આજકાલના વ્યસ્ત જીવનમાં તમે સ્વસ્થ રહેવા માટે લોકોને ફાસ્ટિંગ (Fasting) કરતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે ત્વચાની ચમક (Skin Glow) વધારવા અને ચહેરાની સુંદરતા જાળવવા પણ ફાસ્ટિંગ કરવામાં આવે છે. જેને સ્કિન ફાસ્ટિંગ(Skin Fasting) કહેવામાં આવે છે. સ્કિનના નિષ્ણાંતો સ્કિન ફાસ્ટિંગને ત્વચા માટે ખૂબ મહત્વપૂર્ણ માને છે. તેના દ્વારા તમે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકશો. તેમજ પ્રાકૃતિક રીતે કોઇ પણ પ્રોડક્ટના ઉપયોગ વગર ચહેરા પર ગ્લો(Natural Glow On Face) લાવી શકશો. આ ટેક્નિક દરેક રીતે તમારા ચહેરા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેના ફાયદાઓને ધ્યાનમાં રાખી બ્યૂટી ઇન્ડસ્ટ્રીમાં હાલ સ્કિન ફાસ્ટિંગનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. તો આવો જાણી કે શું છે આ સ્કિન ફાસ્ટિંગ અને તેના ફાયદાઓ વિશે.
શું છે સ્કિન ફાસ્ટિંગ?
સામાન્ય રીતે સૂતા પહેલા નાઇટ કેર રૂટિન ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે. જેમાં ક્લીનઝર, ટોનર, સીરમ અને મોશ્ચરાઇઝરના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ સ્કિન ફાસ્ટિંગમાં પદ્ધતિ થોડી અલગ છે. તેમાં જ્યારે તમે રાત્રે સૂવા જાવ તો પહેલા ફેશવોશથી ચહેરો સારી રીતે સાફ કરી લો અને કોઇ પણ પ્રોડક્ટ ચહેરા પર લગાવ્યા વગર જ સુઇ જાઓ. બીજા દિવસે સવારે ઉઠીને પહેલા નવશેકા પાણીથી ચહેરો સાફ કરો. થોડા દિવસો સુધી આ રૂટિન ફોલો કરો. આ પદ્ધતિને સ્કિન ફાસ્ટિંગ કહેવાય છે.
જો તમે ત્વચાને સંબંધિત કોઇ સમસ્યાથી પીડાઇ રહ્યા છો અને ડોક્ટરની સલાહ પર દવાઓ લઇ રહ્યા છો તો તમારા માટે સ્કિન ફાસ્ટિંગ યોગ્ય નથી. આમ કરવાથી તમારી ત્વચાની સમસ્યાથી છૂટકારો મળવામાં સમય લાગી શકે છે.
સ્કિન વિશેષકોનું માનવું છે કે, તમારી ત્વચા પોતાને હીલ કરવા માટે રાત્રીના સમયે સૌથી વધુ એક્ટિવ હોય છે. તેવામાં જો તમે દિવસભર મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ લગાવતા હોવ તો રાત્રીના સમયે ત્વચા પર કશું જ ન લગાવવું જોઇએ. આમ કરવાથી પ્રાકૃતિક રીતે તમારી ત્વચા પોતાને હીલ કરી શકે છે અને કોઇ પણ સમસ્યા વગર ગમે તે નુકસાનથી સાજી થઇ શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર