બદામ સાદી ખાઓ તો પણ તે શરીરના સ્વાસ્થય માટે ઘણી મહત્વની છે. બદામમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે, જે સંપૂર્ણ કોલેસ્ટ્રોલ ફ્રી છે. આપણા વડીલો હંમેશા કહેતા કે, બે બદામની કતરણ દૂધ અને સાકરની સાથે રોજ ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો. આવું કરવાથી શરીરની નબળાઈ દૂર થશે અને મગજ પણ તેજ બનશે. આની જ રીતે પલાળેલી બદામનાં પણ અનેક ફાયદા છે. તો આજે આપણે જાણીએ પલાળેલી બદામ ખાવાથી થતા ફાયદાઓ અંગે.
વજન ઘટાડશે
આજના સમયમાં લોકોનુ વધતું વજન પણ માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.
હાર્ટને રાખશે હેલ્ધી
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે. જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનુ માનીએ તો બદામ એંટીઓક્સીડેંટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.
હાઈ બ્લડ પ્રેશરને કરશે નિયંત્રિત
પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે.
કોલેસ્ટ્રોલ પર રાખશે નિયંત્રણ
બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસો દિવસ વધી રહી છે. જેને હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.
આ પણ વાંચો - પગને જોઇને આ 5 બીમારીઓનું કરી શકાય છે નિદાન
ચહેરાની કરચલીઓ દૂર કરશે
વિટામીન Eથી ભરપૂર બદામનું નિયમિત સેવન કરવામાં આવે તો તે એન્ટિએજીંગનું કામ કરે છે. સ્કિન હેલ્ધી બનાવે છે. સ્કિન પરની કરચલીઓ દૂર કરે છે અને સાથે જ લાંબા સમય સુધી તેને કાંતીવાન બનાવે છે.
આ પણ વાંચો - પિઝાને બનાવવા હોય યમ્મી તો સૉસ હોવો જોઇએ એકદમ ચટાકેદાર, જોઇ લો રીત
ડાયાબિટીસમાં પણ લાભકારી
ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો લોકો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો સુગર લેવલ વધવાથી રોકી શકાય છે.
આ પણ જુઓ -