જો તમે નાસ્તો નથી કરતા, તો નજીક છે તમારું મૃત્યુ : રિસર્ચ

  • Share this:
    જો તમે ઑફિસમાં જતા કે બાળકોને તૈયાક કરવાની જલદીમાં નાસ્તો નથી કરી શકતા, તો જરૂર વાંચો આ સમાચાર વાંચો: જો તમે નાસ્તો નથી કરતા, તો નજીક છે તમારું મૃત્યુ : રિસર્ચ

    દરરોજ સવારે ઉઠીને બાળકોને સ્કૂલે મોકલવા અથવા મોર્નિગ શિફ્ટના કારણે 7 વાગ્યે ઓફિસ પહોંચવાની ઉતાવળમાં ઘણીવાર, આપણે નાસ્તો કરવાનું ભૂલી જઈએ છીએ. કામ પતાવવાના ચક્કરમાં આપણને યાદ જ નથી રહેતું કે નાસ્તાનો સમય જતો રહ્યો છે. પછી આપણે તરત જ લંચ લેતા હોઈએ છે. ઉપરાંત, ઑફિસમાં મોડું થઈ જવાના કારણે ડિનરનો સમય ફિક્સ નથી રહેતો. આ બાબતોને રોજ તમે અવગણી નાખતા હશો. પરંતુ હવે સાવચેત રહો. આ ટેવો તમારા માટે જોખમી છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે સવારે નાસ્તો કરવાનું અવગણો છો, તો તમને હૃદયરોગનો હુમલો અને તેના સંબંધિત બીમારીઓ થઈ શકે છે. આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

    આ પણ જાણો-  'સેક્સ એજ્યુકેશન' વિષે બાળકો સાથે કરો આ વાત, આવશ્યક છે આ જ્ઞાન

    આ પણ જાણો-  આ જગ્યાએ દીવો પ્રગટાવવાથી ઘરમાં આવશે અઢળખ પૈસા

    પ્રિવેન્ટિવ કાર્ડિઓલોજીના આ સંદર્ભમાં, યુરોપીયન જર્નલ 'ધ ફાઈડીંગિંગ્સ' માં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે મુજબ જે લોકો દરરોજ નાસ્તો છોડી દે છે, તેમના મૃત્યુની શક્યતા સામાન્ય કરતાં 4 થી 5 ગણા વધુ હોય છે. આ સાથે, હૃદયરોગના હુમલાનો ભય પણ વધી જાય છે.

    આ પણ જાણો- આ રીતે સડસડાટ ઉતરી જશે શરીર પર આવતો સોજો

    આ પણ જાણો- #વાસ્તુ વિજ્ઞાન: અમીરો કરતાં મજૂરોનું જીવન સૌથી સુખી, આ રીતે કરો સાચી કમાણી

    મિનિકુચીએ જાણકારી આપી હતી કે આ સંશોધન લગભગ 113 લોકો પર કરવામાં આવ્યું હતું જેમને હૃદયની કોઈ બીમારી હતી. આ સંશોધનમાં શામેલ મોટાભાગના પુરુષો હતા, જે લગભગ 60 વર્ષના હતા. અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું હતું કે નાસ્તો ન કરતા 58 ટકા લોકો અને ડિનર મોડું કરનારા 51 ટકા લોકો હતા અને 48 ટકા બીમાર લોકો નાસ્તો સ્કિપ કરતા હતા અને રાત્રિ ભોજન મોડું ખાતા હતા.

    આ પણ જાણો- Cooking Tips: 365 દિવસ રસોઈમાં થતી ગડબડ દૂર કરશે આ 15 ટીપ્સ
    Published by:Bansari Shah
    First published: