વાગવા લાગશે. આ યંત્રને લોકો ગળામાં આઈડી કાર્ડની જેમ પહેરી શકશે. એક મીટરથી ઓછા અંતર પર બીજી વ્યક્તિ આવતાં જ એલાર્મ ત્યાં સુધી વાગતું રહેશે જ્યાં સુધી બીજી વ્યક્તિ દૂર ન થઈ રહે. ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશ્નરને આ એલાર્મ પસંદ આવ્યું છે અને તેઓએ તેનો એક વીડિયો પણ લીધો છે જેથી તેની ટેકનીકલ મંજૂરી માટે આગળની કાર્યવાહી થઈ શકે.

  નોંધનીય છે કે, શ્રેય અગ્રવાલ જાલંધર સ્થિત એક યુનિવર્સિટીમાં બીટેક ઇલેક્ટ્રિકના પ્રથમ વર્ષનો સ્ટુડન્ટ છે. તેણે પોતાના મિત્ર જયપુર નિવાસી પીયૂષ કાછવાલની સાથે મળી માર્ચ મહિનામાં ‘મેરી સરકાર કી કોવિડ-19 કા સમાધાન ચેલેન્જ’ની ઓનલાઇન પરીક્ષામાં ભાગ લીધો હતો.  શ્રેય અગ્રવાલ જણાવે છે કે એલાર્મ કવચ એક મીટરથી ચાર મીટરના અંતર સુધી તૈયાર કરી શકાય છે.


  આ પણ વાંચો, ચિંતા! ભારતમાં 21 લાખ લોકો થઈ શકે છે સંક્રમિત, 13 દિવસમાં ડબલ થયા કોરોનાના કેસ

  પીયૂષ કાછવાલની સાથે મળી આ એલાર્મ કવચ રજૂ કરવામાં આવ્યું હતું. આ યંત્રના ઘણા વખાણ થઈ રહ્યા છે. શ્રેય અગ્રવાલ અનુસાર આ યંત્રને બનાવવા માટે સામાનની જરૂર હતી, તેના માટે ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશ્નર શ્રીનાથ પાસવાને સામાન લાવવા માટે પાસ તૈયાર કરવા માટે મદદ કરી. આ યંત્રને લઈને તૈયાર કરતાં પહેલા સીડીઓ અને ડીએમની પણ મુલાકાત લીધી હતી.

  સીડીઓએ વોટ્સએપથી આ યંત્રની વિધિના દસ્તાવેજ માંગ્યા હતા. ત્યારબાદ જ 10 મેના રોજ ઉપકરણ લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. શ્રેય અગ્રવાલ જણાવે છે કે એલાર્મ કવચ એક મીટરથી ચાર મીટરના અંતર સુધી તૈયાર કરી શકાય છે.

   

  આ પણ વાંચો, સલમાન ખાને લૉન્ચ કરી પર્સનલ કેર બ્રાન્ડ FRSH, સેનિટાઇઝર્નસથી કરી શરૂઆત
  First published:May 25, 2020, 13:53 pm