શા માટે સારી ઊંઘ આપણા માટે મહત્વપૂર્ણ છે, જાણો તેના ફાયદા
શા માટે સારી ઊંઘ આપણા માટે મહત્વપૂર્ણ છે, જાણો તેના ફાયદા
પુરતી ઊંઘના ફાયદા
sleep is essential for optimal health: સારી ઊંઘ (Better sleep)ના કારણે રોગપ્રતિકારક શક્તિ (immunity booster)ને મળે છે, જે આપણા શરીરને રોગો સામે લડવા માટે સક્ષમ બનાવે છે. રાત્રે સારી ઊંઘ આવે તો મેદસ્વીપણું, હૃદયરોગ, ડિપ્રેશન વગેરેનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
મુંબઇ. Sleep is essential for optimal health: તંદુરસ્ત જીવન માટે સારી ઊંઘ (Better sleep) ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ ખોરાક અને શારીરિક પ્રવૃત્તિ (Physical activity) આપણા માટે આવશ્યક છે, તેવી જ રીતે ઊંઘ પણ આપણી જરૂરિયાત છે. તે ઓવરઓલ હેલ્થ (overall health) માટે અત્યંત આવશ્યક છે.
મેલાટોનિન (melatonin) હોર્મોન ઊંઘ માટે જવાબદાર છે. જ્યારે ખોરાકમાંથી મેળવેલા એમિનો એસિડ ટ્રિપ્ટોફેન (amino acid tryptophan) રસાયણોનું પ્રમાણ વધે છે, ત્યારે સારી ઊંઘ આવે છે. ટ્રિપ્ટોફેન સ્લીપિંગ હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે.
જોકે, કેટલાક વિટામિન્સ(Vitamins) અને ખનિજો (Minerals) પણ ઊંઘ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી ઊંઘ માટે ઝિંક, મેંગેનીઝ, વિટામિન ડી જેવા તત્વો આવશ્યક છે. મુશ્કેલી એ છે કે બદલાતી જીવનશૈલી (Lifestyle) અને તણાવ (Stress)ને કારણે આજે મોટાભાગના લોકોની ઊંઘ પર અસર થવા લાગી છે જેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે.
મેડિકલ ન્યૂઝ ટુડે રિપોર્ટ મુજબ જો આપણે યોગ્ય રીતે ઊંઘ ન લઈએ તો આપણે ઘણી વસ્તુઓ કરવામાં અસમર્થ છીએ. તે ઘણી વધુ મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ સારી ઊંઘ આપણને કેટલી અસર કરે છે.
ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઊંઘનો સીધો સંબંધ મગજના ફંક્શન સાથે છે. જો આપણને સારી ઊંઘ આવે તો કોઈ વસ્તુ પર અમારું ધ્યાન યોગ્ય રહે છે. આપડે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી શકીએ છીએ. આનાથી આપણી ઉત્પાદકતા વધે છે. એટલે કે આપણે ઝડપથી વસ્તુઓ કરી શકીએ છીએ. આ ઉપરાંત સારી ઊંઘ આપણી યાદશક્તિ અને જ્ઞાનને પણ વધારે છે.
હૃદયરોગનું ઓછું જોખમ
અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, જો રાત્રે પૂરતી ઊંઘ હોય તો વ્યક્તિનું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થાય છે. સાથે જ બીજા અનેક રોગોનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે.
વજન વધાવાનું જોખમ ઓછું
કેટલાક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે જો તમને સારી ઊંઘ આવે તો વજન વધવાનું જોખમ ઓછું થાય છે. જો કે અત્યારે આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.
સારી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે જે આપણા શરીરને રોગો સામે લડવા માટે સક્ષમ બનાવે છે. અધ્યયનમાં એમ પણ જાણવા મળ્યું છે કે સારી ઊંઘ શરીરને રિપેયર, રિજનરેટ અને રિકવર કરવામાં ઘણી મદદ કરે છે. સારી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તે શરીરને કોઈપણ પ્રકારના ચેપથી બચાવે છે.
સોજો ઓછો કરે છે
જો તમને રાત્રે સારી ઊંઘ આવે છે, તો કોઈ પણ પ્રકારના ઘાને મટાડવામાં વાર નથી લાગતી. ઊંઘ દરેક પ્રકારની બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે.
નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એથ્લીટ્સને વધુ સારા આહાર જેટલી સારી ઊંઘની જરૂર હોય છે. અભ્યાસ મુજબ સામાન્ય પુખ્ત વયના લોકોને 7થી 9 કલાકની ઊંઘની જરૂર હોય છે, ત્યાં એથ્લીટ્સને 10 કલાકની ઊંઘથી ફાયદો મળી શકે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર