અનુષ્કા શર્માને ફરી ઉથલો મારેલી 'સ્લિપ ડિસ્ક'ની સમસ્યા, જાણો શું છે આ બીમારી

News18 Gujarati
Updated: May 24, 2019, 5:32 PM IST
અનુષ્કા શર્માને ફરી ઉથલો મારેલી 'સ્લિપ ડિસ્ક'ની સમસ્યા, જાણો શું છે આ બીમારી
શરીરમાં કેલ્શિયમની કમી થવા પર પણ આ સમસ્યા થાય છે એટલે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરો

શરીરમાં કેલ્શિયમની કમી થવા પર પણ આ સમસ્યા થાય છે એટલે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરો

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક વખત પાછી ચર્ચાઓમાં છે. કારણ કે તેને ફરીએક વખત સ્લિપ ડિસ્કની સમસમ્યા ઉથલો મારી છે. આ પહેલાં ગત વર્ષે તેને આ સમસ્યા થઇ હતી. અને હવે ફરીથી તેને આ સમસમ્યા થઇ છે. ત્યારે આ સ્લિપ ડિસ્કની સમસમ્યા શું છે અને તેનાંથી કેવી રીતે બચી શકાય?

શું છે સ્લિપ ડિસ્ક?
કમરની નીચે અથવા કમરથી નીચલા ભાગ અને મણકાના હાડકામાં થતા દુખાવાને 'સ્લિપ ડિસ્ક' કહેવામાં આવે છે. જ્યારે ડિસ્ક સ્પાઇનલ કોર્ડથી થોડી બહાર આવી જાય છે ત્યારે આ તકલીફ થાય છે. ડિસ્કનો બહારનો ભાગ એક મજબૂત પારદર્શક લેયરથી બનેલો હોય છે અને તેની વચ્ચે લિક્વિડ પદાર્થ હોય છે.

ડિસ્કમાં રહેલો જેલી જેવો ભાગ કનેક્ટિવ ટિશ્યૂઝના સર્કલથી બહારની તરફ હોય છે અને આગળ વધેલો ભાગ સ્પાઇન પર દબાણ બનાવે છે. ઘણી વખત અચાનક
ઝટકા અથવા દબાણથી આ પારદર્શક લેયર ફાટી જાય છે અથવા નબળી પડી જાય છે તો જેલી જેવો ભાગ નીકળીને નસ પર દબાણ બનાવવા લાગે છે, અને તેના કારણે પગમાં દુખાવો થવા લાગે છે. ઘણાને આ સમસમ્યામાં પગમાં ખાલી
ચઢી જાય છે તો ઘણા દર્દીનાં પગ સુન થઇ જાય છે.ક્યા કારણોથી થાય છે આ સમસ્યા?
-કલાકો સુધી સતત કમ્પ્યૂટરનો વપરાશ
-ભારે વજન ઉચકવું
-કમરમાં ઝટકો લાગવો
-અચાનક નીચે નમવું
-માંસપેશીઓમાં નબળાઈ
-સતત નમીને બેઠાં રહેવું
-બોડીમાં કેલ્શિયમની ઊણપ
-ખોટી પોઝિશનમાં બેસવું

શું છે આ સમસમ્યાનો ઉકેલ?
-સ્લિપ ડિસ્કના દુખાવાને દૂર કરવા માટે દરરોજ યોગ અને લાઇટ એક્સરસાઇઝ કરો.
-વધુ દુખાવો થવા પર કોઈ એક્સપર્ટની દેખરેખમાં જ એક્સરસાઇઝ કરો.
-તમારી ડાયટમાં ફળ, લીલા શાકભાજી, ગાજર, ટામેટાં, બીટ જેવી હેલ્ધી વસ્તુઓ સામેલ કરો.
-કેટલાક ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો જેમ કે, આદુંના પાઉડરમાં 5 લવિંગ અને કાળા મરીને વાટીને મિક્સ કરી લો. તેનાથી ઉકાળો બનાવી દિવસમાં 2 વખત પીવો.
-શરીરમાં કેલ્શિયમની કમી થવા પર પણ આ સમસ્યા થાય છે એટલે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરો.
First published: May 24, 2019, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading