Home /News /lifestyle /Lifestyle for Slow Ageing: 30ની ઉંમર પછી આ વસ્તુઓને BYE-BYE કહી દો, ઐશ્વર્યાની જેમ નહીં દેખાય વધતી ઉંમર
Lifestyle for Slow Ageing: 30ની ઉંમર પછી આ વસ્તુઓને BYE-BYE કહી દો, ઐશ્વર્યાની જેમ નહીં દેખાય વધતી ઉંમર
કોલ્ડ ડ્રિક્સ પીવાનું બંધ કરો.
Lifestyle for Slow Ageing: 30 વર્ષની ઉંમર પછી શરીરમાં અનેક પ્રકારના બદલાવ થતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો 30 વર્ષની ઉંમર પછી સ્કિન અને હેલ્થને ફિટ રહેવા રાખવા માટે અનેક વસ્તુઓ એવી હોય છે જેને ઇગ્નોર કરવી જોઇએ. તો જાણો આ વિશે વધુમાં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોની ઉંમર વધતી જાય છે. આમ, વાત કરવામાં આવે તો ઉંમરની અસર દરેક વ્યક્તિ પર દેખાય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ સમય કરતા પહેલાં જ ઘરડા દેખાવા લાગે છે અને સાથે સ્કિન ખરાબ થતી જાય છે. આમ, દરેક લોકો ઇચ્છતા હોય છે કે ઉંમરની અસર સ્કિન અને હેલ્થ પર દેખાય નહીં. જો તમે પણ કંઇક આવું વિચારી રહ્યા છો કે વધતી ઉંમરમાં પણ તમે સ્માર્ટ અને ફિટ દેખાવો તો 30 વર્ષ પછી આ વસ્તુઓને ઇગ્નોર કરો. 30 વર્ષની ઉંમર પછી તમે લાઇફ સ્ટાઇલમાં આ બદલાવ કરો છો તો સ્કિન અને હેલ્થ એમ બન્ને રીતે તમે ફિટ એન્ડ ફાઇન રહો છો. તો જાણો તમે પણ 30ની ઉંમર પછી લાઇફ સ્ટાઇલ સાથે તમારે શું બદલાવ કરવા જોઇએ જેના કારણે તમારી સ્કિન અને હેલ્થ પર કોઇ અસર ના થાય.
સામાન્ય રીતે લોકો ગળ્યું ખાવાનું બંધ કરી શકતા હોતા નથી, પરંતુ આ વિશે તમારે વિચારવાની જરૂર છે. ગળી વસ્તુઓ જેમ કે મીઠાઇ, કેન્ડી, કુકીઝ જેવી અનેક વસ્તુઓથી દૂર રહો. ગળ્યું ખાવાથી ઉંમરની અસર વહેલાં દેખાય છે. આ સાથે જ ફ્લેવર્ડ દહીંને પણ ઇગ્નોર કરો.
કોઇ પણ વ્યક્તિને દિવસમાં પાંચ ગ્રામથી વધારે મીઠું ખતરનાક સાબિત થઇ શકે છે. આ માટે દરેક લોકોએ આખા દિવસમાં 2300 ગ્રામથી ઓછુ સોડિયમનું સેવન કરવુ જોઇએ. સૂપમાં બીપીએ નામનું એક કેમિકલ હોય છે જે કેન્સર, વજન વધવાની સાથે જોડાયેલ છે. આ માટે ડબ્બા બંધ સૂપ કરતા ઘરે બનાવેલો સૂપ પીઓ.
તમે આખી જીંદગી સ્વસ્થ રહેવા ઇચ્છો છો તો કોલ્ડ ડ્રિંક્સને ટાટા-બાય કહી દો. આજતક અનુસાર કોલ્ડ ડ્રિંક્સમાં કેન્સરને આમત્રંણ આપતો રંગ એટલે કે ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે જે હેલ્થને નુકસાન પહોંચાડે છે.
કોકટલે અને બિયરને પણ ના કહી દો. આહાર વિશેષજ્ઞો અનુસાર ઉંમર વધવાની સાથે-સાથે આપણું શરીર શરાબને સારી રીતે પચાવી શકતુ નથી અને નબળુ થઇ જાય છે. આ માટે ઉંમર વધવાની સાથે શરાબથી દૂર રહો. શરાબ શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.
વ્હાઇટ બ્રેડનું સેવન હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. નિયમિત રીતે તમે વ્હાઇટ બ્રેડનું સેવન કરો છો વજન વધી જાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર