Home /News /lifestyle /આ વિટામીન્સની ઉણપને કારણે રાત્રે ઊડી જાય છે ઊંઘ, Sleeping Time બેસ્ટ કરવા ખાઓ આ ફૂડ્સ
આ વિટામીન્સની ઉણપને કારણે રાત્રે ઊડી જાય છે ઊંઘ, Sleeping Time બેસ્ટ કરવા ખાઓ આ ફૂડ્સ
વિટામીન બી12 અનેક લોકોમાં ઓછુ હોય છે.
Health care tips: ઘણાં લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંઘ આવતી નથી. આ સાથે જ ઘણાં લોકોને રાત્રે વારંવાર ઊંઘ ઊડી જતી હોય છે. આમ, જો તમને પણ આવી સમસ્યા છે તો આ વિટામીન્સની ઉણપ હોઇ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં બધા લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંઘ આવતી હોતી નથી. ઊંઘ ના આવવા પાછળ સ્ટ્રેસ તેમજ બીજા અનેક કારણો જવાબદાર હોય છે. દિવસ દરમિયાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઊંઘ પૂરી ના થવાને કારણે શરીરમાં બીજા દિવસે બેચેની જેવું લાગે છે અને સાથે કોઇ પણ કામ કરવામાં મન લાગતુ નથી. આમ, આ સમસ્યામાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો તમને રાત્રે ઊંઘ આવતી નથી તો એની પાછળ વિટામીનની ઉણપ પણ હોઇ શકે છે. આ સાથે જ પોષક તત્વોથી ભરપૂર ડાયટની ખાસ જરૂર હોય છે.
હાલમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે વિટામીન ડી અને બી 12ની ઉણપની અસર પણ ઊંઘ પર ગંભીર અસર કરે છે. આ ઉણપને કારણે તમને ઊંઘ બરાબર આવતી નથી અને તમે અનેક બીમારીઓનો શિકાર બનો છો. તો જાણો વિટામીન ડી અને બી 12 કેવી રીતે ઊંઘને નુકસાન પહોંચાડે છે.
ઊંઘની ક્વોલિટી વિટામીન ડી પર મોટી ભૂમિકા ભજવે છે. વિટામીન ડીના મેલાટોનિન પ્રોડક્શનને કારણે ઊંઘની ગુણવત્તા પર ઊંડી અસર પડે છે. આ સાથે જ રાત્રે ઊંઘ ના આવવાનું કારણ વિટામીન બી 12ની ઉણપ પણ હોઇ શકે છે. જો કે વિટામીન બી 12 લાટોનિન અને સેરોટોનિન નામના હોર્મોન્સની ઉણપને પૂરી કરે છે. આમ, રાત્રે આરામથી ઊંઘવા માટે સેરોટોનિન અને મેલાટોનિનની ખાસ જરૂરિયાત રહેતી હોય છે.