Home /News /lifestyle / ના હોય..સાબુથી ચહેરો ધોવાથી સ્કિનની થાય છે આવી ગંદી હાલત, આ જાણીને આજથી જ બંધ કરી દેશો
ના હોય..સાબુથી ચહેરો ધોવાથી સ્કિનની થાય છે આવી ગંદી હાલત, આ જાણીને આજથી જ બંધ કરી દેશો
સ્કિન પરનું નેચરલ ઓઇલ ઓછુ થાય છે.
Beauty care tips: સામાન્ય રીતે છોકરીઓ પોતાની સ્કિનની કેર વઘારે કરતી હોય છે. સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે, પરંતુ અનેક લોકો પોતાનો ચહેરો ધોવા માટે વારંવાર સાબુનો ઉપયોગ કરતા હોય છે. સાબુ તમારી સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. તો જાણો આ વિશે તમે પણ..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓ એમની સ્કિન પર સામાન્ય રીતે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. સ્કિનને મુલાયમ બનાવવા માટે જાતજાતના ફેશ વોશનો પણ યુઝ કરતી હોય છે. આ સાથે જ અનેક મહિલાઓ ફેસ પર સાબુનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ સાબુ ચહેરા પર લગાવવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે. જો કે આ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અનેક છોકરીઓને દિવસમાં બેથી ત્રણ વાર મોં પર સાબુ લગાવવાની આદત હોય છે. આમ, તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. આ આદત તમને ભારે પડી શકે છે. તમને જણાવી દઇએ કે સાબુમાં કોસ્ટિક સોડા, આર્ટિફિશિયલ ફ્રેગનેન્સ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
ફેસ પરની ત્વચા શરીરના બાખી અંગો કરતા બહુ વઘારે સેન્સેટિવ હોય છે, જેના કારણે સ્કિન ડેમેજ જલદી થઇ શકે છે. આ સાથે જ સ્કિનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. આમ, તમને પણ ચહેરા પર સાબુ લગાવવાની આદત છે તો ખાસ જાણી લો પહેલાં આ નુકસાન વિશે.
સ્કિન ડ્રાય થાય છે
નારી પંજાબકેસરી અનુસાર સાબુથી ચહેરો ધોવાથી સ્કિન ડ્રાય થવા લાગે છે. સાબુમાં સર્ફેક્ટેન્ટ રહેલું હોય છે જે સ્કિનને નુકસાન પહોંચાડવામાં મદદ કરે છે, આ કારણે તમારી ત્વચા ડ્રાય થઇ શકે છે. સ્કિન પર કરચલીઓ, રેડનેસ અને બળતરા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. આ માટે બને ત્યાં સુધી મોં સાદા પાણીથી ધોવાનો આગ્રહ રાખવો જોઇએ.
તમે સાબુથી ચહેરો ધોવો છો તો ઉંમર કરતા પહેલાં જ એજિંગના લક્ષણો જોવા મળે છે. સાબુથી ચહેરો ધોવાથી સ્કિન ડ્રાય થઇ જાય છે અને સાથે ખરાબ થવા લાગે છે. આ સિવાય કરચલીઓ, ફાઇન લાઇન્સ પણ જોવા મળી શકે છે.
નેચરલ ઓઇલ ઓછુ થાય
વારંવાર સાબુથી ફેસ ધોવાથી તમારા સ્કિન પરનું નેચરલ ઓઇલ ઓછુ થઇ જાય છે. દરરોજ સાબુથી ચહેરો ધોવાથી સ્કિન ટાઇટ અને ડ્રાય થવા લાગે છે. આમ, જો તમે સ્કિન પર નેચરલ ઓઇલ બનાવી રાખવા ઇચ્છો છો તો ચહેરા પર વધારે પ્રમાણમાં સાબુનો ઉપયોગ કરશો નહીં.
(આ આર્ટિકલ સામાન્ય જાણકારી આધારિત છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર