તમારું ફ્રીઝ રહેશે એકદમ ચોખ્ખું અને ઉપયોગમાં આસાન, અપનાવો આ ટિપ્સ

Image Credit: pexels-polina-tankilevitch

ફ્રીઝ હવે જીવનશૈલીનો એક ભાગ બની ચૂક્યું છે, ફ્રીઝને વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવું આરોગ્ય સાથે જોડાયેલું છે

  • Share this:
How To Organise Your Fridge: ઉનાળાના પ્રારંભ સાથે જ લોકોને એસી, પંખા અને ફ્રીઝ યાદ આવવા લાગે છે. ખાસ કરીને ફ્રીઝ હવે જીવનશૈલીનો એક ભાગ બની ચૂક્યું છે. જોકે ફ્રીઝને વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવું આરોગ્ય સાથે જોડાયેલું છે. જેથી આજે આપણે ફ્રીઝને વ્યવસ્થિત કેવી રીતે રાખવું તે સમજીશું.

ફ્રીઝ એક એવી વસ્તુ છે જ્યાં આપણે શાકભાજી, ખોરાક, મસાલા અને કેટલીક વખત દવા પણ રાખીએ છીએ. પરંતુ જ્યારે આપણે રેફ્રિજરેટરનો દરવાજો ખોલીએ ત્યારે તેમને દરેક શેલ્ફ પર કંઈકને કંઈક પડેલું જોવા મળશે. સમય મળશે ત્યારે ફ્રીઝમાં વધુ વ્યવસ્થિત ગોઠવીશું, સાફ-સફાઈ કરીશું તેવું માનીને આપણે આ બાબતને નજરઅંદાજ કરીએ છીએ. ફ્રીઝની જાળવણી કરવી તે કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ સમયાંતરે ફ્રીઝમાં સાફ સફાઈ ન કરવામાં આવે તો જીવાત થવાની શક્યતા હોય છે. વાસ આવવા લાગે છે. ફ્રીઝ બગડી જાય તેવી પણ દહેશત પણ રહે છે.

સ્લાઈડ સ્ટોરેજ રેકનો ઉપયોગ કરવો

જો તમે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોવ તો અલગ અલગ ખાદ્યસામગ્રી લાવતા જ હશો. આવી સ્થિતિમાં તમારે ફ્રીઝમાં સ્લાઈડ સ્ટોરેજ રેકનો ઉપયોગ કરવો જોઈએ. સ્લાઈડ સ્ટોરેજ રેકમાં વધેલા મસાલા અને ખાદ્ય પદાર્થોને સ્ટોરેજ પણ કરી શકાય. આનાથી ફ્રિઝમાં જગ્યાના પ્રશ્નો પણ ઉકેલ મળી જશે સાથે જ વધેલો ખોરાક બગડશે નહીં.

આ પણ વાંચો - ચાઈનીઝ સંશોધકે બનાવ્યું એવું ડિવાઇસ, જે નિષ્ક્રિય કરશે કોરોના વાયરસ

શાકભાજીને બેગ અથવા બાસ્કેટમાં મૂકો

શાકભાજીની થેલીને ફ્રીઝના વેજીટેબલ બોક્સમાં ખાલી કરી દેવાથી, જ્યારે જરૂર હશે ત્યારે શાકભાજી કાઢવામાં તકલીફ પડશે. સમય તો બગડશે જ સાથે ફ્રીઝ પણ ગંદુ થઈ જશે. માટે શાકભાજીને અલગ અલગ થેલીમાં અથવા બાસ્કેટમાં વ્યવસ્થિત સ્ટોર કરવા જોઈએ. જેથી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે તેનો સરળતાથી ઉપયોગ થઈ શકે.

જે વસ્તુઓ ટૂંક સમયમાં એક્સપાયર થવા જઈ રહી છે તેના પર લેબલ લગાવો

રેફ્રિજરેટરને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખવા માટે દરેક સામાન અને પ્રોડકટની એક્સપાયરી ડેટ જાણી લો. જે સામાન જલ્દી એક્સપાયર થવાનો છે તેના પર લેબલ લગાડી દો અને અલગ ટ્રેમાં મૂકી દો. આવું કરવાથી વસ્તુ ઉપયોગ કરવામાં સરળતા રહેશે. પરિવારનું જે સભ્ય ફ્રીઝ ખોલશે એને સરળતાથી એક્સપાયર થનાર વસ્તુની જાણકારી મળી જશે. આવી વસ્તુનો પહેલા નિકાલ કરી દેવાશે.

ફ્રિઝની છાજલી બગડે નહીં તે માટે આવું કરો

ગ્રેવી અથવા રસાવાળો વધેલો ખોરાક જો યોગ્ય રીતે ફ્રીઝમાં મૂકવામાં ન આવે તો ફ્રીઝની છાજલી ખરાબ થઈ જાય છે. આવું ન થાય તે માટે છાજલી ઉપર પેપર રાખો અથવા કિચન ટોવેલનો ઉપયોગ કરી શકો છો. જોકે, સમયાંતરે તેને બદલી નાખો. ફ્રિઝમાં કંઈ ઢોળાય તો તમારે વધુ સફાઈ નહીં કરવી પડે. માત્ર પેપર અથવા કિચન ટોવેલને જ બદલવાના રહેશે.
First published: