રોજ આટલી પલાળેલી બદામ ખાવાથી સડસડાટ ઘટવા લાગે છે વજન

News18 Gujarati
Updated: May 19, 2019, 5:43 PM IST
રોજ આટલી પલાળેલી બદામ ખાવાથી સડસડાટ ઘટવા લાગે છે વજન
બદામમાં ફાઈબર ખૂબ સારી માત્રામાં હોય છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. સાથે જ ફેટને નષ્ટ કરતા હોર્મોન્સને એક્ટિવ કરે છે.

બદામમાં ફાઈબર ખૂબ સારી માત્રામાં હોય છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. સાથે જ ફેટને નષ્ટ કરતા હોર્મોન્સને એક્ટિવ કરે છે.

  • Share this:
પલાળેલી બદામ ખાવાના ઘણાં ફાયદા છે. તેમજ વજન ઘટાડવા પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે. આવો જાણીએ રોજ કેટલી પલાળેલી બદામ ખાવી જોઈએ અને તેનાથી શું ફાયદો થશે?

- બદામમાં ફાઈબર ખૂબ સારી માત્રામાં હોય છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને સ્નેક્સ, ખારું, ગળ્યું, તળેલું ખાવાની ક્રેવિંગને ઘટાડે છે. સાથે જ ફેટને નષ્ટ કરતા હોર્મોન્સને એક્ટિવ કરે છે.

- યૂરોપિયન જર્નલ ઑફ ન્યૂટ્રીશન અનુસાર સવારે લગભગ 58 ગ્રામ બદામ ખાવથી ફક્ત ભૂખ જ નહીં પણ આખો દિવસ ઓછી કેલેરી લેવાની જરૂર પડે છે.

વૉટર પાર્ક અને સ્વિમિંગ પૂલના પાણીમાં લોકો કરે છે આવું શરમજનક કામ

- બદામ LDA એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસ્ત્રાઈડ લેવલને નિયંત્રિત રાખવામાં કારગર છે. તે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ સારું રાખે છે. તેમાં રહેલા ફેટ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે.

વાળથી લઈ પગના નખ સુધી, આ રીતે લાભકારી છે ફ્કત 1 વાટકી દહીં- બદામમાં રહેલા ફાઈબર ડાયાબિટીઝના દર્દીઓ માટે ઘણાં ફાયદાકારક છે.

- દરરોજ ઓછામાં ઓછી 10 બદામ ખાવાથી લીવરના કેન્સરનો ખતરો ઓછો રહે છે.

COOKING TIPS: 365 દિવસ રસોઈમાં થતી ગડબડ દૂર કરશે આ 15 ટીપ્સ

- તેમાં વિટામિન E ની માત્રા વધુ હોય છે, જે ઉંમર વધતા આંખો અને હૃદયને થનાર નુક્સાનથી બચાવે છે. કારણ કે બદામની તાસીર ગરમ હોવાથી નિયમિત રીતે બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી રહે છે. તેમ છતાં તેને ડાયટમાં લેતાં પહેલાં એક્સપર્ટની સલાહ અવશ્ય લો.
First published: May 19, 2019, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading