Home /News /lifestyle /દરરોજ સાબુથી ન્હાવું ફાયદાકારક કે નુકસાનદાયક? ક્યાંક તમે તો નથી કરી રહ્યાંને આ ભૂલો, ડોક્ટર પાસેથી જાણો આ વાતની સચ્ચાઇ
દરરોજ સાબુથી ન્હાવું ફાયદાકારક કે નુકસાનદાયક? ક્યાંક તમે તો નથી કરી રહ્યાંને આ ભૂલો, ડોક્ટર પાસેથી જાણો આ વાતની સચ્ચાઇ
ઠંડીમાં સ્કિન ડ્રાય વધારે થઇ જાય છે.
Soap Health Benefits in Winter: મોટાભાગનાં લોકો સાબુથી સ્નાન કરતા હોય છે. ઠંડી હોય કે ગરમી..સાબુનો ઉપયોગ હવે કોમન થઇ ગયો છે. પરંતુ શું તમે જાણો છો સાબુથી સ્નાન કરવાથી શરીર પર શું અસર થાય છે? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમને પૂછવામાં આવે કે રોજ તમે કઇ વસ્તુથી સ્નાન કરો છો? તો મોટાભાગનાં લોકોનો જવાબ સાબુ (Soap) અને પાણી (Water) જ હશે. દરેક સિઝનમાં લોકો સ્નાન કરવા માટે કોઇને કોઇ સાબુનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે સાબુનો ઉપયોગ કરતા જ હોતા નથી. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે, પરંતુ વાત સાચી છે. અનેક લોકો ખાલી પાણીથી જ સ્નાન કરતા હોય છે. હવે સવાલ એ થાય છે કે શું ન્હાવા માટે સાબુ જરૂરી છે? આનાથી આપણી હેલ્થને કોઇ ફાયદો થાય છે કે નુકસાન? આ ટાઇપના સવાલો છે જેનો જવાબ બહુ ઓછા લોકો જાણતા હોય છે. તો જાણો આ વિશે ડર્મેટોલોજિસ્ટનું શું કહેવું છે.
કાનપુરના જીએસવીએમ મેડિકલ કોલેજના આસિસટન્ટ પ્રોફેસર અને ડર્મેટોલોજિસ્ટ ડો.યુગલ રાજપૂતના જણાવ્યા અનુસાર રોજ સાબુથી સ્નાન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. સાબુ આપણી સ્કિનના ડેડ ટિશ્યૂ બેક્ટેરિયા અને ફંગસ સાફ કરવામાં મદદ કરે છે. આ સાથે જ આપણી સ્કિન પર ઇન્ફેક્શન થતુ નથી અને સાથે વાસ પણ આવતી નથી.
સાબુથી સ્નાન કરવાથી આપણી સ્કિન પર જામેલી ધૂળ અને ગંદકી દૂર થઇ જાય છે. આ સિવાય ડેડ સ્કિન પણ રિમૂવ થઇ જાય છે. આમ, જો વાત કરવામાં આવે તો દરેક ઋતુમાં સાબુથી સ્નાન કરવાથી ફાયદો થાય છે.
ડો.યુગલ રાજપૂત વધુમાં જણાવે છે કે ઠંડીમાં ન્હાવા માટે તમે મોઇસ્યુરાઇઝ સાબુનો ઉપયોગ કરો છો તો એ ફાયદાકારક સાબિત થાય છે. આ ટાઇપના સાબુથી તમારી સ્કિન ડ્રાય થતી નથી અને સાથે સ્કિન સુંવાળી રહે છે. એન્ટી બેક્ટેરિયલ સાબુના લિમિટેડ ફાયદા હોય છે. આમ, જો તમે મોંઘા મોઇસ્યુરાઇઝિંગ સાબુ ખરીદવા ઇચ્છતા નથી તો નોર્મલ સાબુનો પણ ઉપયોગ કરી શકો છો. નોર્મલ સાબુથી સ્કિન ડ્રાય થઇ શકે છે.
આમ, જો ડર્મેટોલોજિસ્ટનું માનીએ તો સાબુ લગાવીને ન્હાવાથી અનેક ફાયદાઓ થાય છે, પરંતુ કેટલાક નુકસાન પણ થાય છે. તમે સાબુનો વધારે પડતો ઉપયોગ કરો છો તો સ્કિન ડ્રાય પણ થઇ શકે છે. આ માટે ન્હાયા પછી મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરો જેથી કરીને તમારી ડ્રાય સ્કિનની સમસ્યા ક્યારે ના રહે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર